ભારત વર્ષમાં આઝાદી બાદ પહેલીવાર રામરાજની અનુભુતિ થાય છે: જૈન આચાર્ય

જૈન ચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજ સાહેબના રામ આ રહે હૈ ના વિષય પર પ્રવચન આપી ધર્મમય મહોલ બન્યો.

પરમ પુજય પદ્મભૂષણ રાજપ્રતિબોધક આચાર્ય દેવશ્રી રત્નસુંદરસુરીશ્ર્વરજી મહારાજાએ ‘રામ આવી રહ્યા છે’ એ વિષય પર પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે રાવણની અભ્યંતર પર્ષદામાં જે લોકો હતા.. એમણે રાવણની કહ્યું એક વખત મીટીંગ બોલાવો, રાવણે બધાને ભેયા કર્યા, એમાંથી એક જણે કહ્યું કે અમારા કાનમાં એક વાત આવી છે કે, રામના નામે સાગરમાં પથ્થર તરી ગયા છે, લંકામાં આપ પણ રાજા છો:, આપની પણ તાકાત જબરદસ્ત છે  આપ પણ પથ્થર ફેંકી તરાવી શકશો અમને વિશ્ર્વા છે છે. આપ સાચા છો અને સારા પણ છો, અભ્યંંતર પર્ષદા આગળ રાવણ ઝુંકી ગયો. ચાર દિવસ પછી સાગરના તટ પર બધા ભેગા થયા રાવણે વજનદાર પથ્થર ઉઠાવ્યો અને સાગરમાં ફેંકયો અને પથ્થર તરી ગયો, તાળીઓના ગડગડાટ થયા જોયું ને રાવણી પણ શું તાકાત છે. રાવણ ઘરે આવ્યો મંદોદરી જોઇ રહી છે કે રાવણની આંખમાં આંસુ હતા સ્વામી શું થયું? આપની જબરદસ્ત તાકાત જોઇ છતાં મોઢા પર ગ્લાનિર્શની છે? આટલો વજનદાર પથ્થર ફેંકયા પછી તરી ગયો હવે આપને કોઇ હરાવી નહિ શકે દેવી ! તને શું વાત કરૂ? લોકોને હું ભરમાવી શકુ પણ તને સાચી વાત કહી દઉ? પથ્થર તરી ગયો લોકોએ તાળી પાડી પણ જયારે પથ્થર ઉઠાવી મેં સાગરમાં ફેંકયો ત્યારે ‘રામ’ નું નામ લઇ ફેંકયો હતો, માટે પથ્થર તરી ગયો.

રામ આ રહે હૈ, ઇસ વિષય પર આજ આપણે કુછ કહેના ચાહતા હું. પહેલા પણ રામ હતાં. આજે પણ રામ છે. પરંતુ હું ઇચ્છું છું રામ આપણા હ્રદયમાં પધારી જાય અમારે ત્યાં પણ લખ્યું છે ‘આવો આવો પ્રભુ મુજ મંદિરીએ રે’ રામને આપણા હ્રદયમાં મનમાં બોલાવવા માટેના પાંચ સ્ટપેની વાત કરવી છે.

રામ મંદિર બની ગયું.. કાલે પ્રતિષ્ઠા થશે  એનો તમને આનંદ ખરો? સભા 100 ટકા આનંદ છે, પ00 વર્ષ પછી રામ પધારી રહ્યા છે. ‘ઉસમે તુમકો કયા ફરક પડા’ આપકે જીવન મેં કયા બદલાવ આયા, સભા. હવે હિન્દુરાષ્ટ્ર બની રહ્યું છે. હિન્દુ નો અર્થ તમને ખબર છે? સભાના હિંસા કરવાથી જેનું હ્રદય દુભાગ એ જ હિન્દુ છે. કાલે તમે જોયું લાખો લોકોને રહેવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ એ 1પ હજાર ઘર નવા બનાવી. લોકોને ચાવી આપી તે વખતે મારી તાકાત આંસુ હતા. એમણે કહ્યું કે આજે મને મારુ બચપણ યાદ આવી ગયું. તે વખતે મારી તાકાત હોત તો કોઇને દુ:ખી ન રહેવા દેત રામને અને રાષ્ટ્રને આપવાની મારી જવાબદારી હતી. પ્રતિષ્ઠાના દિવસે એક સંકલ્પ કરજો દેશની ગરબી પ્રજાને હું સુખી કરશી. વડાપ્રધાન ખુદ બુઘ્ધિશાળી છે છતાં એમની આંખમાં આંસુ આવ્યા.. એ આ દેશનું ગૌરવ છે. કોઇ સ્ત્રીની પાછળ છોકરો ફરતો હોય તો તે છોકરાને ના પાડી દેજો, હું સીતાની વારસદાર છું દ્રષ્ટાન્ત આવતા આચાર્ય મહારાજે કહ્યું કે તીર રામે રાવણને મારવું જ છે તો આટલી વાર કેમ કરે છે. સીધુ હ્રદયમાં જ તીર છોડવું જોઇએ ને? ત્યારે દાસીએ જવાબ આપ્યો એ એમ નહિ કરે એ મસ્તક જ ઉડાવશે કારણ કે તમે રાવણ ના હ્રદયમાં છો, રાવણના હ્રદયને તીર મારુ તો એ તીર તમને વાગે.

રામરાજય પ્રત્યે જેમને પ્રેમ છે.. જે રાજયની સંસ્કૃતિ બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે… આવા મંગલ પ્રસંગોમાં પણ ઘણા લોકોનો વિરોધ છે. જેમ તેમ કોમેન્ટ કરે છે છતાં જરાય મનમાં લાવવા વિના આવુ ભગીરથ કાર્ય જેમણે સંપન્ન કર્યુ છે વર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ કરી નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપજો. અને કહેજો દેશને બચાવવા માટે અમારી જયાં પણ જરુર પડે ત્યારે અમને બોલવજો, ‘રામ આ રહે હૈ, કર્હા પે? હમારે હ્રદયમેં ’ ધ્રલિયા શ્રી સંઘને તથા તમામ યુવા ટીમને ધન્યવાદ આપું છું કે એકલા રામ વિષે બોલવા માટેનું મારું સૌથી પહેલું પ્રવચન છે ખરેખર આજે આનંદનો કોઇ બસ ! રામને સામે રાખી તમારા જીવનમાં સદાચારની પ્રતિષ્ઠા થાય એ જ મંગલકામના છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.