આજે તમને એવી જેલ વિશે જણાવીશ જ્યાં તમે અપરાધી તરીકે નહિ પરંતુ ફરવા માટે શ્રેષ્ઠ સાબિત થશે.
૧- સેલ્યુલર જેલ :
અંદમાન-નિકોબાર દ્વીપની રાજધાની પોર્ટ બ્લેયરમાં સ્થિત આ જેલા આવેલી છે. અહીં અંગ્રેજો દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓને કેદ રાખવા માટે બનાવી હતી. જે મુખ્ય ભારત ભુમિથી હજારો કિલોમીટર દૂર સ્થિત છે. અને સાગરથી પણ હજારો કિલોમીટર દૂર તેનો માર્ગ પડે છે. તે કાળા પાણીના નામથી કુખ્યાત હતી. આ જેલ દ્વિતિય વિશ્ર્વ યુધ્ધની સાક્ષી છે જ્યારે જાપાનીઓએ હુમલો કર્યો ત્યારે તે જેલમાં બ્રિટિશ કેદીઓનું ઘર બની ગયુ હતું. જો તમે આ જેલ ફરવા ઇચ્છો છો તો તમે સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી ફરી શકો છો અને અહીં લાઇટ અને સાઉન્ડ શો પણ થાય છે.
૨- તિહાડ જેલ :
તિહાડ જેલ દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત છે. આ જેલ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ છે. ૧૯૫૭માં આ જેલને પંજાબ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ભારતની સૌથી પ્રસિધ્ધ જેલ છે. આ જેલમાં નેતાથી લઇને અંડરવર્લ્ડ ડોન પણ રહે છે. આ જેલ કેદીઓને સુધારવા તેમજ ઉચ્ચ શિક્ષણ આપવુ તે માટે જાણીતી છે. અહીં તમે જેલ કેન્ટિન સાથે જેલમા કેટલાક વિસ્તારોમાં પણ ફરી શકો છો.
૩- હિજલી જેલ :
હિજલી જેલ વેસ્ટ બંગાળમાં સ્થિત છે. આ જેલ હજળી ડેટિનેશન કેમ્પ દરમિયાન ૧૯૩૦માં તૈયાર કરવામાં આવી હતી. ભારતની સ્વતંત્રતા યાત્રામાં હજલી જેલનું ખૂબ મોટુ યોગદાન છે. ૧૯૩૧માં હિજલી ફાયરિંગ કાંડ ખૂબ પ્રસિધ્ધ છે. આ કાંડમાં પુલિસને નિહતથે કેદીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. જેમાં ઘણા લોકોનું મૃત્યુ પણ થયુ હતું. ૧૯૫૧માં સ્વતંત્રતા પછી અહી દેશનું પ્રથમ આઇઆઇટીની નીવ પડી. આ સમયે આ આઇઆઇટી ખડગપુર કેમ્પસમાં આવેલું છે. ફોર્મર ડેટેનેશન કેમ્પ હવે નહેરુ મ્યુઝિયમમાં સ્થાયી થયેલ છે. આઇઆઇટી ખડગપુર આવનારા પ્રવાસીઓ અહીની જેલમાં ફરી શકે છે.
૪- વાઇપર આઇસલેન્ડ જેલ :
આ જેલ ગેલોસ ઓફ વાઇપર આઇસલેનડ પોર્ટ બ્લેયરની સેલ્યુલર જેલની જેમ ફેમસ નથી. ભારતના સ્વાતંત્ર્યની લડાઇમાં આ જેલનું મોટાભાગનું યોગદાન રહેલું છે. આ જેલ પર સેલ્યુલર જેલ બહુ પહેલા ત્યાં બનાવી હતી. જો કોઇ બ્રિટિશ શાસન વિરુધ્ધ બોલતા તે તેને આ જેલમાં લાવીને સજા દેવામાં આવતી હતી. હવે આ જગ્યા ટુરિસ્ટ પ્લેસ બની ગઇ છે. અહીં લોકો જેલ દર્શન કરવા માટે આવે છે.
૫- નૈની સેંટ્રલ જેલ :
ઉત્તર પ્રદેશમાં બનેલી આ જેલ સેન્ટ્રલ જેલમાં નામે જાણીતી છે. અહીંનું નિર્માણ અંગ્રેજોએ કર્યુ હતું. ઉત્તર પ્રદેશની નૈની જેલ એટલા માટે પ્રસિધ્ધ છે કે અહી પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ કેદીના ‚પે એક દિવસ પસાર કર્યો હતો. ભારતની સ્વતંત્રતા ચળવળમાં આ જેલનું ઘણુ યોગદાન છે. ઇન્દિરા ગાંધીને પણ આ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત આ જેલમાં બનાવેલું લાકડાનું ફર્નિચરનો ઉપયોગ અલ્હાબાદ હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોમાં કરવામાં આવે છે.