લોહાણા સમાજના ૨ લાખથી વધુ જ્ઞાતિજનો ઉમટયા
ગૌ માતાની રક્ષા કાજે લગ્ન મંડપ પડતો મૂકી શહીદી વ્હોરનાર દેશપ્રેમી
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રઘુવંશી પરિવાર દ્વારા વીરદાદા જશરાજના શોર્યદિન નિમિતે સમગ્ર લોહાણા સમાજ માટે નાત જમણ મહાપ્રસાદનું ધામધુમથી આયોજન કરવામાં આવ્યુ હતુ સાથોસાથ રઘુવંશી સમાજના બાળખો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
વધુમાં સિનીયર સીટીઝન માટે સુંદર મંડપ અને ટેબલ ખુરશીની પ્રસાદની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત બહોળી સંખ્યામાં રઘુવંશીઓ વધુમાં સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુ ટયુબ અને ફેસબુક પર લાઈવ પણ કરવામાં આવ્યું હતુ. જ્ઞાતિ ભોજન મહાપ્રસાદમાં અંદાજીત ૨ લાખથી વધુ રઘુવંશીઓએ પ્રસાદ લીધો હતો. જ્ઞાતિ જમણની સાથે સાથે સમાજના યુવક યુવતીઓ માટે નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.મેહુલ નથવાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રઘુવંશીઓનું પાટનગર એવા રાજકોટમાં વિરદાદા જશરાજના શોર્યદિન નિમિતે રઘુવંશી પરિવાર સાથે મળી નાત જમણમાં જોડાશે. જેમાં સ્વયંમ સેવક તરીકે ૧૫૦૦ લોકો ખડેપગે રહ્યા હતા. ખાસ તો ૭૦ થી ૮૦ જેટલા કાઉન્ટર પણ બનાવામાં આવ્યા છે. વિશેષ જણાવ્યું કે ગત પંદર દિવસો દરમિયાન ઘણાબધા કાર્યક્રમો મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા. જયારે રઘુવંશીઓના બાળકો દ્વારા સ્ટેજ પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવ્યા હતા ખાસ તો આ સમગ્ર કાર્યક્રમમાં હતુ જ્ઞાતિમાં સંગઠન થાય અને જ્ઞાતીને સાથ સહકાર મળે તેવો છે.પ્રતાપભાઈ કોટકે ‘અબતક’ સાથેની વાતચીતમા જણાવ્યું કે સતત પાંચમી વખત રઘુવંશી પરિવાર જ્ઞાતી જમણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ અંધ મહિલા વિકાસ ગૃહની દિકરીઓ સહિતનાને આમંત્રીત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં લોહાણાની માતૃ સંસ્થા એવા વિશ્વ લોહાણા મહાપરિષદનો પણ સહયોગ મળ્યો હતો. વિરદાદા જશરાજ કે જેવોએ ગાયો માટે શહીદી વ્હોરીહતી. તો આ દિનને શોર્યદિન તરીકે ઉજવવામાં આવે છે.