કેશોદ શહેરમાં આવેલા શ્રી રામમંદિર ખાતે આજે સવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નાં હોદેદારો તેમજ કાર્યકરો નગરશ્રેષ્ઠીઓની હિતચિંતક અભિયાનનો શુભારંભ જય શ્રી રામ નાં જયઘોષ સાથે કરવામાં આવ્યો હતો.
કેશોદ શહેરી વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નાં કાર્યકરો દ્વારા ઘરે ઘરે ફરીને પત્રિકા વિતરણ કરીને હિતચિંતકો ની સભ્ય સંખ્યા માં ઉમેરો કરી વિશ્વ હિન્દુ પરિષદ ને વિશ્વ ફલક પર હિન્દુ સમાજનાં એક મજબૂત સંગઠન તરીકેની ઓળખ ઉભી કરી રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં હિતચિંતકો દ્વારા સ્વૈચ્છિક આર્થિક અનુદાન પણ એકઠું કરવામાં આવશે.
ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે રામમંદિર નિર્માણ માટે આર્થિક અનુદાન ઉપરાંત ઘરે ઘરે પત્રિકાઓ અને સ્ટીકરો લગાવવાનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ , ડૉ સ્નેહલભાઈ તન્ના ,હમીરભાઈ ભેડા, ,વિઠ્ઠલભાઈ ડોબરીયા, સમસ્ત બ્રહ્મસમાજ નાં પ્રમુખ રાજુભાઈ પંડ્યા સહિતના નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતાં.