સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સપનું PM નરેન્દ્ર મોદીનું હતું. જેને આજરોજ ચાર ચાંદ લાગ્યા છે કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં મુલાકાતિઓની સંખ્યા એક કરોડને પાર
ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતને વિશ્વ ફલક ઉપર સ્થાન અપાવનાર વિકાસ પુરુષ એટલે કે નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવાની નેમ ઉપાડી હતી. જ્યારે તેમના આવા પ્રયાસોને વિપક્ષ તેમજ અન્ય જનતા વખોડી કાઢતી હતી પરંતુ હાલ જોઈએ તો તેમની દીર્ઘ દ્રષ્ટિ અને સરદાર પટેલ પ્રત્યેનો તેમનો ખૂબ પ્રેમનું આજરોજ પરિણામ મળ્યું છે
ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચું સ્ટેચ્યુ તરીકે સ્થાન પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુના સત્તાવાર તંત્રએ જાહેરાત કરી છે કે અહીં આવતા મુલાકાતિઓની સંખ્યા એક કરોડને પાર થઈ છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફક્ત એક જ નહીં પરંતુ તેની આજુબાજુના ઘણા બધા વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો હતો અને વિવિધ અલગ અલગ પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે
૧. સરદાર વલ્લભભાઈ પટેલ એક્ઝિબિશન હોલ અને મ્યુઝિયમ
૨. લેઝર લાઇટ અને સાઉન્ડ શો
૩. ફ્લાવર ઓફ વેલી
૪. સરદાર પટેલ ડેમ સાઈટ
૫. બોટિંગ અને રિવર રાફ્ટિંગ
૬. ઝરવાણી પાણીનું ઝરણું
ઇતિહાસ
૭ ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ ખેડૂતોને તેમના ઘણો વપરાયેલા જુના ખેતીના ઓજારો અને લોખંડ ભેગું કરવા વિનંતી કરાઈ હતી જેમાંથી 2016 માં 135 મેટ્રિક ટનનો ભંગાર એકત્ર કરાયો હતો
ત્યારબાદ નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બની ગયેલ હતા અને અને ભારત સરકાર દ્વારા આ સ્મારકનો કુલ ખર્ચ ₹3,000 કરોડ તૈયાર કરાઈ હતી. આ મૂર્તિની ડિઝાઇન રામવનજી સુથાર દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી
આ મૂર્તિના બાંધકામ ની શરૂઆત 31 ઓક્ટોબર 2013 ના રોજ કરાઈ હતી જેનું બાંધકામ 31 ઓક્ટોબર 2018 પૂર્ણ થયું હતું, ત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલની 143 મી જન્મ જયંતી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે આ સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું હતું
ખાસિયત
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ખાસિયત એ છે કે તે ભૂકંપ ઝોન-૩ માં આવે છે છતાં પણ કદ અને આકારને ધ્યાને લઈ હુકમ ભૂકંપ ઝોન-૪ પ્રમાણે ડિઝાઇન અને લોર્ડ ગણીને બનાવવામાં આવેલ છે
પ્રવાસી લોકોની સંખ્યા
1 નવેમ્બર 2018 ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુક્યા બાદ આ સ્ટેચ્યુંની ફક્ત 11 દિવસમાં 1,28,000 લોકોએ મુલાકાત લીધી હતી
15 માર્ચ 2021ના રોજ આ આંકડો વધીને 50 લાખને પાર થઈ ગયો હતો હાલ એટલે કે નવેમ્બર 2022 માં આ આંકડો 1 કરોડને પાર થઈ ગયો છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊંચાઈ 182 મીટર એટલે કે 897 ફૂટ છે જેને પાયા સાથે ગણીએ તો 240 મીટર અને 790 ફૂટ જેટલી ઊંચાઇ છે જે વિશ્વનું હાલનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે