આજ રોજ કાર્તિક માસની મોટી પૂનમ અને ચંદ્રગ્રહણ હોવાથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. આજ રોજ વહેલી સવારથી માનવ મહેરામણ ચોટીલા ખાતે ઉમટી પડ્યું હતું.
ગુજરાત ભરમાંથી માઇ ભકતો પગપાળા અને સંઘ ચામુંડા માતાજીની પાલખીઓ સાથે ધજા ચડાવવા વહેલી સવારે ચામુંડા માતાજીનાં ડુંગરે આવી પહોંચ્યા હતા. એક સાથે ભક્તોનો ઘસારો રહેતા ટ્રાંફિકજામની સમસ્યા સર્જાઇ હતી.
કારતકીપુનમ હોવાથી અસંખ્ય દર્શનાર્થીઓ માં ના ચરણો માં શીશ ઝુકાવી પવિત્ર થયા હતા. યાત્રિકોનો ઘસારો હોવાથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ખડેપગે ઉભાઈ રહીને સુરક્ષા પુરી પાડી.
કારતક મહિના પૂનમ હોવાથી ઉતરગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક રાજ્યોમાંથી ભક્તજનો ઉમટી પડ્યા હતા અને ઉતરગુજરાત ના મહેસાણા,પાટણ જેવા અનેક જિલ્લાઓમાંથી 52 ગજ ની ધજા સાથે પગપાળા આવીને માતાજી ના ચરણો શીશ ઝુકાવી ધજા આરોહણ કરીને પવીત્ર બન્યા હતા..