વાવાઝોડામમાં અબોલ જીવને ભોજન મળી રહે તેવા ઉમદા આશયથી ખોળ, લાડવા, બુંદી, ગાંઠીયા, રોટલીઓ બનાવી ફુડ પેકેટ તૈયાર કરાશે. સમગ્ર કાર્યક્રમને લઇ આયોજકો અબતકના આંગણે

સમગ્ર ગુજરાતમાં ‘વાયુ‘ વાવાઝોડાને લઇ સતર્કતા અને સુરક્ષા કામગીરી શરુ કરી દેવાઇ છે. ત્યારે અબોલ જીવ, પશુ પક્ષીઓ પણ આ વાવાઝોડાનો ભોગ બનશે. આ અબોલ જીવોને વાવઝોડા દરમિયાન ખોરાક મળી રહે તે માટે જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તકે ટ્રસ્ટના કાર્યકરો એ અબતકની મુલાકાત લીધી હતી.

વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત મુંગા જીવો માટે લાડવા, ખોળ, રોટલી, બુંદી, ગાંઠીયાના પેકેટ વાળવા માટે સેવાભાવીની તાકીેદે જરુર છે. આજે આ રસોડું કાર્યરત થઇ જનાર છે. આજે આ રસોડુ ં કાર્યરત  થઇ જનાર છે. આ સેવાયજ્ઞમાં બપોરના પાંચ વાગ્યાથી રસોડુ ચાલુ કરવામાં આવેલ છે. આ રસોડુ એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્ષ પાર્ક શેરી નં.૧ વિરમેશ્ર્વર મહાદેવ મંદીરમાં કાર્યરત છે. જયાં અસરગ્રસ્ત મુંગા જીવોનાં ખોરાક માટેની વ્યવસ્થા છે. સેવાભાવી જીવદયા પ્રેમીઓ સેવા કરવા આવે તેવો અનુરોધ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મીતલભાઇ ખેતાણી, મનસુખભાઇ કણસાગરા, ભીમજીભાઇ સગપરીયા, મનુભાઇ બલદેવ, વિનોદભાઇ પાબારી, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઇ જીવરાજાની, ચંદુભાઇ ગોળવાળા, અરુણભાઇ નિર્મળ હીનાબેન સંઘવી, પોલીસ હેડ કવાર્ટસના ભાઇઓ બહેનો તથા રેસકોર્ષ પાર્ક અને મારુતીનગરના ભાઇઓ બહેનો વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

‘વાયુ’વાવાઝોડાને પગલે અબોલ જીવનની વહારે જય માતાજી અબોલ જીવ ટ્રસ્ટ

વાવાઝોડામમાં અબોલ જીવને ભોજન મળી રહે તેવા ઉમદા આશયથી ખોળ, લાડવા, બુંદી, ગાંઠીયા, રોટલીઓ બનાવી ફુડ પેકેટ તૈયાર કરાશે. સમગ્ર કાર્યક્રમને લઇ આયોજકો અબતકના આંગણે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.