અબતક, જૂનાગઢ
ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતા પ્રવેશ દ્વાર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી, કોરોના મહામારીને પગલે આવખે લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા માત્ર 400 લોકોની મંજૂરી મળતા લીલી પરિક્રમામાં જવા દેવા માટે લોકોએ હોબાળો મચાવ્યો હતો. મુખ્ય પ્રવેશ દ્વારા પર શ્રદ્ધાળુઓના ધસારાને લીધે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કોરોનાના કારણે લીલી પરિક્રમામાં માત્ર 400 લોકોને મંજૂરી અપાઇ છે જેમાં માત્ર સાધુ સંતો જ જોડાઈ શકે છે, તંત્રના આવા નિર્દેશને પગલે આજે શ્રદ્ધાળુઓ અને વિશ્વ હિન્દુ સંગઠન ભારે વિરોધ કરી રહ્યું છે, વિરોધને પગલે પરીક્રમાના મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. હાલ કોરોના મહામારીને પગલે સ્થાનિક તંત્રે માત્ર ઓછા લોકોની પરવાનગી સાથે પરિક્રમાં કરવાની મંજૂરી આપી છે, તો આજે પરિક્રમાંની શરૂ આત થઈ જેમાં સાધુ સંતો જોડાયા હતા.
ગિરનારની પરંપરાગત યોજાતી 36 કિલોમીટરની લીલી પરિક્રમાને લઈને છેલ્લા બે દિવસથી ભારે સસ્પેન્સ, ભાવિકોનો હોબાળો અને આશાનો અંત આવ્યો છે. પરિક્રમાના ત્રણ દિવસ પહેલા જિલ્લા વહીવટી તંત્રએ 400 ની મર્યાદામાં માત્ર સાધુ-સંતોને પરિક્રમા કરવા માટેનું મંજુરી આપી હતી.
ભાવિકોએ એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરવી પડશે: રાતવાસો નહીં કરી શકે, 400-400ના જુથમાં પરિક્રમાની મંજુરી આપતું વહીવટી તંત્ર
તેમ છતાં ગતરાતથી હજારો ભાવિકોનો સમૂહ ભવનાથમાં પરિક્રમા કરવા માટે ઉમટી પડયો હતો અને આજે સવારે પરિક્રમા ગેઇટ પાસે બેસી જઇને હોબાળો મચાવ્યો હતો. તેઓને પરિક્રમામાં જવા દેવા મંજુરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.જેને લઈને અંતે આજે સાંજે 5 કલાકે જિલ્લા કલેકટરે અગાઉના નિર્ણયમાં ફ્ેરફર કરીને સાધુ-સંતોની સાથે હવે ભાવિકો માટે પણ પરિક્રમાના દ્વાર ખોલી દીધા હતા. તેમણે નવી જાહેરાત કરી જેમાં જણાવેલ હતું કે, હવે 400 ની મર્યાદામાં જુથમાં તબક્કાવાર તથા 400 થી વધુ સંખ્યામાં કોઈ એક જગ્યાએ વ્યક્તિઓ એકત્ર ન થાય તે રીતે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે તથા જરૂરી વ્યવસ્થા જળવાય રહે તે રીતે પરિક્રમા યોજવા મંજુરી આપી હતી.
અંતિમ સમયે લેવાયેલ નિર્ણયથી ભાવિકો હેરાન થયા- કારતક સુદ અગિયારસની મધરાતથી પુનમ સુધીની યોજાતી પાંચ દિવસની પરિક્રમામાં વર્ષોથી પરિક્રમાના અગાઉથી જ સેંકડો ભાવિકો આવી જતા હોય છે અને પરિક્રમા વિધિવત શરુ થાય તે પૂર્વે જ લાખો લોકો પરિક્રમા પૂરી પણ કરી લેતા હોય છે ત્યારે આ વર્ષે ભાવિકોને પ્રવેશબંધી હોવાથી લાખો લોકો આવી શક્યા ન હતા. જે લોકો આવી ગયેલા તેઓને સમયસર અંદર જવા દેવામાં ન આવતા તેઓ એક દિવસ અને એક રાત હેરાન થયા હતા. ઐતિહાસિક રીતે પરિક્રમાનું મહત્વ છે.
કોરોનાકાળમાં પરિક્રમા બંધ થઈ જતાં ભાવિકો નિરાશ અને નારાજ થયા હતા. હવે ચાલુ વર્ષે કોરોના ગાયબ થયો છે અને રાહત મળી છે ત્યારે ભાવિકોએ પરિક્રમા માટે મંજૂરી માંગી હતી પરંતુ સરકારે છેક સુધી નનૈયો ભણ્યા બાદ છેલ્લી ઘડીએ પરિક્રમા માટે મંજૂરી આપતા ભાવિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. સુવિદ્યાનો ખાસ વિચાર કર્યા વગર ભાવિકો પરિક્રમા માટે નીકળી પડયા છે. હવે તંત્ર તાકીદથી વ્યવસ્થા ગોઠવી લોકોને મૂશ્કેલી ન પડે તે માટે કાર્યવાહી કરે તેવી લાગણી સંતોએ વ્યકત કરી છે.
પરિક્રમામાં રાત્રી રોકાણ ન કરે તેવી અપીલ- છેલ્લી ઘડીએ ભાવિકોને તંત્ર દ્વારા મંજુરી તો આપી દીધી છે, પરંતુ પરિક્રમા રૂટ ઉપર લાઈટ,પાણી સહિતની કોઈ વ્યવસ્થા નથી જેથી જે ભાવિકો 400-400 ના ગ્રુપમાં અંદર જશે તેઓ રાત્રી રોકાણ ન કરે તેવી અપીલ કરવામાં આવી છે, વહેલી સવારે પરિક્રમા શરુ કરે અને સાંજે પરત આવી જાય અને વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા ભાવિકો જ આવેતેવી અપીલકરવામાંઆવી છે.
પરિક્રમાનારૂટ ઉપર ભાવિકોને હેરાનગતીની સંભાવના- સામાન્ય રીતે પરિક્રમા દરમિયાન રૂટ ઉપર અનેક અન્નક્ષેત્ર, ઉતારા મંડળ અને અનેક સેવાભાવી સંસ્થાઓ ભાવિકોને પીવાનું પાણી, ચા-નાસતો, વિશ્રાામ માટેની વ્યવસ્થા નિશુલ્ક પૂરી પાડતા હોય છે. પરંતુ હવે જયારે છેલ્લી ઘડીએ ભાવિકોને મંજુરી આપતા હવે જયારે જંગલમાં કોઇપણ સુવિધા નથી તો રૂટ ઉપર હજારો ભાવિકોને પીવાના પાણીથી લઈને લાઈટ, આરોગ્ય સુવિધા સહીતની સુવિધાઓ નહી મળે જેથી ભાવિકો હેરાન થાય તેવી પુરેપુરી શક્યતા છે.
ભાવિકો માટે અન્ન ક્ષેત્રની મંજૂરી
લીલી પરિક્રમાને લઇને ભાવિકાનો ઘોડાપુરને લઇને તંત્ર દ્વારા 80 જેટલા અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અન્નક્ષેત્ર દ્વારા ભાવિક ભક્તો માટે અન્નક્ષેત્રની શરૂઆત કરી દેવામાં આવી છે.અન્નક્ષેત્ર દ્વારા ભાવિક ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. જો કે ભક્તોના ઘોડાપુરને લઇને એક દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવામાં આવી. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો.
વન્ય પ્રાણીઓની અવરજવર પર લાઈવ ટ્રેકીંગ ટિમ સતત મોનીટરીંગ કરશે
વન્ય પ્રાણીઓને લઈને લાઈવ ટ્રેકિંગ ટીમ રહેશે- પરિક્રમા રૂટ ઉપર અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ હોય અને હાલ રૂટ ઉપર લાઈટ સહિતની સુવિધાઓ ન હોવાને લઈને પરિક્રમાર્થી હેરાન ન થાય તે માટે વન વિભાગ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરેક ભાવિકોના ગ્રુપ સાથે વન વિભાગની એકટીમ રહેશે, અને વન્ય પ્રાણીઓને લઈને એક લાઈવ ટ્રેકર ટીમ જોડાશે અને વન્ય પ્રાણીઓની અવર જવર પર મોનીટરીંગ કરશે.
ગત વર્ષે પણ પ્રતિકાત્મક પરિક્રમા યોજાઇ હતી જેમાં 25 લોકોએ આ પરિક્રમા યોજી હતી અને પરિક્રમાના રૂટમાં આવતા તમામ દેવતાઓની પૂજા વિધિ કરી પૂજન અર્ચન ફરી પરિક્રમાનું માહાત્મ્ય જાળવ્યું હતું.