રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢવા માટે મંજુરી આપવા રાજ્ય સરકારને મૌખિક અને લેખિત વિવિધ રજુઆતો કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં પણ રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવૈ છે.
આગામી અષાઢી બીજ એટલે કે તા.૧૨.૦૭.૨૦૨૧ના રોજ રાજ્યમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને નીચેની શરતો નિયંત્રણોને લક્ષમાં રાખી સ્થાનિક વહીવટીતંત્રએ મંજૂરી અંગેનો નિર્ણય લેશે.
- કોઈ પણ શહેરમાં સ્થાનિક તંત્ર રથયાત્રાની મંજૂરી આપી શકશે
- રથયાત્રામાં મહત્તમ 5 વાહનોને જ મંજૂરી
- કુલ 60 વ્યક્તિઓજ રથયાત્રામાં રહી શકશે
- રથયાત્રામાં ભાગ લેનાર તમામ નો 48 કલાક પહેલાં RTPCR રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી
- રથયાત્રામાં ભાગ લેનાર તમામે વેક્સીનનો પહેલો ડોઝ લીધેલ હોવો જરૂરી
- સ્થાનિક તંત્રએ રથયાત્રાના માર્ગ પર જરૂર જણાય તો પ્રવેશબંધી નિયંત્રણો તેમજ થોડા સમય માટે કરફ્યૂ લગાવવાનો રહેશે
- અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ પર પ્રતિબંધ
- રથયાત્રાના માર્ગ પર પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં
- રથયાત્રામાં ભાગ લેનાર તમામે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જરૂરી
- રથયાત્રામાં ચુસ્ત નિયમોનું પાલન જીલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશ્નર, જીલ્લા પોલીસ વડાને કરાવવાનું રહેશે
- રથયાત્રા શોભાયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની રહેશે.
રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮-કલાક પહેલા કરાવેલ RTPCR Test નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. આ તમામે COVID-19 vaccine નો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જો કે બંને ડોઝ લીધેલા હોય તે હિતાવહ રહેશે. તમામે COVID-19 Protocol નું પાલન કરવાનું રહેશે.ઉપરના નિયંત્રણો/શરતો તા. ૧૧.૦૭૨૦૨૧ તથા તા. ૧૩.૦૭.૨૦૨૧ના રોજ યોજાનાર રથયાત્રા/શોભાયાત્રા માટે પણ અમલી રહેશે.