૩ મુખ્ય રથ, ૩૦૦ થી વધુ બાઇક, પ૦ થી વધુ ફોર વ્હીલર, વિવિધ ફલોટસ, અખાડાના દાવપંચ અને રાસની રમઝટ જામશે: ૧૦૦ થી વધુ સ્થળોએ પુજન-અર્ચન અને સ્વાગત: પ૦૦ કિલો મગ પ્રસાદનું વિતરણ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ
આવતીકાલે અષાઢી બીજ ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નિકળશે. રાજકોટમાં ૧રમી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ શરુ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથને જાંબુ ખાધા બાદ આંખ આવી ગઇ હતી અને એટલે સાજા થઇ ગયા બાદ જાંબુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. આ સાથે જ ફણવાયેલા મગ, કાકડી, ચોકલેટસ પણ આ નગરયાત્રા દરમિયાન પ્રસાદી રુપે વહેંચવામાં આવે છે. રાજકોટના નાનામૈવા પાસે આવેલા જગન્નાથ મંદીરમાં ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. જગન્નાથ ભગવાન, સુભદ્રજી અને બલભદ્ર ની સાથે નગર યાત્રાએ નીકળશે અને ભાવિક ભકતોને દર્શનનો લાભ આપશે. શહેરમાં કાલે સવારના ૬ વાગ્યાથી શંખનાદ સાથે શાસ્ત્રોકત વિધી – મહાઆરતી બાદ ૮.૩૦ વાગ્યે જગન્નાથ યાત્રાનો પ્રારંભ થશે. સવારના ૭.૩૦ વાગ્યાથી અખાળાના દાવપેચ રાસની રમઝટ જામશે., જગન્નાથજી રથયાત્રા સમીતી તથા નાનામૈવા ગામ સમગ્ર ક્ષત્રીય સમાજ હિન્દુ જાગરણ મંચ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે.
રથયાત્રા દરમ્યાન સુરક્ષા માટે ચુનંદા અધિકારીઓની પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા, ભાવિ ભકતો માટે પ૦૦ કિ. મગ પ્રસાદીની વ્યવસ્થા, ભાવિ ભકતોના દર્શનાર્થે મુખ્ય ચોકોમાં ભગવાનના રથો પ.પ મીનીટ રોકાણ,સમગ્ર યાત્રા દરમ્યાન મુખ્ય ચોકોમાં રાજસ્થાની અખાળાનાં ચુનંદા દાવપેચ, ભગવાનના ત્રણેય રથનો ક્રમ પ્રથમ રથ બલભદ્રજીનો રહેશે તેનું નામ તાલદવજ, બીજો રથ બહેન શુભદ્રાજીનો તેનું નામ દેવદલન, ત્રીજો રથ એટલે જગતના તાત ભગવાન જગન્નાથજીનો રહેશે. તેનું નામ નંદી ઘોષ એમ ત્રણેય રથનાં વિધિ વિધાન પ્રમાણે રહેશે.
ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન થી પૂર્ણતા સુધી સમગ્ર રુટ પર ભાવિ ભકતો ખેંચીને પદયાત્રા કરીને યાત્રા પૂર્ણ કરશે., રથયાત્રામાં ૩૦૦ થી વધારે બાઇક પ૦ થી વધારે ફોર વ્હીલ તથા ૩ મુખ્ય રથ, ૧ પુજયસઁતોનો રથ વિવિધ પર્યાવરણ બચાવો, વ્યસન મુકિત, પ્લાસ્ટીક હટાવો, ગૌરક્ષા, પાણી બચાવો સાથે હિન્દુ સંસ્કૃતિ દેશ ભકિત જેવા વિવિધ ફલોટો જોડાશે., યાત્રામાં આયોઘ્યા, વૃંદાવન, કાલ્પી, યુ.પી. હરીદ્વાર વગેરે સાથે સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર મંડળના ર૦૦ થી વધારે સંતો જોડાશે, યાત્રા દરમ્યાન પ૦ થી વધારે સ્થાન પર ભાવિ ભકતો દ્વારા પાણી, શરબત, પ્રસાદની વ્યવસ્થા સાથે ૧૦૦ થી વધારે સ્થાન પર ભવ્યથી અતિ ભવ્ય ઢોલ-નગારા આતશબાજી સાથે વિવિધ સંસ્થાઓ, મંડળો, ટ્રસ્ટો, વિવિધ જ્ઞાતિના આગેવાન શ્રેષ્ઠીઓ, રાજકોટ પક્ષના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
સમગ્ર યાત્રામાં બહેનોની ભજન મંડળીઓ ધુનની રમઝટ બોલાવશે. વખતની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં જોડાનાર તમામ બાઇક ચાલક ભકતો માટે સુરક્ષા મોટીવેશન માટે હેલમેટ ની સુરજજ વ્યવસ્થા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલ છે. વિશેષમાં જણાવવાનું કે આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાજકોટની એટલે ૧ર મી રથયાત્રાની જગન્નાથ યાત્રા સમીતી દ્વારા સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઇ ગયેલ. રાજકોટની આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં ભવ્ય બને તે માટે યાત્રા સમિતિ સાથે સમગ્ર રાજકોટના હિન્દુ ભાવી ભકતોની નેમ છે અને તેના ભાગ રુપે છેલ્લા એક માસથી વિવિધ મંડળો રાજકોટના મંદીરોના મહંતો સંસ્થાઓ, જ્ઞાતિઓના આગેવાનો, ટ્રસ્ટો તથા ભગવા યુવા બ્રિગેડ નો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
રાજકોટ જગન્નાથજી મંદીરેથી ૧૧મી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા પ્રસ્થાન થશે અને ભકતો ભકિતભાવના રંગમાં સરતરબોળ થઇ રથયાત્રામાં જોડાઇ જય રણછોડ માખણચોર સબકા નાથ જય જગન્નાથ ના જયઘોષ સાથે નાચતા કુદતા ઝુમશે આ જીવનનો એક અણમોલ લ્હાવો છે. આ યાત્રામાં દર્શનાર્થીઓને ફણગાવેલ મગ, જાંબુ, કાકડી, ચોકલેટ નો પ્રસાદ ખોબેખોબે વહેંચાય છે.
યાત્રામાં જોડાનાર વિવિધ સંસ્થા
સ્વામીનારાયણ મંદીર ભુપેન્દ્ર રોડ, હિન્દુ જાગરણ મંચ, હિન્દુ યુવા વાહિની, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, વલ્લભ યુથ ઓગેનાઇઝેશન, વૃંદાવન ચેરીટેબલ ટ્રસ્ટ, દાણાપીઠ વેપારી એસો. રાજકોટ નાગરીક સહકારી બેંક લી.: અપના બજાર રાજકોટ, અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ચે. ટ્રસ્ટ, સ્વામીનારાયણ ગુરુકુલ, મવડી, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ બાલાજી ફ્રેન્ડસ ગ્રુપ, રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર, કિશાન ગૌશાળા, સ્વાતિ ગૌશાળા, કોઠારીયા, બોલબાલ ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, રંગીલા ધુન મંડળ, બાલક હનુમાન મિત્ર મંડળ, બડા બજરંગ મિત્ર મંડળ વિગેરે સંસ્થા, ટ્રસ્ટો જોડનાર છે.
શોભાયાત્રાનો રૂટ
મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલદા ઢાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર (જે.કે.ચોક), આકાશવાણી, ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદીર, આશાપુરા મંદીર, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સહકાર મેઇન રોડ, નારાયણ નગર, પી.ડી.એમ. કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદબંગલ ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાના મૈવા મેઇન રોડ, સર્કલ શાસ્ત્રીનગર અલય પાર્ક, ગોવિદ પાર્ક, કૈલાસ ધામ આશ્રમ નીર મંદીર ખાતે મહાઆરતી.