રાજકોટની જાણીતી જય ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની રમત ગમતના ક્ષેત્રમા એક નહિ પણ ત્રર ત્રર રમતોમાં સફળતાઓ હાંસીલ કરીને તેમની શાળાને ગૌરવ પ્રદાન કર્યું છે. ત્યારે ૨૭ જુલાઈએ જીનીયસ ઈગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગવર્નમેન્ટ સ્કુલ ગેમમાં ડીસ્ટ્રીક લેવલની અંડર ૧૯ ફૂટબોલની સ્પર્ધા યોજવામાં આવી હતી આ ગેમમાં સેમીપાઈનલમાં મોદી સ્કુલની સામે ૨ ગોલથી અને ફાઈનલ મેચમાં રાજકોટ ડીપીએસ સ્કુલ સામે ૪ ગોલથી પેનલ્ટી શૂટ આઉટમાં જીત મેળવી હતી. જય ઈન્ટરનેશનલ સ્કુલના ૫ વિદ્યાર્થીઓ જેમાં રોયલ મૂલવાની દીપ નાયકપરા, હર્ષ પટેલ, તીર્થ દઢાણીયા અને ધરમ ઝાલોરીયાને રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ત્યારબાદ ૩૧મી જુલાઈ ૨૦૧૮ના રોજ જય ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે ડિસ્ટ્રીકટ લેવલની અંડર ૧૯ સ્કુલ ગેમ્સમાં બાસ્કેટબોલની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૫ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સેમીફાઈનલ મેચમાં જય ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ જીનીયસ ઈગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ સામે ૩૫-૧૩નો સ્કોર બનાવીને જીત મેળવી હતી. ફાઈનલ મેચમાં સ્વામિનારાયણ ગૂરૂકુળ ફરેની સામે ૩૭ પોઈન્ટથી જીત હાંસીલ કરી હતી અને આ જીત સાથે ટીમના ૪ વિદ્યાર્થીઓની રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ૨ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ જીનીયસ ઈગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે સુબ્રતો કપ ફૂટબોલની ડિસ્ટ્રીકટ લેવલે સ્પર્ધા યોજવામા આવી હતી. આ સ્પર્ધામાં અંડર ૧૭ ગ્રુપમાં જય ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમીફાઈનલમાં એસજીવીપી સામે ૧-૦થી અને ફાઈનલમાં મોદી સ્કુલની સામે ૪-૦થી જીત મેળવી હતી. હવે આ વિદ્યાર્થીઓ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓની આ સિધ્ધિઓ માટે તેમના કોચ જેમા બાસ્કેટબોલની ટીમના પ્રણવભાઈ જોષી તેમજ ફૂટબોલની ટીમના મયુરસિંહ ઝાલા અને પવનભાઈ રામાનૂજની તાલીમ અને મહેનતને છે. આ પ્રસંશનીય સફલતા બદલ સંસ્થાના ડિરેકટર ડી.વી. મહેતા, સીઈઓ ડીમ્પલબેન મહેતા અને પ્રિન્સીપાલ વિપુલ ધનવા દ્વારા સર્વે ખેલાડીઓ અને તેમના કોચને તેમજ સ્પોર્ટસ એન્ડ કલચરના હેડ બંસી ભુતને અભિનંદન પાઠવ્યા હતા.