ઉપલેટા તાલુકાના વેણુ – 2 પાસે આવેલ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે સંત શ્રી લાલ બાપુનો ઉપલેટામાં ગાય માતાના લાભાર્થે યોજાયેલ અર્વાચીન નવરાત્રી મહોત્સવમાં આર્થિક સહયોગ આપી અને ગાય માતાના લાભાર્થે પોતાનું અનુદાન આપતા ઉપલેટા એનિમલ હોસ્ટેલ સમિતિ તેમજ ઉપલેટા નગરપાલિકાના સદસ્યો દ્વારા સંત શ્રી લાલ બાપુનું વિશે સન્માન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

વર્તમાન સમયની અંદર ગાય માતાની રક્ષા તેમજ સુરક્ષા માટેની અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે ત્યારે ઉપલેટામાં રખડતી એટલે કે રેઢીયાર ગાયો માટે સંત શ્રી લાલ બાપુનું ગૌશાળા માટે આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું.

ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ ના લાભાર્થે ઉપલેટા શહેરમાં શ્રીકૃષ્ણ ગ્રુપ દ્વારા આયોજિત અર્વાચીન નવરાત્રી મહોત્સવ ની અંદર ગધેથળના ગાયત્રી આશ્રમ ના સંત શ્રી લાલબાપુ એ ગાય માતા માટે પોતાનું આર્થિક અનુદાન આપવાની સાથે જ ઉપલેટા તેમજ આસપાસના પંથકના આગેવાનો નગરપાલિકા પ્રમુખ તેમજ સાથે સદસ્યો ઉપરાંત ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ ઉપપ્રમુખો તેમજ સભ્યો દ્વારા લાલબાપુનું વિશેષણ સન્માન કરી અને ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે લાલબાપુ ના આશીર્વાદ પણ લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.