Abtak Media Google News
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કારગીલ પહોંચ્યા: અઢી દાયકા પૂર્વ પાકિસ્તાન સામેના યુધ્ધમાં ભારતીય જવાનોએ  દુશ્મનોના દાંત ખાંટા કરી મેળવ્યો હતો વિજય: શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરવા મશાલ રેલી યોજાઈ
  • કારગીલ યુધ્ધમાં  527 જવાનો શહીદ થયા હતા જયારે 1363 સૈનિકો  ઘવાયા હતા
  • પાકિસ્તાન સામે વર્ષ  1999માં  લડાયેલા   કારગીલ યુધ્ધમાં  ભારતના  જાબાંઝ  સૈનિકોએ ભારતનો વિજય તિરંગો લહેરાવ્યો   હતો. દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. ફરી કોઈપણ દુશ્મન દેશ ભારત સામે  આંખ ઉંચકી શકે તેવી હિંમત  નકરી શકે તેવો   શબક  શીખવ્યો હતો. આજે કારગીલ વિજય દિવસની  25મી વર્ષગાંઠ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે કારગીલ પહોચી ગયા હતા. દરમિયાન ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા કારગીલ વિજય દિનની  પૂર્વ સંધ્યાએ  રાજયભરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં કારગીલ યુધ્ધ થયું હતુ. જેમાં  ભારતના સૈનિકોએ પાકને ધોબી પછડાટ આપી કારગીલની ધરતી પર  આન, બાન, શાન સાથે તિરંગો  લહેરાવ્યો હતો.

કારગિલ વિજય દિવસ ભારતના સશસ્ત્ર દળોના શૌર્ય અને બલિદાનને યાદ કરવા અને સન્માન કરવા માટે 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ યુદ્ધમાં અનેક જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાનો શહીદ થયા હતા અને 1,363 જેટલા ઘાયલ થયા હતા. કારગિલ વિજય દિવસ એ તેમને યાદ કરવાનું અને શ્રદ્ધાંજલિ આપવાનું એક અવસર છે. આ દિવસ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે. ભારતના લોકો આ દિવસે પોતાની રાષ્ટ્રીય ભાવનાઓને વ્યક્ત કરે છે

યુવા ભાજપ,  યુવા મોરચા દ્વારા ગઈકાલે  કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ જીલ્લાઓમાં મંડલ સહ અને મહાનગરોમાં વોર્ડ સહ વિશાળ મશાલ રેલીનુ આયોજન  કરાયું હતુ. મોરચા દ્વારા એક નિશ્ચિત કરેલા સ્થાને એક હજારથી વધુ યુવાનો ભેગા થઈ વીર યોદ્ધાઑ જેમને પોતાનું જીવન બલિદાન આપ્યું હોય એવા વીર શહીદોના પરિવાર જનોના નિવાસ સ્થાનેથી મશાલ રેલીનું પ્રારંભ  કરાવ્યો હતો અને વિજયદીપ 25 કલાક પ્રજ્વલિત રાખવામા આવ્યો હતો.

આ મશાલ રેલીમાં સાઉન્ડ સ્પીકર સાથે દેશભક્તિનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારના ગીતો સાથે શહીદોને યાદ કરી વિવિધ શહીદોના પ્લેકાર્ડ સાથે રાખી મોટી સંખ્યામાં કોલેજના યુવાનોની જોડી ભારતે દુશ્મનોને કારગીલ યુદ્ધમાં ધૂળ ચટાડી વિજય મેળવ્યો હતો તેના વિષે માહિતગાર થાય તે પ્રકારનું આયોજન યુવા મોરચા દ્વારા હાથ ધરવામાં  આવ્યું હતુ.

આજે કારગીલ વિજય દિવસ નિમિતે  એનસીસી દ્વારા રાજકોટમાં કાલાવાડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટી ખાતેથી મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીનું વિવિધ રૂટ પર  ફરી એનસીસી હેડ કવાર્ટર એવીપીટી કોલેજ કેમ્પસ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કારગીલ ખાતે પહોચી ગયા હતા. તેઓએ ભરતીય  જવાનોને  કારગીલ  વિજય દિવસના  અભિનંદન પાઠવી સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

  • સત્ય સામે આતંકની હાર: નરેન્દ્ર મોદી શહીદોનું બલીદાન આબાદ રહ્યું હિન્દુસ્તાન
  • કારગીલ વિજય દિવસની ઉજવણી એટલે શૌર્યનું પ્રતિક: વડાપ્રધાન

કારગીલ યુધ્ધ વિજય દિવસને આજે 25 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં શોર્યના પ્રતિક સમા આ દિનની ગરીમા પૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કારગીલ પહોચી ગયા હતા. તેઓએ શહીદોને  નમન કર્યા હતા.

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ કે, કારગીલ યુધ્ધમાં ભારતનો વિજય એ સત્ય સામે આતંકની હાર છે. તમામ શહીદોને  હું નમન કરૂ છું. શહીદોના બલીદાનના કારણે આજે હિન્દુસ્તાન આબાદ છે. કારગીલ વિજય દિવસ ઉજવણીએ શૌર્યતાનું  પ્રતિક છે. રાષ્ટ્ર માટે બલીદાન આપનારા તમામ સૈનિકો ઈતિહાસના  પાના પર અમરથઈ ગયા છે. જેઓનું ઋણ દેશવાસીઓ કયારેય  ચૂકવી શકે તેમ નથી. દુશ્મનો ભારત સામે આંખ ઉંચી કરી જોવાની હિંમત ન કરે તેવો શબક સૈનિકોએ શિખવ્યો છે. આજે જમ્મુ કાશ્મીરમાં નવા ભારતના ભવિષ્યની વાતો થઈ રહી છે. પાંચ વર્ષમાં લદાખનું બજેટ પાંચ ગણુ વધી ગયું છે.  યુવાનો માટે નવા  સપનાનું  નિર્માણ થયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.