જય દ્વારકાધીશ….. ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે.દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનો માનું એક છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે. દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો શીષ ઝુકવવા આવતા હોય છે. દેશ-વિદેશથી લોકો જગત મંદિરની મુલાકાતે આવતા હોઈ છે. અનેક દાતાઓ દ્વારા અહીં દાન આપવામાં આવતું હોઈ છે ત્યારે દ્વારકાધીશના પરમ ભક્ત દ્વારા સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.
ભગવાન દ્વારકાધીશના પ્રિય ભક્ત એવા રાજકોટ નિવાસી ભુપતસિંહ દિલુભા જાડેજા પરિવાર દ્વારા શ્રીજીને 275 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યાનુસાર ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ સુવર્ણ ભેટ ધરી પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા દ્વારકા આવીને જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરે છે. પોતાના શરીરના વજનના ભાર મુજબ અન્નદાન કરે છે. અમુક લોકો ગુપ્ત દાન કરે છે. ભુપતસિંહ જાડેજા દ્વારા સોનાનો મુગટ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી