ઉનાળામાં પેટને ટાઢક આપતા ગોલાની લાવલાવ

ઉનાળાની સીઝન શરૂ થઈ ચુકી છે ત્યારે લોકો સહિત સૌરાષ્ટ્રની રંગીલી સ્વાદપ્રેમી પ્રજા ચટપટું અને ગળ્યું ખાવાના પણ શોખીન હોય અને સૌરાષ્ટ્રવાસીઓ દરેક ઋતુનો લ્હાવો લેવામાં પણ અવ્વલ નંબરે છે એટલે ઉનાળામાં લોકો ઠંડા પીણાની સાથે ગોલા ખાવાનું વધુ પસંદ કરે છે. ગોલામાં અનેક પ્રકારના ગોલાની ફલેવરો અને તેમના ટેસ્ટને લઈ ગોલાનો વેપાર ઉનાળામાં ધમધમતો હોય છે અને રૂ.૧૦ થી ૫૦૦ સુધીના ગોલા પણ આજે ઉપલબ્ધ છે. જેમાં અમુક ફલેવર્સ માટે તો લોકોની પડાપડી જોવા મળતી હોય છે.

vlcsnap 2019 04 02 18h27m50s241

ઉનાળાની ટાઢક માણવા માટે જાણે રાત્રીના સુરજ ઉગ્યો હોય તેમ અને આવા ગોલા પ્રેમીઓ માટે ગોલાની દુકાનોવાળા પણ તેમનો સ્વાદ લોકો સુધી પહોંચાડવા માટે ખુબ જ આતુર હોય છે. કેશોદ શહેરમાં છેલ્લા ૩૦ વર્ષથી બિનહરીફ નામ જાળવી રાખનાર કેશોદના પ્રખ્યાત રાજ ગોલાની શરૂઆત એક રૂપિયાથી થઈ હતી અને જેમ-જેમ તેના ગોલાની માંગ વધતી ગઈ તેમ-તેમ ગોલાની કવોલીટીની સાથો-સાથ ભાવમાં આજે ૨૦૦ રૂપિયા સુધીના આઈસ ગોલાને લોકો પસંદ કરતા થયા છે. ગોલાની વેરાયટીઓમાં કાચી કેરી, પાઈનેપલ, ગુલાબ, સ્ટ્રોબેરી સહિતની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છેપરંતુ વધારે લોકો કેટબરી ગોલા ખાવાનું પસંદ કરે છે. અહીં બારે માસ લોકો ગોલા ખાવા માટે આવે છે.

vlcsnap 2019 04 02 18h23m43s70 1

તેમજ ગ્રાહકોને ઘરે લઈ જવા માટે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. આસપાસના ગામડાઓમાંથી લોકો ગોલા ખાવા તેમજ લઈ જતા હોય છે. રાજ ગોલાની બીજી બ્રાન્ચ રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પણ આવેલી છે. સગાઈ, મેરેજ કે બાળકોના જન્મદિવસ સહિતના સેલિબ્રેશનમાં લોકો પરીવાર સાથે રાજ ગોલાના ગોલા ખાવા માટે પહોંચી જાય છે. ઉનાળામાં વધારે ગ્રાહકોની ભીડ જોવા મળે છે.vlcsnap 2019 04 02 18h23m56s206

રાજ ગોલા છેલ્લા કેટલા વર્ષોથી કાર્યરત છે અને તેમના ગોલા પણ ખુબ જ સારા એવા આવે છે કે જે લોકોને ખુબ જ પસંદ છે. દુર-દુરથી લોકો અહીં ખાવા માટે આવે છે. વર્ષોથી કવોલીટી વાઈસ ગોલા બનાવે છે અને તેથી જ લોકો ખુબ પસંદ કરે છે. જય ભવાની ગોલા મોરબીમાં છેલ્લા ૧૦ વર્ષથી બિઝનેસ ચલાવે છે. જેની મુખ્ય બ્રાન્ચ રાજકોટમાં આવેલી છે. રાજકોટથી શીખ્યા બાદ મોરબીમાં વેપાર ચાલુ કર્યો છે. તેઓ પાસે ૨૧ આઈટમ છે જેમાં નેચરલ આઈટમમાં કેટબરી, પાઈનેપલ, પીસ પાઈનેપલ, સ્ટ્રોબેરી, બ્લેક કરંટ, જામફળ, બલબેરી જે રેગ્યુલર આઈટમ છે.

જેમાં ભરપુર પ્રમાણમાં ડ્રાયફ્રુટ, માવો, મલાઈ વાપરવામાં આવે છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો ગોલા ખાઈ ખુબ જ આનંદ મેળવે છે. દરેક વસ્તુઓ એ ગ્રેડ વાપરીએ છીએ. આઈએસઆઈવાળા કલર જ વાપરીએ છીએ અને અમે લોકોને સંતોષ મળે તેવો જ પ્રયાસ કરીએ છીએ. મોરબીમાં ભવાની ગોલાના કસ્ટમરે જણાવ્યું હતું કે, જયારથી ભવાનીના ગોલા ખાધા છે ત્યારથી બીજી કોઈ પણ જગ્યાએ હું કે મારા દોસ્તાર કયાંય ગોલા ખાવા માટે નથી જતાં. મોરબીમાં અનેક ગોલાવાળા છે પણ ગોલા ખાવાની જો મજા આવતી હોય તો ભવાની ગોલાવાળાને ત્યાં જ ફેવરીટ ગોલો બટર સ્કોચ, ચોકો સન્ડે છે. અહીંનો ટેસ્ટ અને વસ્તુ બેસ્ટ છે કે જે કયાંય જોવા ન મળે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.