સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરે દરરોજ કંઈક અલગ શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કર કરવામાં આવ્યો હતો. દાદાના શ્રીફળના વાઘાનો શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
પવિત્ર ધનુર્માસ અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવને શ્રીફળના વાઘાનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શ્રીફળનો શણગાર કરાયા બાદ દાદાનો અલૌકિક અને દિવ્ય નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.
સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના શ્રીફળના વાઘાનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.