Table of Contents

હિતુ કનોડિયા, મોના થીબા, ચંદન રાઠોડ સહિતના કલાકારો જાનદાર પર્ફોમન્સ આપશે ૨૦૧૮માં નિર્માણ પામેલા ગુજરાતી નાટકો, અને ફિલ્મોના નોમીનેશન્સ જાહેર થયા

ગુજરાતી મનોરંજન જગતના મુંબઈ ખાતે ભવ્ય રીતે યોજાતા એકમાત્ર પ્રતિષ્ઠિત એવોર્ડ એવા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડએ દબદબાપૂર્વક ૧૮માં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ વર્ષથી જ તટસ્થ એવોર્ડ આપવાની પરંપરા સતત ટ્રાન્સમીડિયાએ જાળવી રાખી છે. આ વર્ષે ટ્રાન્સ મીડિયાના મેનેજીંગ ડિરેકટર જસ્મીન શાહના માતુશ્રી સ્વ.ચંદનબેન શાહ અને પ્રથમ વર્ષથી જ ટ્રાન્સમીડિયા એવોર્ડમાં જસ્મીન શાહ સાથે જોડાયેલા સ્વ.મનોહર કાનુંન્ગોને ટ્રાન્સ મીડિયા પરિવારે ગુમાવ્યા છે. જસ્મીનભાઈ આ વર્ષે એવોર્ડ કરવા માટે માનસિક રીતે તૈયાર ના હતા પરંતુ ટ્રાન્સમીડિયા ટીમે કહ્યું કે, શો મસ્ટ ગો ઓન ત્યારે જસ્મીનભાઈએ આ વાતને વધાવીને શો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. ૨૦૧૮ના વર્ષમાં નિર્માણ પામેલા ગુજરાતી નાટકો, ગુજરાતી ગુજરાતી ફિલ્મોના નોમીનેશન્સ આજે દિગ્ગજોની બનેલી ખાસ કમિટીઓ દ્વારા સખત જીણવટપૂર્વક પ્રત્યેક નાટકો અને ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનીંગ કરી જાહેર કરવામાં આવતા જ ગુજરાતી કલા જગતમાં ખુશીનો માહોલ છે.

આ અંગે વધુ વિગતો આપતા ટ્રાન્સ મીડિયાના મેનેજીંગ ડિરેકટર જસ્મીન શાહે જણાવ્યું હતું કે, ૨૦૧૮ના વર્ષમાં કુલ ૭૫ ફિલ્મો રીલીઝ થઈ જેમાંથી મોટાભાગની તમામ ફિલ્મો આ સ્પર્ધામાં છે જે એક વિક્રમ છે તેજ રીતે ગુજરાત અને મુંબઈના નોંધનીય કહી શકાય એવા તમામ નાટકો આ સ્પર્ધામાં છે અને તેના નોમીનેશન્સ આજે વિધિવત રીતે કલાકારો કસબીઓ અને વિશિષ્ઠ મહાનુભાવોથી વિશેષ ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવ્યા. આ વર્ષે તિહાઈ ગ્રુપના સથવારે મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ જેવા કે હિતુ કનોડિયા, મોના થીબા, ચંદન રાઠોડ, કોમલ ઠકકર, ભકિત કુબાવત, જાનકી વૈદ્ય, જીગરદાન ગઢવી, ગીતા રબારી, કિરણ આચાર્ય, અલીશા પ્રજાપતિ પોતાના જાનદાર પરફોર્મન્સ આપનાર છે.

ચાલુ વર્ષ આતંકવાદી હુમલામાં અને સર્જિકલ સ્ટ્રાઈકમાં આપણે આપણા જવાનો ગુમાવ્યા છે તે વીર શહીદ જવાનોને ખાસ શ્રદ્ધાંજલીરૂપે એક ખાસ પરફોર્મન્સ જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટના સંગીતમાં તૈયાર કરવામાં આવ્યું છે તેમાં સ્વર આપ્યો છે. યોગેશ ગઢવી અને આદિત્ય ગઢવીએ તો ટ્રાન્સમીડિયા ૧૮મું વર્ષ સંપન્ન કરવા જઈ રહ્યું છે ત્યારે ૧૮ વર્ષની સિદ્ધિની ગાથા રજુ કરતું એક ખાસ થીમ સોંગ અભિલાષ ઘોડાએ લખ્યું છે અને મૌલિક મહેતાએ સ્વરબઘ્ધ કર્યું છે. જેની સમગ્ર કોરીઓગ્રાફી જાણીતા કોરીઓગ્રાફર કૃણાલ સોની સાંભળી રહ્યા છે. તો ડ્રેસ ડીઝાઈન અનેક ફિલ્મોના ડ્રેસ ડીઝાઈનર તરીકે સેવાઓ આપનાર પૌરવી જોશી સંભાળે છે.

આ વર્ષે પણ દર વર્ષની માફક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટ્રાન્સ મીડિયાને સહકાર સાંપડયો છે. જયારે ઈસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક અને જસ્મીન શાહના અમદાવાદ ખાતેના મિત્રો પણ અદભુત સહકાર સાંપડયો છે. સમગ્ર ઈવેન્ટને સફળ બનાવવા જસ્મીન શાહની સાથે છેલ્લા ૧૭ વર્ષથી રાજુ સાવલા, જીજ્ઞેશ ભુતા, અભિલાષ ઘોડા, દીપક અંતાણી, રાજકુમાર જાની, ભૂમિકા શાહ સંપુર્ણ રીતે કાર્યરત છે.

 * ગુજરાતી ફિલ્મ ‘નટ સમ્રાટ’ને ૧૨ નોમીનેશન્સ
* ગુજરાતી ફિલ્મો ‘ઓકસીજન’, ‘પાઘડી’ અને ‘રેવા’ને ૧૧,૧૧ નોમીનેશન્સ
* ફિલ્મ: ‘લાંબો રસ્તો’એ ૯ નોમીનેશન્સ
* ‘શરતો લાગુ અને એક રાધા એક મીરા’ ૮, ૮ નોમીનેશન્સ
* ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડને ૭ નોમીનેશન્સ
* બેક બેન્ચર અને આઈ.એમ.એ.ગુજજુને ૪, ૪ નોમીનેશન્સ
* બગાવત અને બેફામને ૩-૩ નોમીનેશન્સ
* ધાકડ, ઉન્ધીનાપુર, મિજાજ, ગૌરક્ષક અને રૂપિયો નાચ નચાવે ફિલ્મોને ૧, ૧ નોમીનેશન્સ
* ટ્રાન્સમીડિયા સ્વ.ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ ઈન્દ્રકુમાર અને અશોક ઠાકરિયાને
* ટ્રાન્સ મીડિયા સ્વ.હેમુગઢવી એવોર્ડ જાણીતા પાર્શ્વગાયક કરસન સાગઠીયાને
* ટ્રાન્સ મીડિયા સ્વ.મનોહર કાનુંન્ગો જૈન રત્ન એવોર્ડ જયંતીલાલ ભીમરાજ જૈન
* ટ્રાન્સ મીડિયા મહેશ નરેશ એવોર્ડ સંગીતકાર બેલડી ‘સચિન-જીગર’ને
* ટ્રાન્સ મીડિયા વિશેષ એવોડ જાણીતા લોક ગાયિકા ગીતા રબારીને
* ટ્રાન્સ મીડિયા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ (પુરુષ) હોમી વાડિયાને
* ટ્રાન્સ મીડિયા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ (સ્ત્રી) ગોપી દેસાઈને

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.