મહારાષ્ટ્રના ખેડુતો આક્રમક મુડમાં: સંપૂર્ણ દેવા માફી અને સ્વામીનાથન સમીતીની ભલામણોનો અમલ કરવા સહિતના પડતર પ્રશ્નોને લઇ નાસિકથી મુંબઇ સુધીની પગપાળા રેલી
વિવિધ પ્રશ્નોને લઇ જગતનો અતિમુશ્કેલીમાં અને ઉગ્ર રોષમાં છે. મહારાષ્ટ્રના ખેડુતો આક્રમક મુડમાં મુંબઇ પહોચ્યા છે. લોન માફી અને પાણી મુદ્દે ગુજરાત સાથેના કરાર સહીતના પ્રશ્નોને લઇ ખેડુતો મહારાષ્ટ્ર વિધાનસભાને ધેરી છે. મહારાષ્ટ્રમાં આજનો દીન ખરાખરીના જંગનો દીન સાબિત થશે.
૬ માર્ચના રોજ નાસિકથી ધરતીપુત્રોએ પગપાડા રેલી શરુ કરી હતી. ૬ દિવસમાં તેમણે ૧૮૦ કીમીનું અંતર ચાલીને કાપ્યું છે. તેઓ મુંબઇ પહોંચી ગયા છે અને અહીં વિધાનસભાનો ઘેરાવ કરી પોતાના પ્રશ્ર્નોને રજુ કરશે. ૩૦,૦૦૦ જેટલા ખેડુતો એક જુથ થયા છે અને શિસ્તબઘ્ધ રીતે નાસિકથી મુંબઇ ચાલીને આવે અને પોતાનો અવાજ રજુ કરે એ એક ચોંકાવનારી બાબત છે.
દેશ અને રાજયની વિધાનસભાઓ ખેડુતલક્ષી બજેટ રજુ તો કરી દે છે પરંતુ ત્યારબાદ તેનો અમલ ન કરાતા આ બજેટો માત્ર ખેડુત દિન ના નામે જ રહી જ જાય છે. મહારાષ્ટ્રના ખેડુતોની ધીરજનો અંત આવ્યો હોય તેમ મોટી સંખ્યામાં ખેડુતો એક થયા છે અને પ્રશ્ર્નનો નિવેડા અર્થે સરકાર સામે રેલી સ્વરુપે શસ્ત્ર ઉગામ્યું છે.
મહારાષ્ટ્રના ખેડુતોની માંગ છે કે, સરકાર તેમને સંપૂર્ણ દેવામાફી આપે, કૃષિ પેદાશો માટે યોગ્ય ભાવ આપે અને સ્વામીનાથન કમીશનનો લાગુ કરે. પોતાની આ માંગણીઓ મહારાષ્ટ્ર સરકારના કાન સુધી પહોંચે તે માટે ખેડુતો નાસિકથી મુંબઇ ચાલી આવ્યા છે. દરરોજ ૩૦ કીમી ચાલીને મુંબઇ સુધી પહોચ્યા છે. આ જોઇને નિશ્ચિત થાય છે કે મહારાષ્ટ્રના ખેડુતોની ધીરજ ખુંટી છે તેઓ પોતાના પડતર પ્રશ્નોને લઇને કેટલી પીડા ભોગવતા હશે.જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર રાજય કિસાન સભા અને ઓલ ઇન્ડીયા કિસાન સભાના નેતૃત્વમાં ખેડુતોએ આ રેલી કાઢી હતી. સામ્યવાદી પક્ષ ઉપરાંત શિવસેના અને મનસે એ પણ ખેડુતોને ટેકો આપ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, ખેડુતોના દબાણથી સરકાર પ્રશ્ર્નો અને માંગો સ્વીકારશે કે કેમ? ખેડુતોની નાસિકથી મુંબળ સુધીની વિશાળ રેલી અને વિઘાનસભા ધેરવાના દ્રઢ નિર્ણયથી મુંબઇ પોલીસ પણ હરકતમાં આવી છે અને ખેડુતોને રોકવાના પ્રયાસોમાં છે.
એક તરફ ખેડુતો પડતર પ્રશ્નોને લઇ આક્રમક મુડમાં છે તો બીજી તરફ હાલ, બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વિઘાર્થીઓને પેપર આપવા પરીક્ષા ખંડ પર પહોચવા મોડું ન થાય તે માટે ટ્રાફીક, સીકયુરીટી ડીપાર્ટમેન્ટ પણ કાર્યવાહી કરી રહ્યું છે. મુંબઇ ડીવીઝન બોર્ડના ચાર્જ સેક્રેટરી સુભાષ બોર્સે કહ્યું છે કે, વિઘાર્થીઓ સોમવારે તેમના પેપર માટે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટેની વ્યવસ્થા કરાઇ છે.
ખેડુતોની સાથે આ રેલીમાં તેમના પરિવારજનો પણ જોડાયા છે. ઓલ ઇન્ડિયા કિશાન સભાના અજીત નવલે સરકાર સમક્ષ પ્રશ્ર્નો કરતા જણાવ્યું હતું કે, શા માટે ખેડુતો પગપાડા કરી આટલી મોટી રેલી યોજી મુંબઇ આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે ૪ હજાર કરોડથી વધુની લોન માફ કરવા જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ ન થતા ખેડુતો ના પ્રાણ સમા પ્રશ્ર્નો એમને એમ જ છે.
આપનો દેશ કૃષિ પ્રદાન છે જેનો સીધો શ્રોય આપણા ધરતીપુત્રોને જ જાય છે. પરંતુ આપણા દેશમાં ધરતીપુત્રો વિવિધ પ્રશ્ર્નોને લઇ પીડાય રહ્યા છે. જેનો ઉકેલ લાવવો સરકારની જવાબદારી છે. અને આ રીતે ખેડુતો રસ્તા પર ઉતરી રેલી યોજી વિરોધ દર્શાવે અને સરકાર પ્રત્યે મનમાં આક્રોશ ઉભો થાય તે શરમજનક વાત છે હવે જોવાનું એ રહ્યું કે ખેડુતોની આ માંગણીઓ, પ્રશ્ર્નોને સરકારની વાચા મળશે કે કેમ??
મહારાષ્ટ્રમાં આજનો દીન ખરાખરીના જંગનો દીન: ધરતીપુત્રોના પ્રાણસમા પ્રશ્નોને વાચા મળશે કે કેમ?