શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ડો.વિજય ધડુકના હસ્તે જગદીશ ત્રિવેદીનું સન્માન
સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા તિષ્ઠાનમ્ (એસજીવીપી) અમદૃાવાદૃના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદૃાસજીના વડપણ નીચે એસજીવીપી ગુરુકુલ અમેરીકા ખાતે હિંદૃુધર્મની તમામ ધારાના સમન્વય સ્વરૂપ સ્વામિનારાયણ સનાતન મંદિરનું સવાનાહ, જ્યોર્જીયામાં નિર્માણ થયું.હિંદુત્વની ધજા લહેરાવતા સ્વામિનારાયણ સનાતન મંદિરના ‘મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’માં જ્યોર્જીયા ઉપરાંત અમેરીકાના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા.
મહોત્સવના ભાગરૂપે મહા વિષ્ણુયાગ, પોથીયાત્રા, ભગવદ્ કથા, સંત આશીર્વાદ, ઠાકોરજીની નગરયાત્રા, બાલમંચ, મહિલામંચ વગેરે અનેકવિધ આયોજનોમાં એક રાત્રીએ સત્સંગ મનોરંજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.અમેરીકન ભારતીય ભાવિકોને સુસંસ્કૃત મનોરંજન માટે ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જગદૃીશભાઈ ત્રિવેદૃી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
મનોરંજન ડાયરાના મંગલ આરંભે નિવ્યસની જીવન અને સંસ્કારયુક્ત સાહિત્ય પીરસનારા જગદૃીશભાઈ ત્રિવેદૃીને બિરાદૃાવતા સ્વામી માધવપ્રિયદૃાસજીએ જણાવ્યું હતું કે, એકાવન વર્ષની ઉંમરબાદ જગદીશે અનોખી રીતે વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો છે. પોતાના કાર્યક્રમ દ્વારા જે ભેટ પ્રાપ્ત થાય તેને તેઓ પોતાના ઘરે ન લઈ જતા જરૂરીયાતમંદ બાળકોના અભ્યાસાર્થે વાપરે છે. આ રીતના સત્કાર્યો કરનારા સાહિત્યજગતના દિગ્ગજોમાં જગદીશે પહેલ કરી છે.
જગદીશે જીવનમાં ત્રણવાર પી.એચ.ડી.ની પદૃવી પ્રાપ્ત કરી છે. સારા હાસ્ય કલાકારની સાથે તેઓ સારા લેખક અને ઉત્તમ કવિ પણ છે. એક જ વ્યક્તિમાં હાસ્ય, લેખન અને કાવ્યનો સમન્વય જવલ્લેજ હોય છે. અનેક દેશોમાં કાર્યક્રમો આપે છે, વિશ્વમાં અનેક મોટી મોટી હસ્તીઓના મળે છે.
છતાં પણ પોતાના જીવનમાં વ્યસન, ફેશન જેવા ફેલફીતુરને પ્રવેશવા નથી દીધા. આવા પવિત્ર જીવનને કારણે આજે અમે એમને ભારતથી તેડાવ્યા છે.‘મોરના ઈંડાને જેમ ચીતરવા ન પડે’ તેમ તેમના પુત્ર મૌલિકે પણ ‘આપઘાતની ઘાત ટાળીએ’ પુસ્તકના સંકલન દ્વારા અનેક યુવાનોના જીવનમાં નવી જ ઊર્જા પુરી પાડી હતી.