આ વર્ષ ચોમાસામાં વરસાદ સારો પડે તો કપાસનો ભાવ અને ગુણવત્તા સારી રહે તેવો આશાવાદ
ગયા વર્ષે કપાસની ઓછી કિંમતોને કારણે ખેડુતો મગફળી અને અન્ય વાવેતર તરફ વળ્યા હતા. સિઝનમાં કપાસનો ભાવ ૯૦૦ થી ૯૨૫ જેટલો હતો. હાલમાં ભાવ ૧૧૦૦ થી ૧૧૨૫ થઈ ગયો છે. ગયા વર્ષે ખેડુતો દ્વારા આ વખતે વધુ વાવેતર થશે. આ વખતે ખેડુતો મગફળીનાં બદલે કપાસનું વધુ વાવેતર કરશે.
ખેડુતો પાસે હાલ મગફળી પડેલ છે પરંતુ ભાવ માત્રને માત્ર ૬૦૦ છે તો ખેડુત કઈ રીતે મગફળી વહેંચે. અત્યારના કપાસમાં વળતર સારુ મળે છે. જેથી લોકોએ કપાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગયા વર્ષે સિઝનનો ભાવ ૯૦૦ હતો અને અંતમાં ભાવ ૧૧૦૦ થઈ ગયો હતો તેવી જ પરિસ્થિતિ અત્યારનાં જોવા મળે છે.
વિઠ્ઠલભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૨૦૧૭માં ઓકટોબરમાં કપાસનાં ભાવ ૯૦૦ થી ૯૨૫ થયેલ હતો. મે મહિનામાં ૧૧૦૦ થી ૧૧૫૦ ભાવ થઈ ગયો છે. જયારે મગફળીનાં ૬૫૦ કઈ રીતે પરવળે તેથી કપાસનું ઉત્પાદન કરવા માટે ખેડુતો દોરાયા છે.
લક્ષ્મી એગ્રોનાં માલિક છગનલાલ નાથાભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં ખેડુતોની પાક લેવાની સિઝન છે. જેથી હાલમાં કપાસનું બિયારણ ખુબ જ વધારે ખેડુતો ખરીદે છે. જેમાં પણ વોલગાર્ડ એ ખુબ જ સારું બિયારણ છે. જેને ખેડુતો વધુને વધુ ખરીદે છે. લગભગ ૭૦ ટકાની આસપાસ કપાસનું વાવેતર થશે. ૨૫% જેટલું મગફળી અને બાકી તલ જેવું ઉત્પાદન કરવામાં આવશે. હાલમાં વાવેતર ચાલુ થઈ ગયું છે. દોઢ માસ પછી કપાસમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે. ગયા વર્ષે ૨૫૦૦ પેકેટ કપાસનું બિયારણ વેચેલ હતું. આ વખતે પણ ૨૫૦૦ પેકેટનું વેચાણ થાય તેવી સંભાવના હતી. ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન વધારે હતુ તેથી કપાસનું ઓછુ ઉત્પાદન હતું. સાથો સાથ તુવેર જેવા ધાન્ય વચ્ચે વાવી ખેડુતો મિશ્ર પાક પણ લેતા હોય છે. કપાસ ૬ મહિના માટે ખેતરમાં રહે છે જયારે મગફળીનું ૩ માસમાં ઉત્પાદન થઈ જાય છે.
પ્રવિણભાઈ ડાયાભાઈ રામાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બિયારણની વાત કરતા સવિશેષ માહિતી આપી કે બિયારણ એ ખુબ જ અગત્યનું છે. ખાતર પણ એટલું જ અગત્યનું છે જેટલું બિયારણ ખેડુતોના હિત માટે અને સારા ઉત્પાદન માટે બિયારણ અને ખાતર ખુબ જ અગત્યના છે.
હિતેશભાઈ બુસાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વર્ષે કપાસના ભાવ ૧૦૦૦ થી ૧૧૦૦ જેટલા રહેશે. તેનો બિયારણ ખર્ચ ૫૦૦ થી ૭૦૦ થઈ જાય છે. ખેડુત પાસે ૩૦૦ જેટલા નાણા વધે છે. કપાસનાં ભાવમાં વધારો થાય તો જ કપાસનું વાવેતર જંગી થાય નહીં તો વાવેતર ઓછું થશે. ખાસ તો હાલ કપાસમાં તેજી છે જેનું કારણ ભાવ છે. ગયા વર્ષે ભાવ ૯૦૦ હતો તે હાલ ૧૧૦૦ થયો છે તો કપાસમાં તેજી જોવા મળે છે. કપાસ વેપાર આયાત નિકાસ પર આધાર રાખે છે. સાથોસાથ કપાસનું વાવેતર સારું થશે તોજ ખેડુતોને લાભ થશે. સાથો સાથ જીનીંગ મીલની વાત કરતા જણાવ્યું કે છેલ્લા ૪ વર્ષથી જીનર્સ તકલીફમાં મુકાણા છે તો તેનું કારણ કપાસનું ઓછું ઉત્પાદન જ છે. જુના માલનો સ્ટોક પણ ખેડુતો વેચવા કાઢયો છે, વધારે ભાવ માટે.
પ્રશ્ન: ખાતરને લઈને ખેડુતમાં કેવી માંગ દેખાઈ રહી છે ?
જવાબ: અત્યારે સીઝન વાવેતરની છે અને ડિમાન્ડ પુરેપુરી છે.
પ્રશ્ન: અત્યારે ખેડુતો કયા-કયા ખાતરનો ઉપયોગ કરે છે.
જવાબ: વધારે પડતું ડીએપી ૧૨-૩૨ હોલ એએસપી વધારે વપરાય છે યુરીયા છે તેની સીઝન નથી પણ જયારે આગળ વાવેતર ઉગ્યા પછી યુરીયાની ડિમાન્ડ વધે છે.
પ્રશ્ન: અત્યારે ખેડુતો વધારે કપાસ બાજુ વળ્યા છે ત્યારે ખાતરનો કેટલો ઉપયોગ કરે છે ?
જવાબ: ખાતરનો જેટલો ઉપયોગ કરતા હોય તેટલો જ કરતા હોય છે ધારો કે તેની જરીયાત હોય તે પ્રમાણે જ નાખતા હોય છે. આમાં એવું હોય કે એક ખેડુત છે તેની પાસે જેવી અને જેટલી જમીન તે પ્રમાણે ખાતરનો ઉપયોગ કરતા હોય છે.
પ્રશ્ન: ગયા વર્ષે ખાતરનું કેટલું વેચાણ થયું અને આ વર્ષે કેટલો અંદાજ છે.
જવાબ: ગયા વર્ષે જે હતું તે પ્રમાણે આ વર્ષે ઓછું છે પણ એવરેજ જોતા ૯૦% આવી જ જાય છે.
પ્રશ્ન: સરકાર દ્વારા નીયમ કરવામાં આવ્યો છે કે ફિંગરપ્રિન્ટ લઈને જ ખાતરનું વેચાણ કરવામાં આવે છે તેને લઈને આપ શું કહેશો ?
જવાબ: ફિંગર પ્રિન્ટ એ સારામાં સારું છે કે જેથી કરીને ખ્યાલ આવે કે આ ખાતરનો ઉપયોગ ખેડુત જ કરે છે અને ફિંગરપ્રિન્ટથી ખ્યાલ પણ આવી જાય કે મારા નામથી જે વપરાણું છે ખાતર કેટલું ખેડુતના ભાગમાં ગયું છે અને કેટલું બહાર ગયું છે અમે જનરલી ફિંગર પ્રિન્ટથી વહેંચી છીએ. બહારથી કઈ દેતા જ નથી. ફિંગર પ્રિન્ટ કમપલ સરી છે અને બધા ખેડુતો સમજી ગયા છે કે આધારકાર્ડ લઈને આવે આધારકાર્ડ વગર દેતા જ નથી.
પ્રશ્ન: વધારે ખેડુતો કયા ખાતરની ડિમાન્ડ કરે છે ?
જવાબ: વધારે ૧૨-૩૨-૧૬ અને ડીએપી જનરલી વધારે યુઝ થાય છે અત્યારે જે પાયાના ખાતર છે એએસપીએ અને ડીએપીએ વધારે વપરાય છે.
કહી શકાય કે, જે આગામી સમયમાં અત્યારે ખેડુત દ્વારા કપાસનું ઉત્પાદન કરવામાં આવે કેમ કે આ વર્ષે જીનર્સો ઉઠી ગયા હતા અને તેને લઈને કપાસનું વાવેતર ખુબ જ ઓછું થયું હતું અને ખેડુત છે તે મગફળી તરફ અને અન્ય વાવેતર તરફ વળ્યા હતા. આ વર્ષે ફરીથી મગફળી સરકારી ગોડાઉનમાં એટલી ઉપલબ્ધ છે અને મગફળીનું વાવેતર મબલક (સારા પ્રમાણ)માં થયું છે. ખેડુતો સફેદ સોનું (વ્હાઈટ ગોલ્ડ) કપાસ તરફ વળ્યા હોય તેવું જોવા મળ્યું છે અને આગામી સમયની અંદર કપાસનું વાવેતર થાય અને નં-૧ કપાસનું વાવેતર થાય તેવી શકયતા જણાય રહી છે. સાથો-સાથ ખેડુતને પણ અત્યારે કપાસની અંદર ખુબ જ ભાવ મળે તેવી શકયતા છે. કહી શકાય કે જે ખેડુત ભાઈઓ છે તે કપાસનું મબલક વાવેતર કરશે અને તેનાથી રકમ મેળવી શકે.
યાર્ડના સેક્રેટરી વી.આર.તેજાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કપાસમાં ગઈ સાલે વાવેતર થોડુ ઓછુ હતું જયારે મગફળીનું વાવેતર વધારે હતું ગયા વર્ષે ઉત્પાદન ઓછુ થવાના કારણે આ વર્ષે કપાસની માંગ વધારે છે. ભાવ ૧૧૦૦ થી પણ વધે તેવી શકયતા છે. ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થયુ હોવાથી મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો તો આ મગફળીના કડવા અનુભવને કારણે ૧૦ થી ૧૫ ટકા ખેડુતો કપાસના વાવેતર બાજુ દોરાઈ. આ વર્ષે કપાસનાં ભાવ સારા છે આવતા વર્ષે કપાસનું વાવેતર વધશે તો ઉત્પાદન વધશે. પરીણામે ખેડુતોને પણ ફાયદો થશે ખેડુતોને વધુને વધુ લાભ થાય તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તે ખુબ જ અગત્યનું છે.