મોદીના રાજયોગની ગ્રહદશા હવે મુશ્કેલીના દૌરમાં પડકારરૂપ બનશે આવનારા દિવસો મોદી માટે ભારે
દુશ્મન નો “દોસ્ત” દુશ્મન ….અને હમ થે જીનકે સહારે વો હુવે ના “હમારે”.. નિ યુક્તિ અત્યારે અમેરિકાના સંબંધોના પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અક્ષર પુરવાર થઇ રહી છે, રાજકારણ અને વહીવટ ક્ષેત્રે સતત પરિવર્તન અને પ્રયોગશીલ સ્વભાવના વિકાસ પુરુષ ગણાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતની વર્ષોજૂની વિદેશ નીતિમાં સમય અને સંજોગો અનુસાર ફેરફાર કરી લે દાયકાઓથી ભારતના દોસ્ત તરીકે રહેતા રશિયાને રાજદ્વારી રીતે સાઈડલાઈન કરીને અમેરિકા સાથે દોસ્તાના સંબંધો વધારવાની અત્યાર કરેલી રણનિતી ભારત માટે લાંબા ગાડી નુકસાનકારક અને પોતાના માટે જ કેટલાક મોટા પડકારો બનીને સામે આવી રહી હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે.
અમેરિકા પ્રત્યેની ભારતની સોફ્ટ ફ્રેન્ડલી લાઈન દ્વિપક્ષીય ફાયદારૂપ અને વિકાસ માટે અનિવાર્ય હોવાની ધારણા હવે ખોટા ભ્રમમાં પ્રવર્તી રહી છેને અમેરિકા ભારતનું ક્યારેય હિત કરે જ નહીં તેવી પરિસ્થિતિ ધીરે-ધીરે આકાર લઇ રહી છે જગત જમાદાર નું “”હરામિપણું’મોદી માટે આવનાર દિવસોમાં ખરાખરીનો ખેલ બની જાય તો હવે નવાઈ નહીં થાય, મોદીની પોલિટિકલ કેરિયરમાં આફતને અવસરમાં બદલવાની વ્યૂહરચના અને ચાણક્ય બુદ્ધિની “તવારિખ” ગુજરાતના રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સક્રીયતા થી લઈ દિલ્હીની ગાદી સર કરવા સુધીની તવારિખ માં વડાપ્રધાનના દરેક નિર્ણય લાંબા ગાળે ફાયદા અને કોઈ પણ પરિસ્થિતિમાં આફતને અવસરમાં બદલવાની જશ રેખાની જેમ અમેરિકા સાથેના મૈત્રી આ સંબંધોની ગણતરીમાં થાપ ખાઈ ગયા હોવાનું હવે સામે આવી રહ્યું છે….
ભારત આઝાદ થયું ત્યારથી ચીન પાકિસ્તાન જેવા સરહદ પરના શત્રુ અને વિકાસ માટે ની સહાય ની જરૂરિયાતો ને લઈને ભારત હંમેશા રશિયાને પોતાનું મિત્રો ગણતું આવ્યું છે અને રશિયાના શાસકો પણ ચીન અને અમેરિકા જેવા વિસ્તારવાદી રાષ્ટ્રો એશિયામાં પગ પેસારો ન કરી જાય તે માટે ભારતને હંમેશા રાજદ્વારી અને ભૌગોલિક ધોરણે રક્ષણ આપતું હતું એટલું જ નહીં પોતાના જૂથના રાષ્ટ્ર સાથે ભારતના વેપાર વ્યવહાર અને સંરક્ષણની દ્રષ્ટિએ પણ મિત્ર રાષ્ટ્ર તરીકે ભારતને કાયમી ધોરણે હૂંફમા રાખતું હતું હવે સોવિયેત રશિયાના વિભાજન બાદ ની બદલાયેલી પરિસ્થિતિમાં રશિયાએ પણ પોતાના સંબંધો ની જવાબદારી સીમિત કરી લેવાની રણનીતિ અત્યાર કરી છે પરંતુ ભારતે પણ રશિયાના બદલે અમેરિકા તરફ ઝુકાવ વધારતા લાંબા ગાળે અમેરિકા ભારત ની જુગલબંધી ભારત માટે ફાયદારૂપ બનશે કે નુકસાનકારક તેના પ્રશ્નનો જવાબ હવે ધીરે ધીરે સામે આવી રહ્યો હોય તેમ અમેરિકાની કૂટનીતિ અગાઉની જેમ અત્યારે પણ ભારતને કયારેય ફાયદો થાય તેવી રહી જ નથી તેવા સંજોગોમાં ભારત અને અમેરિકાના મિત્ર ભર્યા સંબંધો ના વાતાવરણ વચ્ચે પણ અમેરિકાના દરેક પગલા ભારત માટે લાંબાગાળે નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય મુશ્કેલીઓ આગામી દિવસોમાં અમેરિકાની આજ રણનીતિને કારણે વધવાની છે તે નિશ્ચિત બની છે.
આજા ‘જીજા‘ લેજા ‘વિઝા’ ! નરેન્દ્ર મોદી સાથે અમેરિકાની મૈત્રી ભારત માટે લાંબાગાળે નુકસાનકારક
અમેરિકાએ જગત જમાદારી કરીને અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે કરેલી સૈનિક કાર્યવાહીમાં વર્ષો પછી અમેરિકાને પીછેહઠ કરવાની પરિસ્થિતિ ઊભી થઇ છે પહેલી મેથી અમેરિકાના દરો ધીરે ધીરે અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચાઇ જવાના છે તાલિબાનોને રાજકીય માન્યતા મળી જવાની છે બીજી તરફ તાલિબાનો, પાકિસ્તાની આતંકવાદીઓ ની હવે જુગલબંધી સમગ્ર વિસ્તારને વધુ ખેદાનમેદાન કરી નાખે તેવી પરિસ્થિતિમાં ભારત માટે તાલિબાનો , પાકિસ્તાની આતંકવાદીઓની સાથે સાથે કેનેડામાં ભરાઈ બેઠેલા ખાલિસ્તાની ચળવળકાર ભારતના ગદ્દારો ને અફઘાનિસ્તાનમાંથી અમેરિકા ની પીછેહઠ મોકલા મેદાન જેવી પરિસ્થિતિ ઊભી કરી દેશે.
છેલ્લા ઘણા સમયથી કેનેડાના ખાલિસ્તાની યુરોપ અમેરિકા અને એશિયાના કેફીદ્રવ્યોના કારોબારમાં જોડાઈ ગયા છે, તાજેતરમાં જ બે મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ મ ઝડપાયેલા 32 જેટલા આરોપીઓ માં બે ડઝન જેટલા આરોપીઓ ના કનેક્શન મુળ પંજાબ ના ખાલિસ્તાની વાદીઓ સાથે જોડાયેલ નીકળ્યા છે ભારત ઘણા લાંબા સમયથી ખાલિસ્તાન ને યુરોપ અને ખાસ કરીને કેનેડા માંથી મદદ મળતી હોવાની ફરિયાદો આવતું રહ્યું હતું પરંતુ કોઈ ધ્યાન આપતું નહોતું હવે કેનેડા નથી પકડાઈ રહેલાપંજાબીઓ પાસેથી હિરોઈન અફીણ, કોકેઈન ની સાથે સાથે ઓટોમેટીક રાઈફલો અને કરોડો ડોલરની મતા ખાલિસ્તાન વાદી ભારતના ગદ્દારો ના કનેક્શન ના પુરાવો આપી રહ્યા છે,બદલાયેલી પરિસ્થિતિમાં ભારત માટે અમેરિકાનું અફઘાનિસ્તાનમાંથી પાછું જવું, તાલિબાનોને મળનારો છૂટોદોર અને પાકિસ્તાનની રાજકીય અંધાધૂંધી ની પરિસ્થિતિ માં અમેરિકાએ જાણે કે આંખ મિચામણા કરીને તાલિબાનોને છૂટ્ટા મુકી દઈ પરોક્ષ રીતે પાકિસ્તાનના આંતકીઓને તાલિબાનો સાથે એકરૂપ થવાનું મૂકો આપ્યું છે ભારત માટે તાલિબાનો અને પાકિસ્તાની આતંકવાદીઓ ની સાથે સાથે ખાલિસ્તાની તત્વોની ઊભી થનારી ધરી ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકશે.
અત્યાર સુધી રશિયા વચ્ચે ના સારા સંબંધોના કારણે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ભારત વિરોધી દેશો પર રશિયાનું દબાણ રહેતું હતું ચીન સામે પણ ભારતને સરહદી સુરક્ષાની સાથે સાથે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ ભારતને રશિયાની મદદ મળતી હતી હવે અમેરિકા તરફ ના ભારત ના ઝુકાવ ના કારણે રશિયા નો ટેકો ભારતને મળતો ન હોવાથી ભારતના ધણી બાજુના દુશ્મનો મા ચીન પાકિસ્તાન અફઘાનિસ્તાનનાં શક્યો અને કેનેડાના ખાલિસ્તાન વાદી તત્વો ને માથુ ઉચકવાની તક મળશે આમ જોવા જઈએ તો રશિયા નો સાથ છોડીને અમેરિકાની મૈત્રી ની કિંમત ભારતને લાંબા ગાળે ખૂબ જ મોટી આફતની ચિંતાઓથી ચૂકવવી પડે તો નવાઈ નહીં. આવનારા દિવસો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અફઘાની તાલિબાનો પાકના નાપાક તત્વો અને ખાલિસ્તાની જેવા ભારત વિરોધી ગદ્દારો મોટી ચિંતાનું કારણ બને તો નવાઈ નહીં.