અફઘાન મુદ્દે અમેરિકાની ઘર વાપસીથી અફઘાન બર્બાદી તરફ, હવે બિડેન તંત્રને લાગે છે કે ઉતાવળું પગલું ભરાઇ ગયું
અમેરિકાના સૈનિકોએ અફઘાનીસ્તાનના બગરામ એરબેજ પરથી ગયા અઠવાડિયાએ અફઘાનીસ્તાન સરકારને જાણ કર્યા વિના જ બિસ્તરા પોટલા બાંધી લીધા તેનો હવે જગત જમાદારને અફસોસ થવા લાગ્યો છે. અમેરિકાના સંસદો અને રાજકીય વિશેષજ્ઞોએ પ્રશ્નો ઉઠાવ્યા છે અફઘાનીસ્તાન નિશ્ર્ચિતપણે ગ્રહ યુધ્ધ ફાટી નીકળશે. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ અશરફ ધાનીએ અમેરિકા સમક્ષ આ અંગેની ચેતવણી પણ ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે દેશમાં તાલીબાનોનો પ્રભાવ વધી જશે, મહિલાઓ ફરીથી ગરતાંમાં ધકેલાઇ જશે અને દેશમાં ફરીથી મુલ્લાઓનું રાજ થઇ જશે. અમેરિકાએ અફઘાનીસ્તાન છોડવાનો નિર્ણયનો અમલ કરવામાં ઉતાવળ કર્યુ હોવાનો હવે શૂર ઉઠી રહ્યો છે.
થોડા વર્ષો પહેલા જેવી રીતે અફઘાનીસ્તાનને સરીયત કાયદાથી જકડી લેવામાં આવ્યું હતું અને ફરીથી આ જ હાલ તરફ અફઘાનીસ્તાન ઘસેડાઇ રહ્યું છે. અમેરિકાને હવે અફઘાનીસ્તાનની ચિંતા થવા લાગી છે અને સૈનિકોની વાપસીની પ્રક્રિયા ધીમી કરી દેવાની જાહેરાત કરી છે. પરંતુ ખરેખર તો અમેરિકાની આ ચિંતા મગરના આંસુ જેવી ગણાવાઇ રહી છે. અમેરિકાને જ્યાં સુધી ગરજ હતી ત્યાં સુધી તેણે અફઘાનીસ્તાનને સાચવવાનો દેખાવ કર્યો હવે ગરજ પત્તી એટલે વેધ વેરીની જેમ અમેરિકાએ ચાલતી પકડી છે. પરંતુ અફઘાનમાંથી પગ હટાવી લીધા પછી સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને અફઘાનીસ્તાનમાં ચીનનો માર્ગ મોકળો થઇ જાય અને આર્થિક તંગીનો લાભ લઇ ચીન અફઘાનીસ્તાનમાં પગ પેસારો કરે તેની અમેરિકાને ચિંતા જાગી છે. બેઇજીંગ સાથે અફઘાનીસ્તાનના ઘરોમાંથી આમ પણ અમેરિકા ચિંતિત છે જ હવે જ્યારે અમેરિકા અફઘાનીસ્તાનમાંથી સંપૂર્ણપણે પાછુ જઇ રહ્યું છે ત્યારે ચીનને સમગ્ર વિસ્તારમાં પગ દંડો જમાવવામાં પૂરી આઝાદી મળી રહેશે. અમેરિકાને અફઘાન કે તેના નાગરિકોની જરાપણ ચિંતા નથી. તેને એક નવી ચિંતા થવા લાગી છે તે ચીનનો પ્રભાવ વધી જશે તો ? આ કારણે જ અમેરિકાએ ગઇકાલે ફરીને અફઘાનની ચિંતાની વાતો કરવા લાગી છે અને સૈનિકોની વાપસીની પ્રક્રિયા ધીમી કરી નાખી છે.
અફઘાન શરણાર્થીઓ માટે પાકિસ્તાન રેફ્યુજી કેમ્પ બનાવશે
અફઘાનીસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠને લઇને તાલીબાનોએ એક પછી એક જિલ્લામાં કબ્જો લેવાનું શરૂ કરી દીધું છે અને સરીયતના નિયમો પણ લાગૂ કરી દીધા છે જેમાં મહિલાઓને પુરૂષ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ, પુરૂષો માટે ફરજીયાત દાઢી, ક્ધયા શાળાઓ બંધ કરાવવા જેવા ફરમાનોને લઇને દેશભરમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. અને વ્યાપકપણે હિજરત થઇ ચુકી છે
ત્યારે પાકિસ્તાને સરહદે દાખલ થઇ રહેલા અફઘાન હીજરતીઓ માટે બલુચીસ્તાનમાં રેફ્યુજી કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી છે. અફઘાનમાં વર્ગ વિગ્રહની સ્થિતિમાં પાકિસ્તાનમાં આમ પણ 30 લાખ અફઘાની નાગરિકો શરણાર્થીઓ તરીકે રહે છે. હવે તેમાંથી કેટલાં લોકો આતંકીઓ સાથે જોડાયેલાં છે. તેની તપાસ શરૂ કરવામાં આવશે. અમેરિકાનો સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ