રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૧૫ ટ્રેકટર, ૧૫ છકડા, જીપ, હાથી, ઘોડા સહિતનાં આકર્ષણો હશે

ભાવનગરમાં કેસરીયા માહોલ સાથે ૩૪ મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોય ત્યારે રથયાત્રાનું આયોજન કરનાર હરૂભાઇ ગોંડલીયા સાથે વાતચીત કરતા હરૂભાઇ એ જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસે તા. ૪ જુલાઈ ગુરૂવારના રોજ ભાવનગરની રથયાત્રા સવારે આઠ વાગ્યે પ્રસ્થાન કરશે.જેમાં ત્રણટન ચણા ની પ્રસાદી. ૧૦૦ ટ્રકો ૧૫ ટ્રેક્ટરો તેમજ ૧૫ છકડા, જીપ, હાથી, ઘોડા તેમજ રાષ્ટ્રીય ધાર્મિક સંસ્થાઓ જોડાશે.

jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar
jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar
jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar
jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar

આ રથયાત્રા ગુજરાતમાં બીજી અને હિન્દુસ્તાનમાં ત્રીજી રથયાત્રા છે.આ રથયાત્રાની શરૂઆત ૧૯૮૬ માં શરૂ થયેલ. જેના અધ્યક્ષ સ્વ.ભીખુભાઇ ભટ્ટ હતા જેઓનું અવસાન ૧૯૯૨માં થતાં જવાબદારીઓ હરૂભાઇ ગોંડલીયા પર આવી હતી.

jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar
jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar
jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar
jagannathjis-preparations-for-the-rathayatra-in-bhavnagar

ભાવનગરના નેક નામદાર મહારાજના હસ્તેછેડા પૂજાની વિધિકરાયા બાદ ભાવનગરના મંત્રીઓ, ધારાસભ્યઓ તેમજ સાધુ સંતોની હાજરી માં પૂજાવિધિ કરી આ રથયાત્રા સવારે આઠ વાગ્યે પ્રસ્થાન કરશે. રથયાત્રાના ભગવાનના રથમાં અગિયાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ૨૦૧૦ માં પચ્ચીસમી સિલ્વર જયુબેલી હોવાથી રૂપિયા પંદર લાખના ખર્ચે અઢી સો ગજ ફૂટ સેવનના લાકડા માંથી ભવ્ય બનાવવામાં આવ્યો. રથમાં અદ્યતન લાઇટિંગ તેમજ આ રથમાં વાઇ ફાઇની સગવડતા સાથે ભારતભરમાં આ રથયાત્રાને લાઇવ જોઇ શકાય તેવી સુવિધાઓથી સજ્જ કરાયો છે. આ રથયાત્રા સાડા સત્તર કિલોમીટરના રૂટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ચાલીને સુભાષનગર જગન્નાથજી મંદિર ખાતે પૂર્ણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.