આગેવાનો અને ભાવિકો દ્વારા સામૈયા કરાશે
તા. 9-7 શનિવાર અષાઢ સુદ-10 ના દિવસે પ.પૂ. આ. હેમચંદ્રસુરીશ્ર્વરજી મ.સા.ના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પ.પૂ. પંન્યાલ પ્રવર સત્વબાંધિ વિ. મ. સાહેબજી તથા પ.પૂ. ભકિતસૂરી સમુદાયના સાઘ્વીજી પ.પૂ. સત્યાનંદજી મ.સા. આદિ સાધુ સાઘ્વીજી ભગવંતોનું ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશનું સામૈયુ સવારે 8045 કલાકે આદીનાથ ગૃહ ચત્ર્યિ જિનાલય જીમાખાના મેઇન રોડથી શરુ થઇ યાજ્ઞીક રોડ, જાગનાથ શેરી નં. 6 થઇને મહાવીર સ્વામી જિનાલય દર્શન કરીને મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવન પધારશે.
સામૈયામાં રાજકોટ, સુ.નગરના બેન્ડ, વેશ ભુષા સાથે નાના બાળકો, બેડાધારી શ્રાવિકા બહેનો રાજકોટ, સુ.નગર, જામનગર તથા અન્ય સ્થળેથી ગુરુભકતો પધારશે.ભવ્યાતિભવ્ય સામૈયામાં રંગબેરંગી રંગોળીઓ, ગૌઉલીઓ, સાફાધારી શ્રાવકો ઘ્વજા દંડ સાથે જાગનાથ સંઘના યુવાનો સુશોભનાને ચાર ચાંદ લાગાવશે.પ.પૂ. પંન્યાસ પ્રખર સત્વબોધિ મ.સા. ના પ્રવચનો માં બહોળી સંખ્યામાં શ્રાવકી શ્રાવિકાઓ લાભ લ્યે છે.
ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનસરા ગ્રંથ ઉપર દૈનિક પ્રવચનો અષાઢ સુ.14 તા. 12-7 મંગળવારથી દૈનિક સવારે 7.30 થી 8.30 નો સમય રહેશે.ચાર્તુમાસ દરમ્યાન તા. 17-7 રવિવાર સવારે 9/15 કલાકથી જીવન શણગાર શિબિર તા. 24/7 રવિવાર સવારે પ કલાકે અશ્રુસભર સંવેદન, તા. 31-7 રવિવાર સવારે 9 કલાકે પ્રભુજીના ચ્યવન કલ્યાણની ઉજવણી, તા. 7/8 રવિવાર સવારે 9 કલાકે પ્રભુજીના જન્મ કલ્યાણકની ઉજવણી, તા. 14/8 રવિવાર પ્રભુજીના દિક્ષા કલ્યાણની ઉજવણી, વિશિષ્ટ પ્રકારના પ્રભુ ભકિતના કાર્યક્રમો પુજયશ્રીની નિશ્રામાં યોજાશે.
પ.પૂ. યંન્યાસજી 108 આયંબીલ નિશ્રામાં આરાધક છે. છતાં તેમની વિશિષ્ટ પ્રકારની પ્રભુ વાણીથી ભકતો આત્મીય આનંદ મેળવે છે.પ્રવેશના દિવસે સામુહિક આયંબિલ આરાધના રશ્મીબેન જીતેન્દ્રભાઇ શાહ પરિવાર, બુંદી લાડુ પ્રભાવના વસંતબેન વાડીલાલ વસા પરિવાર, હ. રેખાબેન મહેશભાઇ વસા, રૂ. 10 ની પ્રભાવના રક્ષીતભાઇ જે. શાહ, રેખાબેન ભદ્રેશભાઇ દોશી, ચંપકલાલ બાબુલાલ મહેતા, જયોતિબેન લલીતભાઇ બખાઇ, સતીષભાઇ ઉમેદલાલ ઝવેરી પરીવારો તરફથી પ્રભાવના કરવામાં આવશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જાગનાથ ટ્રસ્ટી મંડળ તમામ કાર્યવાહક કમીટીના શ્રાવક શ્રાવિકાએ કાર્યરત છે. જાગનાથ સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખએ યાદીમાં જણાવેલ છે.