રાજકોટમાંથી ૩૨ બસો રવાના; શહેરનાં ૩૦૦૦થી વધુ લોકોની પાલીતાણામાં પ્રદક્ષિણા

શહેરમાં આવેલા જાગનાથ જીનાલય ખાતે શત્રુંજય ભાવયાત્રાનું વિધી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વર્ષમાં એક જવાર શેત્રુંજયમાં ગીરીરાજની છ માસની જાત્રા થાય છે. આ યાત્રા વારખીલી જીની સાથે કરોડો સાધુમૂનીઓ એક સાથે મોક્ષવય ગયા હતા તેથી જૈન ભાવિકો માટે ખૂબજ મહત્વનો દિવસ છે ત્યાં ન જઈ શકતા ભાવિકો માટે રાજકોટ જાગનાથ જીનાલય ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે માટે જાગનાથ જીનાલયના સેક્રેટરી દિલેશ જસવંતરાય શાહ તથા તેમની કમિટી સાથે અનેક મહાઅનુભવો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં શેત્રુંજય વિધી બાદ ભવ્ય ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે.

તથા અનેક સાધુમુનિઓ અહી ઉપસ્થિત રહ્યા હતા તથા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શેત્રુંજય ભાવયાત્રા વિધીનાંલાભ લીધો હતો આ સંઘ શત્રુંજયનો દરેક ક્ષેત્રના આયોજન કરવામાંઆવે છે. અને ભવ્ય સંઘનું આયોજન કરવામાં આવે છે તેને ઢેબરાતેરસથી પણ ઓળખાય છે. આ કાર્યક્રમ મોક્ષવર્ય ગયેલા સાધુમૂની માટે રાખવામાં આવે છે. આ શેત્રુંજય ભાવયાત્રામાં અનેક દેશનાં માણસો જાય છે.ત્યાં કરોડોની સંખ્યામાં લોકા ઉપસ્થિત રહે છે.20190319120909 IMG 4483

ત્યારે ખાલી રાજકાેટ ખાતે જ ૩૨ બસ મોકલવામાં આવી છે. અંદાજે રાજકોટનાં ૩૦૦૦થી વધુ લોકો ગયા છે. તથા ગયેલા જૈન ભાવિકો આ યાત્રા દરમ્યાન કોઈ પણ વસ્તુ ખાતા પીતા નથી ભૂખ્યા પેટે જ આયાત્રા સંપન્ન કરે છે.તેથી આ જૈન ભાવિકોની યાત્રાની સમાપ્તી બાદ અનેક શહેરોમાંથી યાત્રાળુ માટે સેવા કરવા લોકોની ભીડ ઉમટી પડે છે. સાથે જ ભૂખ્યા યાત્રાળુ માટે અનેક પ્રકારનાં ભોજનનો કાર્યક્રમ કરવામાં આવે છે જાવે કે, કાજુ, બદામ, કીસમીસ, સુકામેવા સહિત મીઠાઈઓ જેવી અનેક વસ્તુઓ ઉપસ્થિત રાખવામાં આવે છે.

સાથે જ યાત્રા કરી થાકેલ યાત્રાળુ માટે સેવા માટે તેમની સાળ સંભાળ માટે લોકો ઉપસ્થિત હોય છે. જેવા કે હાથ પગની માલીશ કરવી ગરમ પાણીના સેક જેવી અનેક સેવાઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં યાત્રાળુ, સેવાભાવિકો, સાધુમુનિઓ લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે.20190319121936 IMG 4486

જાગનાથ જીનાલયના સેક્રટરી દિલેશ જસંવતરાય શાહે જણાવ્યું હતુ કે વર્ષમાં એક જ વાર શેત્રુંજયમાં ગીરીરાજની છ ગાવની યાત્રા થાય છે. એ વારખીલી મૂની સાથે કરોડો સાધુમૂનીઓ એક સાથે મોક્ષવર્ય ગયા હતા. તેથી આજનો જાત્રાનો ખૂબજ અનેકગણો મહત્વ હોય છે. આજ એક દિવસ પૂરતી અહી જાય છે. ત્યાં કોઈપણ પ્રોબ્લેમ ન થાય તે માટે બધુ જ આયોજન કરવામાં આવે છે. શેત્રુજય ભાવ યાત્રા બાદ સંઘનું આયોજન કરવામાં આવે છે. જે ઢેબરાતેરશથી પણ ઓળખાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.