૪ રથ, વિવિધ ફલોટ્સ અને રાજસ્થાનની ટુકડી ભાવિકોમાં બની આકર્ષણનું કેન્દ્ર: ૧૦૦૦થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં: અખાડાના દાવપેચ અને રાસની રમઝટ: વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત-સન્માન: દર્શર્નાથીઓને ફણગાવેલ મગ, જાંબુ, કાકડી, ચોકલેટના પ્રસાદનું વિતરણ

ભગવાન જગન્નાજીની રથયાત્રા રાજકોટના રાજ માર્ગો પર કુલ ૪ રથ અને વિવિધ ફલોટ્સ સાથે વાજતે-ગાજતે નીકળી છે. રથયાત્રામાં રાજસ્થાની ટુકડી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેણે વિવિધ કરતબો સાથે લોકોના દિલ જીત્યા હતા. ઉપરાંત રાજકોટ શહેર પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં આશરે એક હજારથી વધુ પોલીસકર્મી સુરક્ષા વ્યવસ્થામાં હાજર રહ્યાં હતા. ૩૦૦ થી વધુ બાઇક, ૫૦ થી વધુ ફોરવ્હીલ, ટ્રક, જીપ અને મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રાને ઠેર-ઠેર લોકો નીહાળી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા રૂટના ભાવિકો માટે ઠંડાપીણા, સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રથયાત્રાનો ઉદ્દેશ્ય શાંતિ અને સનાતન ધર્મની જાળવણી: મહંત ત્યાગી મનમોહનદાસ

jagananjis-rath-yatra-against-vajate-gajate-highways
jagananjis-rath-yatra-against-vajate-gajate-highways

મહંત ત્યાગી મનમોહન દાસે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના દિવસે ભગવાન જગન્નાજીએ નગર ભ્રમણ કરીને સ્વયં નગરજનોને દર્શન આપ્યા હતા, ત્યારથી જ આ પરંપરા ચાલી આવી રહી છે. દરેક અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાજી ભક્તોને સ્વયં દર્શન આપવા નિકળે છે. યાત્રાનો ઉદ્દેશ્ય શાંતિ અને સનાતન ધર્મની જાળવણી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રાના દર્શન માત્રી જીવનના સર્વે દુ:ખ દર્દ વિઘ્નો દૂર થાય છે.

રથયાત્રામાં ૧૦૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત: મનોહરસિંહ જાડેજા

jagananjis-rath-yatra-against-vajate-gajate-highways
jagananjis-rath-yatra-against-vajate-gajate-highways

મનોહરસિંહ જાડેજાએ (નાયબ પોલીસ અધિક્ષક-ઝોન-૨ રાજકોટ) સુરક્ષા વ્યવસ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, રથયાત્રા પૂર્વે રીહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવાયો હતો. આજે સંજોગો અને સ્થિતિને ધ્યાને લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં એક હજારથી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.

રથયાત્રામાં ‘કષ્ટભંજન દેવ’ની પણ ઉપસ્થિતિ

jagananjis-rath-yatra-against-vajate-gajate-highways
jagananjis-rath-yatra-against-vajate-gajate-highways

રથયાત્રામાં અખાડાના દાવપેચ, ધૂન-મંડળીની રાસની રમઝટ વચ્ચે હનુમાન દાદાએ પણ ભાવિકોને દર્શન આપ્યા હતા. શોભાયાત્રામાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ‘કષ્ટભંજન દેવ’ ઉપસ્થિત રહેતા ભક્તજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

jagananjis-rath-yatra-against-vajate-gajate-highways
jagananjis-rath-yatra-against-vajate-gajate-highways
jagananjis-rath-yatra-against-vajate-gajate-highways
jagananjis-rath-yatra-against-vajate-gajate-highways

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.