આંધ્રપ્રદેશનાં રાજકારણમં ખૂબજ ટુંકાગાળામાં મજબૂત નેતૃત્વ સાથે ઉભરી આવેલા વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીના લાંબા રાજકીય સંઘર્ષને આખરે સફળતા મળી છે. જગનના ટુંકાનામે ઓળખાતા યેદુગુરી સંહિતની જગન મોહન રેડ્ડી પોતાના યુવા કાળમાં સ્વનિર્ભર થવા સંઘર્ષ કર્યો હતો. પિતા અવસાન બાદ તેમનો રાજકીય વારસો સંભાળીને લાંબો સંઘર્ષ કરીને એકલાહાથે ધીમેધીમે પરંતુ મકકમતાપૂર્વક રાજકીય ક્ષેત્રે છવાઈ ગયા હતા. ગઈકાલે આવેલા પરિણામોમાં તેમની પાર્ટી વાયએસઆર કોંગ્રેસ પ્રચંડ બહુમતી મેળવી છે.જેથી, તેમની મુખ્યમંત્રી તરીકેની વરણીમાં માત્ર ઔપચારીકતા બાકી રહેવા પામી છે.

દસ વર્ષ સુધી ધીરજથી રાહ જોયા બાદ ૪૭ વર્ષનાં આ નેતાને મુખ્યમંત્રી બનવાની મહેચ્છા સપ્ટેમ્બર ૨૦૧૧માં પિતાના મૃત્યુ બાદ પ્રબળ બની હતી પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના એકમાત્ર વારસદાર જગન મોહનને ૧૯૯૯માં કર્ણાટકમાં પાવરકંપની સ્થાપીને વ્યવસાયની શ‚આત કરી હતી પિતાની છત્રછાયામાં ધંધો વિકસાવીને ૨૦૦૪માં સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રેકચર, અને મિડિયામાં પગપેસારો કર્યો ૨૦૦૪માં શરૂ ટરફ કડપ્પામાં પ્રથમવાર સાંસદ બનીને રાજકીય મહત્વકાંક્ષા ઉજાગર કરનાર જગનને ઘણી ધીરજ રાખવી પડી હતી. ૨૦૦૯માં અચાનક થયેલા પિતાના અવસાનથી જગનનું બધુ વિખાઈ ગયું તે પિતાનું રાજકીય વારસો સંભાળવા માંગતા હતા પરંતુ પક્ષનો ટેકો મળતો નહતો.

જગને ત્યાર પછી પોતાની રીતે આગળ વધવાનું મન બનાવીને વિકાસ માટેનો ભેખધરી રાજયભરમાં ઓદરયું યાત્રા કાઢીને જીલ્લા અને ગામડાઓમાં લોક સંપર્ક અને ખાસ કરીને પોતાના પિતાના સમર્થકોનો સંપર્ક જીવંત કર્યો અને ધીરેધીરે વિકાસ કામો થકી જગમોહન રાજકીય રીતે આગળ આવવા લાગ્યા પરંતુ કોંગ્રેસે આ યાત્રા અટકાવી દીધી ત્યારે ઝટકો ખાઈ ગયેલા જગને પાર્ટી સાથે છેડે ફાડવાનું નકકી કર્યુ અને ૨૦૧૦માં કોંગ્રેસમાંથી બહાર નીકળીને સંસદમાંથી પણ રાજીનામું આપી દીધું.

૨૦૧૧માં જગને પોતાની વાયએસઆર કોંગ્રેસની રચના કરી ટીડીપી સામે પડકાર ઉભો કર્યો ૨૦૧૧માં પોતના કાંડાના બળ ઉપર પાંચ લાખ મતોથી કડપ્પાની પેટા ચૂંટણી જીતી સાથે સાથે તેની માતા વિજય અમ્માને ઉલીવેન્દલાના ધારાસભ્ય બન્યા ત્યાર પછી જગને પાછુ વળીને જોયું નહિ પરંતુ ચંદ્રબાબુ નાયડુના કારણે ઘણુ સહન કરવું પડયું જગન સામે ભ્રષ્ટાચારના કેસ થયા. ધરપકડ અને ૧૬ મહિનાનો જેલવાસ ભોગવ્તયો હજુ પણ તે હૈદ્રાબાદની કોર્ટમાં તારીખોમા હાજરી આપે છે.તાજેતરની ચૂંટણીમાં જગન મોહનને મળેલી સફળતા એ તેના મુખ્યમંત્રી બનવાના સપનાને ઉજાગર કરવાની આશા જીવંત કરી છે. પુરૂષાર્થનો કોઈ વિકલ્પ નથી તે જગનના કિસ્સામાં અક્ષરસ પૂરવાર થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.