વિધાનસભા ચૂંટણીને આડે હવે ક્લાકોનો જ સમય બાકી રહ્યો છે અને દરેક વ્યક્તિએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી જરૂરથી મતદાન કરવું જોઈએ પોતાના મનગમતા પક્ષ,વ્યક્તિને લોકો મુક્ત મને મત આપી પસંદ કરી શકે છે.
દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજી અને દ્વારકામાં વિદ્વાનો સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અંગે વિસ્તૃત વિચાર મંથન કર્યું હતું. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા જિલ્લાઓમાં લોકસંવાદ યોજના હેઠળ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાનને શક્ય તેટલો સહકાર આપવા રાજ્યના જિલ્લા કલેક્ટરને સૂચના આપવાના વિષય પર આ મંથન કરવામાં આવ્યું હતું.
આ યોજના યુનો દ્વારા માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા, ભારતીય બંધારણની પ્રસ્તાવના, ભારતીય બંધારણ દ્વારા નાગરિકોની ફરજો અને ભગવદ ગીતાના સંદેશના આધારે તૈયાર કરવામાં આવી હતી. દરેક વ્યક્તિએ સાર્વત્રિક ભાઈચારાની ભાવનાથી વર્તવું જોઈએ. તે તમામ માનવીઓનું કર્તવ્ય છે. ગુનામુક્ત વિશ્વનું નિર્માણ કરવા માટે વ્યક્તિઓએ યોગ્ય સહકાર આપવો કારણ કે માનવ અધિકારોનું રક્ષણ કરવું તે ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે.