૫૦૦૦ લોકોના જ્ઞાતિજમણ સાથે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાનીની પણ ખાસ ઉપસ્થિત રહેશે: આયોજનને લઈ કાર્યકરો અબતકને આંગણે

 

રામાનંદાચાર્યજીએ સમાજમાં વ્યાપેલા વર્ણાશ્રમના ભેદભાવને તોડી સર્વે જાતિના મનુષ્યોને પોતાના સંપ્રદાયમાં પ્રવેશવાની છૂટ આપી પરિણામે સમાજ પર તેમનો ઉંડો પ્રભાવ પાડયો છે.

હિન્દુધર્મની રક્ષા, રામનામનો મહિમા તથા સૌથી વધુ મંદિર બંધાવવાનો યશ જેમના નામે કિર્તીમાન છે એવા ૧૪મી સદીમાં વિ.સં. ૧૩૦૨માં પૌષ વદ સાતમના દિવસે રામાનંદનો જન્મ થયો ગૂરૂ આજ્ઞાથી કાશીમાં જ રામાનંદ સ્વામી થયા. રામસ્મરણથી માણસ જરૂર નિર્ભય બને છે. એવું એમણે અનુભવ્યું તેથી તેમને રામસ્મરણનો મહિમા વર્ણવતા રામાનંદી સંપ્રદાયની સ્થાપના કરી સંપ્રદાયનું આચાર્યપદ ગ્રહણ કરી તેઓ રામાનંદાચાર્ય બન્યા.

એવા જગદગુરુ રામાનંદાચાર્ય મહારાજની ૭૧૯મી જન્મ જયંતી સમસ્ત રામાનંદી સાધુ સમાજટ્રસ્ટ અને સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટ દ્વારા રવિવારના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ ઉજવણીના ભાગરૂપે સમસ્ત રામાનંદી યુવા મંડળના કાર્યકરોએ અબતકની મુલાકાત લીધી.

આ તકે પ્રમુખ નિખીલભાઈ નિમાવતની આગેવાની હેઠળ દ્વારા ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે જે રથયાત્રા રામજી મંદિર, ગુંદાવાડીથી સવારે ૭.૩૦ કલાકે પ્રસ્થાન થશે તથા કેવડાવાડી, સોરઠીયાવાડી થઈ ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલની સામેનો પારડી રોડ થઈ, કોર્પોરેશન ગ્રાઉન્ડ, જલજીત હોલ સામે પૂર્ણ થશે.રથયાત્રામાં રામાનંદાચાર્ય મહારાજની હાથી ઉપર મૂર્તિ આકર્ષણ જમાવશે. તથા સંતો મહંતો અને મોટી સંખ્યામાં બાઈક, જીપ, ઘોડાગાડીઓ, ઘોડા, ધુન ભજન મહિલા મંડળ તથા અનેક ફલોટસ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે.

સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ધર્મસભા તથા જ્ઞાતિ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટના પ્રમુખ તથા શ્રી ગુણેશ્વરધામના મહંત અવધેશબાપુ, કનૈયાદાસબાપુ, ચિત્રકટીહનુમાન મંદિર કિશાનપરા ચોક, હરેશબાપુ, ગોપાલ ગૌશાળા વગેરે સંતો આર્શીવચન આપશે.

આ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુકો ભીનો કચરો નાખવા માટે ૧૦૦૦ કચરા ટોપલી સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા આપવામાં આવશે. જેનું મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીના હસ્તે વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.