જાફરાબાદ તાલુકામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ પણ જાતના ટેન્ડર પ્રસિધ્ધ કર્યા વીના રેસ્કયુ સેન્ટરનું કામ પોતાના મળતીયાઓને આપી દેવામાં આવ્યું હોવાનાં આક્ષેપ સાથે ગૌરક્ષા હિતરક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટ રાજુલા દ્વારા વન અને પર્યાવરણમાં એડિશનલ ચીફને રજૂઆત કરવામાં આવી છે.
અમરેલીના રાજુલા રેન્જ વિસ્તારમા જાફરાબાદ તાલુકાના બાબર કોર્ટમાં આવેલ રેસ્કયુ સેન્ટરમાં આધુનિક રેસ્કયુ સેન્ટરનું કામ શરૂ કરવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ આ રેસ્કયુ સેન્ટરનું કામ આ રેન્જ વિસ્તારમાં અધિકારીઓનાં મળતીયાઓને વગર ટેન્ડર આપી દેવામાં આવેલ છે. આ અંગે અમોએ માહિતી અધિકાર કાયદા મુજબ માહિતી પણ માંગેલ પરંતુ માહિતી પણ અમોને કોઈ પણ જવાબ આપેલ નથી. અને પ્રથમ અપીલમાં પણ જવાબ આપેલ નથી.
જેથી આશંકા દ્દઢ બની ગયેલ છે.આ બાબરકોટ તાલુકો જાફરાબાદ સ્થિત ચાલી રહેલ કામ અંગેનું કોઈ પણ જાતનું ટેન્ડર બહાર પાડયા વગર કામ કરવામાં આવી રહ્યું છે. જયારે નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવું ખૂબજ જ‚રી છે.આ સમગ્ર રેસ્કયુ સેન્ટરના કામની તપાસ કરવામાં આવે અને કયારેક કયારેય આ અંગેની ગ્રાન્ટના પૈસા બેંકમાંથી ઉપાડવામાં આવેલ છે. અને કોને કોને આપ્યા છે.
તેની તપાસ કરવામા આવે.અમરેલીનાં ડીએફઓ સુધીનાં અધિકારીઓ સામેલ હોય તેવું લાગે છે જેથી તેની પણ તપાસ કરવામાં આવે. ટેન્ડર વગર કામ કરનાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર સંબંધેની ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આ અંગે રાજુલા રેન્જ ઓફીસના અધિકારીઓ તેમજ અમરેલી ડીએફઓ કચેરીના અધિકારીઓ આ ભ્રષ્ટાચાર ખૂલ્લો ન પડે અને તેમાં પોતે સંડોવાયેલા હોવાથી ઢાકપીછોડો કરવામાં લાગી ગયા હોવાનું પણ જાણમાં આવેલ છે. તો આ સમગ્ર પ્રકરણમાં જવાબદારી સામે પગલા ભરાય તેવી માંગ છે.