પોલીસે તમામની અટક કરી કાનુની કાર્યવાહી હાથ ધરી

જાફરાબાદ ખારવા સમાજના નિર્દોષ માણસોને જ્ઞાતિ બહાર મુકી સામાજીક બહિષ્કાર કરનાર તેમની જ જ્ઞાતિના બની બેસેલ પટેલો તથા તેના મળતીયા આગેવાનો સહિત ચોવીસ આરોપીઓની ધરપકડ  જાફરાબાદ પોલીસે કરી હતી.

જાફરાબાદ ખારવા સમાજના માણસોને જ્ઞાતીના પટેલો તથા તેના મળતીયા આગેવાનોએ એકસંપ કરી ખારવા સમાજના (૧) શંકરભાઇ ભીખાજીભાઇ બારૈયા તથા (૨) બાબુભાઇ કાનાભાઇ ભાલીયા રહે.જાફરાબાદ વાળાઓને જ્ઞાતિ બહાર મુકી સામાજીક બહિષ્કાર કરેલ જે અંગે ગુજરાત હાઇકોર્ટ જજ  સોનીયાબેન ગોકાણીનાઓએ આ કામના ફરીયાદીની અરજ સાંભળી તેઓની ફરિયાદ બાબતે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાયને આ બાબતે તપાસ કરવા હુકમ કરતા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાઓએ કેસની વિગતોનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરી ફરિયાદી બાબુભાઇ કાનાભાઇ ભાલીયા રહે.જાફરાબાદ વાળાની તેઓના ખારવા જ્ઞાતિના આગેવાન (પટેલ) વિરૂધ્ધ  બળજબરીથી પૈસા કઢાવવા તેમજ પૈસા ન આપે તો જ્ઞાતિ બહાર મુકી દેવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કરેલ હતો.

પકડાયેલ આરોપીઓમાં (૧) નારણભાઇ કલ્યાણભાઇ બાંભણીયા  (૨) નરેશભાઇ રાજાભાઇ બારૈયા  (૩) રામજીભાઇ કાનાભાઇ બારૈયા  (૪) જીતનભાઇ ગભાભાઇ સોલંકી  (૫) ઉકાભાઇ ભીખાભાઇ સોલંકી  (૬) રાજેશભાઇ છનાભાઇ બારૈયા  (૭) રામજીભાઇ રાણાભાઇ બાંભણીયા  (૮) માલાભાઇ કાનાભાઇ વંશ  (૯) વિષ્ણુભાઇ સોમાભાઇ ભાલીયા (૧૦) ભગુભાઇ રાણાભાઇ સોલંકી  (૧૧) વશરામભાઇ કાદુભાઇ સોલંકી  (૧૨) બચુભાઇ રામાભાઇ બારૈયા   (૧૩) તુલસીભાઇ જીવાભાઇ બાંભણીયા, (૧૪) રજનીકાંતભાઇ રામજીભાઇ બારૈયા (૧૫) કમલેષભાઇ નારણભાઇ બાંભણીયા  (૧૬) જીજ્ઞેશભાઇ ભગવાનજીભાઇ બારૈયા (૧૭) ભગુભાઇ હરજીભાઇ બારૈયા (૧૮) હરેશભાઇ ધીરૂભાઇ બારૈયા (૧૯) રત્નાભાઇ ઢીસાભાઇ બારૈયા (૨૦) ધનસુખભાઇ લાલાભાઇ સોલંકી (૨૧) ગીરીશભાઇ બાબુભાઇ ભાલીયા (૨૨) શંકરભાઇ રત્નાભાઇ બારૈયા (૨૩) તુલસીભાઇ ભગુભાઇ બાંભણીયા (૨૪) શંકરભાઇ બાવભાઇ બારૈયા ઉ.વ. ૪૦ રહે.તમામ જાફરાબાદ, પીપળીકાંઠા વાળાઓને ઉપરોક્ત ગુન્હાના કામે આજરોજ તા.૧૯ના કલાક-૧૭/૩૦ વાગ્યે અટક કરી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.