પાડોશી માતા-પુત્ર સામે હત્યાનો નોંધાતો ગુનો: મૃતકનો પતિ ગંભીર
જાફરાબાદ તાલુકાના બલાણા ગામે ગટરના પાણીના નિકાલનના પ્રશ્ર્નેપદંપત્તી પર પાડોશી માતા-પુત્રએ ધોકાથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે માતા-પુત્ર સામે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બલાણા ગામે રહેતા મેઘાભાઇ પાંચાભાઇ બારૈયા અને તેમના પત્ની ભાનુબેન પર પાડોશમાં રહેતા કાનાભાઇ ડાયાભાઇ સોલંકી અને તેમની માતા લક્ષ્મીબેન ડાયાભાઇ સોલંકીએ બાવળના ધોકાથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલી ભાનુબેન બારૈયાનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ભાનુબેન બારૈયાની ગટરનું પાણી નાળામાં નીકળતુ હતુ ત્યાં કાના સોલંકીએ પાળો કરી બંધ કરી દેતા ગત તા.21મીએ બંને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા કાના સોલંકી અને તેની માતા લક્ષ્મીબેન સોલંકીએ ધોકાથી હુમલો કર્યો હતો. ભાનુબેન બારૈયાને બચાવવા તેમના પતિ મેઘાભાઇ બારૈયા વચ્ચે પડતા તેમને પણ ધોકા માર્યા હતા. બંનેને ગંભીર રીતે ઘવાતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ભાનુબેન બારૈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જાફરાબાદ પોલીસે કાના સોલંકી અને લક્ષ્મીબેન સોલંકી સામે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.