- એપ્રિલ અને મે માસમાં 2 વિધાર્થીઓના મોત નિપજ્યા !!!
ગુજરાતના વિદ્યાર્થીઓમાં હાલ અમેરિકાના બદલે કેનેડા જવાનો વધારે ક્રેઝ છે. જેનું કારણ કેનેડાની સરળ અને ઝડપી પીઆર નીતી છે. વિદેશમાં સેટ થવાની ઘેલછા વિધાર્થીઓ માટે જોખમ ઉભું કરી રહી છે અને તેમાં પણ ગુજરાતી સમુદાયના વિધાર્થીઓને માઠી અસરનો સામનો કરવો પડે છે. કેનેડામાં બીજા દેશો કરતાં પ્રમાણમાં ખર્ચ ઓછો થવાને કારણે વિદ્યાર્થીઓ આ દેશમાં જવાનું વધારે પસંદ કરે છે.
આ ઉપરાંત કેટલાંક વિદ્યાર્થીઓને જે વિષય ભણ્યા છે તે સિવાયની લાઈનમાં પ્રવેશ લઈને પણ કેનેડા જવા ઉત્સુક હોય છે. માતા પિતા પણ સસ્તામાં વિદેશમાં ભણાવવાની લ્હાયમાં કેનેડા જેવા દેશમાં પોતાના સંતાનોને મોકલે છે. તેમજ કેનેડામાં અભ્યાસ માટે મોટી સંખ્યામાં યુનિવર્સિટીઓ ઉપલબ્ધ છે જેમાં સરળતાથી એડમિશન મળી જાય છે. વિદેશમાં અભ્યાસ કરવાના અભરખાને કારણે વિદ્યાર્થીઓ પણ ગમે તે યુનિવર્સીટીમાં એડમિશન લઈ લેતા હાેય છે.
કેનેડામાં રહેલા પડકારોનો સામનો ન કરી શકનાર વિધા્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને વધુ પડતા તણાવ અને દબાણનું પ્રમાણ વધી રહ્યું છે. કેનેડામાં ગુજરાતી લોકોની વસવાટ ખૂબ વધુ છે પરંતુ એપ્રિલ અને મે મહિનામાં જે બે વિદ્યાર્થીઓના મોતની નિપજ્યા તેનાથી ગુજરાતી સમુદાયમાં ભારે શોખ વ્યાપી ઊઠ્યો છે. મનોચિકિત્સક અને સામાજિક સંસ્થાઓનું માનવું છે કે હાલ જે આત્મહત્યાનું પ્રમાણ અને જે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળના મુખ્ય બે કારણ એ છે કે જે વિદ્યાર્થીઓ પરમનેન્ટ રેસીડેન્સી ની ઘેલછા સાથે કેનેડા ગયા હોય તેઓને તે પ્યાર નથી મળતા અને નોકરી મેળવવા માટે પણ ઘણી તકલીફો વેઠવી પડે છે.
કેનેડામાં 2022માં કુલ 3.19 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા હતા જેમાંથી આશરે 20,000 થી વધુ ગુજરાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરફ જાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અને પ્રવેશ મેળવ્યા બાદ તેઓને ઘરની યાદ ખૂબ આવતી હોય છે અને અન્ય યુનિવર્સિટીનું વાતાવરણ સાથે એડજસ્ટ થવામાં પણ તકલીફ અનુભવાય છે. ગુડ નાઈટ તેઓને લાગે છે કે તેઓ જે અભ્યાસ કરશે તે મુજબ તેઓને રોજગારી મળશે કે કેમ ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાને વિદ્યાર્થીઓ માં માનસિક તણાવ ખૂબ વધ્યું છે.
બીજી તરફ કેનેડામાં અભ્યાસ સાથે આવતા વિદ્યાર્થીઓને ઘણા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સપોર્ટ કરવામાં પણ આવે છે જેથી તેઓ કોઈ માનસિક તણાવની અનુભૂતિ ન કરે. તો સાત વિદ્યાર્થીઓએ પણ પોતાની આદતો પર કાબુ રાખવાની જરૂર છે હાલ આ તમામ વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે દારૂનું સેવન તથા અન્ય ગેર પ્રવૃત્તિઓ કરવાનું પ્રમાણ વધ્યું છે.