આપણે એક મુવી કે જે આજે પણ દરેક લોકો ના હૃદય માં જીવંત છે મુના ભાઈ mbbs . તેમાં આપડે જોયું હતું કે માત્ર એક પ્રેમ થી ગળે લગાડવાથી સામે વાળા ભલે ગામે તેટલા દુખ માં હોઈ પરંતુ તેમને ફેસ ઉપર મોટી બધી સ્માઈલ આવી જાય છે અને તેને જિંદગી જીવવા માટેની જાણે નવી રાહ મળી હોય તેવું લાગે છે. હવે તમને એમ થાશે કે આજે આ વાત કેમ થઇ રહી છે !
કારણકે આજે વેલેન્ટીન વિક માં હગ ડે છે . હગ એટલે મુના ભાઈ મુજબ જાદુ કી જપ્પી…. સામાન્ય રીતે આપડે એવું માનતા હોઈ છે કે આ વેલેન્ટીન વિક માત્ર કપલ્સ માટેજ પરંતુ આજ નો દિવસ માત્ર પ્રેમી નહિ પરંતુ એ દરેક લોકો માટે છે જેમના માટે સામે વાળું વ્યક્તિ મહત્વનું છે. ઉદાહર તરીકે તમને કોઈ મુશ્કેલીમાં હોવ ત્યારે તમારા માતા માત્ર તમને ગળે લગાડીને એટલું કેહ્શે કે “બધું સરખું થઇ જશે” ત્યારે તમારી ગામે તેવી મુશ્કેલી હશે તે દુર થઇ જશે. કોઈ ને માત્ર પ્રેમ થી ગળે લાગવા એ એક થેરેપી જેવું કામ કરે છે માટે આજ નો દિવસ દરેક લોકો માટે ખાસ છે.
હગ ડે ખાસ કરીને એટલા માટે ઉજવામાં આવે છે કે જેમાં કોઈ પણ વ્યક્તિને જો કોઈ મુશ્કેલી હોઈ પરેશાની હોઈ ત્યારે તેમને માત્ર પ્રેમ થી હગ કરીને આપડે તેમની ઘણી મુશ્કેલી હળવી કરી શકાઈ. હગ એ વૈજ્ઞાનિક રીતે પણ સાબીત થયેલું છે કે તે સામેવાળી વ્યક્તિ નો સ્ટ્રેસ હગ દ્વારા હળવો કરી શકાય. માટે આ દિવસ દરેક લોકો માટે ખાસ છે. જ્યારે તમે તમારા સૌથી ખાસ પ્રિય વ્યક્તિને ગળે લગાડો છો, ત્યારે તમારી અંદર ઓક્સીટોસિન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે, જે તમારી યાદશક્તિને સુધારે છે.
હગ એ વ્યક્તિના માણસ પર હૂફ અને પ્રેમની લાગણી વરસાવે છે. સામે વાળા વ્યક્તિ ગળે લાગતા સલામતીની લાગણી અનુભવે છે. સાયકોલોજી મુજબ પણ હગ એ માનસિક તનાવ દુર કરે છે. ઘણી વાર તો વ્યક્તિ ના માનસિક રોગ , શારીરિક રોગો , એકલતા અને તનાવને દુર કરવાની શમતા હગમાં છુપાયેલી છે.