બન્ને પક્ષોની દલીલો બાદ હવે જાધવ મામલે આવશે ચૂકાદો
જાસૂસીના આરોપમાં પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય અને નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલામાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ જોરદાર દલોલો રજૂ કરી હતી. હવે સુનાવણી સમાપ્ત ઇ ગઇ છે અને કોર્ટના જણાવ્યા પ્રમાણે જેમ બને તેમ જલદી આ અંગે પોતાનો ચુકાદો સંભળાવશે.
ભારતે પાકિસ્તાન પર કાઉન્સેલર એકસેસ નહીં આપીને વિયેના ક્ધવેન્શનનો ભંગ કરવાનો આક્ષેપ કરીને પાકિસ્તાની કોર્ટના ચુકાદાને રદ કરવાની માગણી કરી છે. ૧૧ જજોની બેન્ચ સમક્ષ ભારત વતી દલીલ કરતાં સિનિયર એડ્વોકેટ હરીશ સાલ્વેએ ચિંતા વ્યકત કરી હતી કે પાકિસ્તાન ઉતાવળમાં કૂલભૂષણને ફાંસી ન આપી દે એટલે જાધવની ફાંસીની સજા તાત્કાલિક રદ કરવી જોઇએ.
બીજી બાજુ પાકિસ્તાને પોતાની એકની એક દલીલ વારંવાર દોહરાવતાં્ જણાવ્યું હતું કે આ મામલો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના અધિકાર ક્ષેત્રનો ની અને ભારત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને રાજકીય મંચ બનાવી રહેલ છે. આ ઉપરાંત પાકિસ્તાને એવી માગણી કરી હતી કે જાધવના કબૂલાત નામાનો વિી્ડયો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે સાંભળવો જોઇએ, પરંતુ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે કુલભૂષણ જાધવના કહેવાતા કબૂલાતનામાનો વીડિયો સાંભળવા અને જોવાનો ઇન્કાર કરી દેતાં પાકિસ્તાનને આ કેસમાં મોટો ફટકો પડયો હતો.આ વીડિયો ચલાવવાની કોર્ટે મંજૂરી આપવી જોઇએ નહીં એવી ભારતના સિનિયર એડ્વોકેટ હરીશ સાલ્વેની દલીલ કોર્ટે માન્ય રાખતાં પાકિસ્તાનને ફટકો પહોંચ્યો હતો. જેટલું મોટું વકિલનું નામ તેટલી મોટી તેની ફી હોય છે. તેમાં પણ જો મામલો હાઇ પ્રોફાઇલ હોય તો વકીલની મહેનત વધી જાય છે. જે કારણે તમને વિચારી રહ્યાં હશો કે ઇન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાદવ મામલે ભારત તરફી પૈરવી કરી રહેલા સીનિયર વકિલ હરીશ સાલ્વેને પણ સારી એવી રકમ આપવામાં આવી રહી છે. પરંતુ અહીં તમે ખોટા છો. સાલ્વે આ કેસ માત્ર એક રૂપિયામાં લડી રહ્યાં છે.
જે અંગેની માહિતી ટવિટર પર ખુદ સુષ્મા સ્વરાજે આપી છે.આ મામલે ચર્ચા ફિલ્મકાર અને સમાજસેવી અશોક પંડિતે ટવિટર પર કરી. તેમણે લખ્યું કે ભગવાનનો આભારી છું કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કોંગ્રેસના કપિલ સિબ્બલ અને સલમાન ખુર્શીદ ની. પરંતુ હરીશ સાલ્વે પૈરવી કરી રહ્યાં છે. પંડિતને બીજેપીની વિચારધારાી નજીક ગણવામાં આવી રહ્યાં છે. પંડિતે તે અંગે ટવીટર પર ભારતીયને જવાબમાં લખ્યું છે કે કોઇ પણ સારો વકિલ હરીશ સાલ્વેી ઓછા ખર્ચમાં આ રીતે પૈરવી કરતો. આપણે નિર્ણયની રાહ જોવી રહી. જેના જવાબમાં સુષ્માએ લખ્યું કે તે સાચી વાત ની હરીશ સાલ્વેએ કેસ લડવા માટે અમારી પાસેી માત્ર ૧ રૂપિયો ફી લીધી છે.