પોલીસ તંત્ર અને એસ.ટી. નગરપાલિકા સજજ રહેશે
આજથી શર થઇ રહેલ વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના મેળામાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજીના માર્ગદર્શન હેઠળ કાયદો વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિ અને આનંદથી મેળાની મોજ અને ભકિત માણી શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે.
જેમાં એક ડીવાયએસપી, બે પી.આઇ., ચાર પીએસઆઇ અને 100 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે અને અદ્યતન સંદેશા ઉપકરણો સાથે મેળા પરિસરમાં પોલીસ રાવટી ગોઠવાઇ રહેશે. સોમનાથ વેરાવળ એસ.ટી. ડીપોના ઇન્ચાર્જ મેનેજર દયારામ બાપુએ જણાવ્યું કે તા.3 નવે. સાંજથી કુલ ચાર બસો મેળવામાં આવવા જવા માટે વેરાવળ એસ.ટી. ડેપોથી બાયપાસ કાર્તિક પૂણીમા મેળા સ્થળ સુધી દોડશે જો જરુરીયાત જણાશે તો વધારની બસો પણ ઉમેરાશે.