શ્રીલંકન સુંદરી હીરો સિધ્ધાર્થમલ્હોત્રા સાથે મુંબઈની સડકો પર બાઈક રાઈડ કરતી નજરે પડી
ટૂંક સમયમાં જ બોલિવુડમાં ધુમ મચાવનારી અભિનેત્રી તેના ‘જેન્ટલમેન’ હીરો સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે બાઈક રાઈડ કરી તેના ચાહકોને ખુશ કરતી દેખાઈ હતી. હાલ તે તેની અપકમિંગ મુવી ‘એ જેન્ટલમેન’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. જે આગામી ૨૫ ઓગસ્ટના રોજ રિલિઝ કરવામાં આવશે.સિધ્ધાર્થ બાઈક ચલાવતા અને તેની કો-સ્ટાર જેક્લિન પાછળ બેસી બાઈક રાઈડને કેપચર કરતી દેખાઈ હતી. જેન્ટલમેનનાં પ્રમોશનમાં તેઓ કશુ જ ચુકવાં માગતા નથી માટે તેમણે ટી.વી અને રીયાલીટી શોના માધ્યમથી તેમના ચાહકો સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો અને તેમના મનોરંજન માટે ડાન્સ કરતાં પણ દેખાયા હતા. આ ફિલ્મનું શુટિંગ મુંબઈ અને મોરિશિયસમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનાં દિગ્દર્શક રાજ નિદીમો‚એ સિધ્ધાર્થને ગૌરવનાં રોલમાં દેખાડયો છે જે એક ગેંગસ્ટર ગર્લ કાવ્યાના (જેક્લિન) પ્રેમમાં પડે છે.ફિલ્મનું પ્રમોશન ધૂમધામથી ચાલી રહ્યું છે જેનું એક સોંગ “બંદૂક મેરી લૈલા’ બુધવારના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના પર ડાન્સ કરી એકટરે ફેનનાં દિલ જીતી લીધા હતા. અભિનેતા સિધ્ધાર્થ ‘એ જેન્ટલમેન’ પછી તેની અપકમિંગ અભય ચોપરાની ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને નિરજ પાંડે સાથે જોવા મળશે તો જેક્લિન પણ કામ કરવાના મૂડમાં તેની આગામી ફિલ્મ જુડવા-૨માં વ‚ન ધવન સાથે નજરે પડશે.