જયારે મને ફોન આવ્યો ત્યારે થયું કે કોઇ મજાક છે, બાદમાં રેડીયો સ્ટેશન, પત્રકારોના ફોન આવવા લાગ્યા હું લોટરી જીતી ગયો, ઇશ્ર્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી: હરિક્રિષ્ન
કહેવાય છે ને કુદરતની મહેર વરસે ત્યારે લીલાછમ કરી દે છે તેવું જ બન્યું છે યુએઇના સ્થાનીક ભારતીયની સાથે આબુ ધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બિગ ટીકીટ લોટરી યોજાઇ હતી. જેમાં મુળ ભારતીય હરીક્રિષ્નને રૂ. ૨૧ કરોડની લોટરી લાગી હતી બિઝનસ ડેવલોપર હરીક્રિષ્ણને પહેલા તો લાગ્યું કે આ કોઇની મસ્તી છે. પરંતુ બાદમાં તેને જાણ થઇ કે આ સપનું નહીં પરંતુ હકીકક છે.
હરીક્રિષ્ણ જણાવે છે કે પહેલા તો મને ફોનકોલ આવવાના શરુ થયા બાદમાં રેડીયો સ્ટેશન અને પત્રકારોના ફોન શરુ થઇ ગયા ત્યારે મે મારી પત્નીને લોટરીની ટિકીટને વેબસાઇટ પર તપાસવાનું કહ્યું, અને તેણે કહ્યું કે આપણે સાચું લોટરી લાગી છે. હજુ પણ અમને વિશ્ર્વાસ ન હતો આવતો કાણ કે તે કલ્પનાથી પર હતું.
બાદમાં હરિએ જીતેલી રકમનો કઇ રીતે ઉપયોગ કરવો તે વિશે વિચાર કર્યો. હરીએ ત્રીજી વખત ટીકીટ લીધી હતી અને આ વખતે તેને આશા પણ ન હતી કે તેને જેકપોટ લાગશે પરંતુ બધી ઇશ્ર્વરની કૃપા છે. જેણે મને ભાગ્યશાળી બનાવ્યો હરીએ જણાવ્યું હતું કે હું આ પૈસાનો પોસ્ટ રિટાયરમેન્ટ માટે ઉપયોગ કરીશ. અને મારા બાળકોની શિક્ષણ માટે રાખીશ હાલ દુબઇના ભારતીયને જેકપોટ લાગવાથી તેના ઘરમાં હર્ષની લહેર આવી હતી.