સરકારના સહકારી સરસ મેળા કી અનેક ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ સુધરી

રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને ગ્રામ્ય પ્રજાની હસ્તકળાની ચીજ વસ્તુઓના સીધાંજ વેચાણને પ્લેટફોર્મ આપવા મોરબી ખાતે યોજાયેલ સરસ મેળાને લોકોએ જબરો પ્રતિસાદ આપતા મેળામાં આવેલ બહેનો ખૂબ જ ખુશ યા છે.

સરકારની કામગીરી અને યોજનાઓ સામે ઘણા સાવલો ઉઠતા હોય છે પરંતુ રાજ્ય સરકાર આયોજિત રિજીઓનલ સરસ મેળા ગરીબ અને ખાસ કરીને હસ્તકલા કળાને જીવન્ટ રાખનાર ગ્રામ્ય કારીગરો માટે આશીર્વાદ સમાન અને ર્આકિ ઉન્નતિ કરનાર સાબિત થયા છે, હાલ મોરબીમાં યોજાયેલ સરસ મેળામાં ભાગ લઈ રહેલા પડધરી ગામના ૬૨ વર્ષીય પાર્વતીબેન આશિયાણીએ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું હતું કે અગાઉ અમારી આર્થિક સ્થિતિએટલી હદે ખરાબ હતી કે અમારે રાજકોટ જવાના ટીકીટ ભળાના પૈસા ન હતા અને એમાં અમારો ૧૧ વ્યક્તિના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું,

આ સમય માં સરકારની સખી મંડળની યોજનાની જાણકારી મળતાં ૨૦૦૨માં સખી મંડમાં જોડાયા અને ૨૦૦૬-૦૭ માં ૧૧ બહેનોએ ૧૦૦૦ રૂપિયા એકત્રિત કરી ઉનના ઝુલા,દોરીવર્ક,ટેડીબિયર સહિતની ચીજો બનાવવાનું શરૂ કર્યું અને સરકાર આયોજિત સીધા વેચાણ માટેના સરસ મેળામાં ભાગ લેવાનું શરૂ કર્યું આજે અમારી સંસ વર્ષે તમામ ખર્ચ કાઢતા ૨ લાખ જેવો નફો કરતી ઈ છે અને અમારી ર્આકિ અઈટી ખૂબ જ સારી બની છે, માત્ર ચાર ચોપડી ભણેલા પાર્વતીબેન પગભર તા ૬૦ વર્ષની ઉંમરે તેમની ધોરણ સાતની પરીક્ષા પણ પાસ કરી છે.પર્વયીબેનની જેમ મહેસાણા જિલ્લાના ના કુંતામાતા સ્વ-સહાય જૂના ગીતાબેન પટેલે પણ પોતાની ર્આકિ નબળી સ્થિતિમાં સખી મંડળ બનાવી પર્સ,ફ્રિજ કવર સહિતની વસ્તુઓ બનાવી સરસ મેળામાં વેચાણ શરૂ કરતાં એમની અને તેમના સખી મંડળની સ્થિતિ ખુબજ સારી બની હોવાનું જણાવી વર્ષે લાખ રૂપિયાનો નફો કરતા હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ મેળામાં ભાગ લેતા બહેનોએ અન્ય શહેરની સરખામણીમાં મોરબીના પ્રજાજનો ખૂબ જ લાગણીશીલ હોવાનું જણાવી હસ્તકળાના કદરદાન હોવાનું જણાવ્યું હતું,કેટલાક બહેનોના અટલમતો મેળો શરૂ યા બે જ દિવસમાં ચીજ વસ્તુઓ ફટાફટ વેચાણ ઈ જતા ગરીબોની દિવાળી સુધરી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.