શાહરખાનનો ફરી એક વાર રોમાન્ટિક અવતાર
કલાકારો:-શાહરખખાન, અનુષ્કા શર્મા, પિયુષ મિશ્રા
પ્રોડયુસર:-ગૌરી ખાન
ડાયરેકટર:-ઇમ્તિયાઝ અલિ
મ્યુઝિક:- પ્રિતમ
સિનેમા સૌજન્ય:-કોસ્મોપ્લેકસ
ફિલ્મ ટાઇપ:-રોમેન્ટિક
રેટિગ:-પ માંથી ૩ સ્ટાર
સ્ટોરી:-શાહરુંખ ખાન (હેરી) મુળ પંજાબનો છે અને વિદેશમાં ગાઇડ બનીને કામ કરે છે. તેને ગુજરાતી ટુરીસ્ટ અનુષ્કા શર્મા (સેજલ)નો ભેટો થઇ જાય છે. અનુષ્કાની સગાઇ થઇ ગઇ હોય છે. અનાયાસે તેની એન્ગેજમેન્ટ રિંગ ખોવાઇ જાય છે. તે ગાઇડ શાહ‚ખ ખાનની મદદ લે છે. બન્ને અલગ મિજાજના છે. અનુષ્કા તદ્ન શોર્ટ ટેમ્પર એટલે કે જલ્દી મિજાજ ગુમાવી દેનારી છોકરી છે. જયારે શાહ‚ખ આજનું કામ ભલે ને કાલે થાય તેવી વિચારધારા ધરાવે છે. આવું જ કંઇક તમને જબ હેરી મેટ સેજલમાં જોવા મળશે.
એકિંટંગ:-હેરીની ભૂમિકામાં શાહ‚ખ ખાન ફરી એક વાર રોમાન્ટિક અવતારમાં જોવા મળ્યો. તેનો આ રોમ-કામ અવતાર દર્શકોને ગમશે. શાહ‚ખને બેસ્ટ એકટરનો એવોર્ડ મળશે કે નહીં તે કહી ન શકાય પરંતુ નોમિનેશન જ‚ર મળશે. તેની કોમેડી ટાઇમિંગ જબરજસ્ત છે.સેજલની ભૂમિકામાં અનુષ્કા શર્માએ રંગ રાખ્યો છે.તેણે ગુજરાતણ તરીકે દર્શકોનું ભરપૂર મનોરંજન પુરું પાડયું છે. શાહ‚ખ અને અનુષ્કાની જોડી રબને બના દી જોડીથી લઇને જબ હેરી મેટ સેજલ વાયા જબ તક હૈ જાન સુધી જામી છે. અનુષ્કાને શાહ‚ખ સાથે કામ કરવામા કમ્ટર્ટ ફિલ કરે છે. તે ‚પેરી પડદે દેખાઇ આવે છે. અનુષ્કા શર્માને પણ બેસ્ટ એકટ્રેસ કેટેગરીમાં નોમિનેશન જ‚ર મળશે.અન્ય સપોટિૅગ કાસ્ટનો અભિનય જસ્ટ ઓકે
ડાયરેકશન:-ઇમ્તિયાઝ અલિએ જીલ હેરી મેટ સેજલનું ડાયરેકટર કર્યુ છે. ઇમ્તિયાઝની ફિલ્મોમાં તેમની એક છાપ હોય છે. આ ફિલ્મમાં પણ તે જોવા મળે છે. દર્શકોને તેમણે શાહ‚ખ અનુષ્કાની સાથે સ્પેન સહીત વિવિધ દેશોની જર્ની કરાવી છે. ફિલ્મી તમાશાના ધરડકા બાદ તેમણે એક સીધી સાદી રોમેન્ટિક કોમેડી મુવી બનાવી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ, સ્ટોરી, ડાયલોગ બધામાં નવીનના છે તેથી તેમનું ડાયરેકશન પરફેટ છે. કેમેરા વર્ક ખુબ જ સારું છે. આ ફિલ્મમાં તેઓ કોઇ પ્રકારનો પ્રયોગ કરવાથી દુર જ રહ્યા છે.
મ્યુઝિક જબ હેરી મેર સેજલમાં મ્યુઝિક પ્રિતમનું છે. તેઓને ગયા વર્ષે ફિલ્મ એ દિલ હો મુશ્કિલ માટે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મનું મ્યુઝિક હીટ થઇ ચુકયું છે. એકાદ ગીતને બાદ કરતા લગભગ તમામ ગીતો લોકપ્રિય થયા છે. મ્યુઝિક ઘોઘાટીયું નથી આ ફિલ્મના ગીતોને વારાફરતી રીલીઝ કરાયા હતા. તેથી તેનો રસ જળવાઇ રહ્યો છે. મોટાભાગના ગીતોમાં અરીજીત સિંઘે કંઠ આપ્યો છે.
ઓવરઓલ:દરેક વર્ગના ગમે તેવી સપરિવાર જઇને જોઇ શકાય તેમ છે આ ફિલ્મને પ્રથમ દિવસે મીડીયમ ઓપનીગ મળ્યું, ઘર આંગણે અને વિદેશમાં આ ફિલ્મની કમાણી કરવાના સારા ચાન્સ છે.