“નોલેજ માસ્ટર’ અબતકના એંગ્રી યંગ મેન અરૂણભાઇ દવેનો આજે જન્મદિવસ
1978 માં બાળકોના સર્વાંગી વિકાસની સંસ્થા ચિલ્ડ્રન ક્લબ શરૂ કરીને આજે છેલ્લા સાડા ચાર દાયકાથી વિવિધ સેવાકીય ક્ષેત્રે વિશિષ્ટ સેવા કાર્ય કરનાર વન મેન આર્મી સમા અરુણ દવેનો આજે જન્મદિવસ છે. તેઓ આજે 65 માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
બાળ પ્રવૃત્તિથી બ્લડ બેન્ક અને બાદમાં કેન્સર જાગૃતિ અભિયાન ચલાવીને 1986 માં લાઇલાજ એઈડ્સ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરીને દેશમાં પ્રથમવાર તેની સંસ્થા એઈડ્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફલક પર તેમના એઈડ્સ જાગૃતિના રેકોર્ડ બ્રેક કાર્યક્રમની વૈશ્વિક લેવલે નોંધ લેવાઈ હતી. અરુણ દવેએ એઈડ્સ વિષયક મેગેઝીન પણ શરૂ કરેલ હતું. દુનિયાની સૌથી મોટી છાત્રો દ્વારા નિર્માણ થયેલ રેડ રિબનનો રેકોર્ડ પણ કર્યો હતો.
વિશ્વમાં પ્રથમવાર હેલ્પલાઇન શરૂ કરનાર અરુણ દવે પ્રથમ ગુજરાતી છે. શિક્ષણ ક્ષેત્રે ચાર દાયકા ના અનુભવ સાથે બાળકોના સર્વાંગી વિકાસમાં ચાઈલ્ડ સાયકોલોજીની સેવા આપી રહ્યા છે. શાળા કોલેજના યુવા મિત્રોને મૂંઝવતા પ્રશ્ર્નો અને માર્ગદર્શનના સેવા પ્રોજેક્ટ ચલાવનાર તેમની યુવા પ્રવૃત્તિ ખૂબ જ સરાહનીય છે. જન્મદિવસે વૈશ્વિક અને એઈડ્સ સંદર્ભેના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના યુવા ધનના માર્ગદર્શક તરીકે અરુણ દવે સેવાકાર્ય કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, યુ એન એઇડ્સ, ઇન્ટરનેશનલ સોસાયટી જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ અરુણ દવેના કાર્યક્રમની સરાહના કરેલ છે. શિક્ષકની નિવૃત્તિ બાદ અબ તક દૈનિકમાં સિનિયર રિપોર્ટર તરીકે સેવા આપી રહ્યા છે. લોકોને જ્ઞાન મળે તેવી પોતાની નોલેજ કોર્નર કોલમ ચલાવી રહ્યા છે, જેનો યુવાવર્ગ મોટો ચાહક છે.
આજે તેમના જન્મદિવસે શિક્ષણ સમાજ ,અખબારી જગત, મેડિકલ જગત, સામાજિક સંસ્થાઓ ,તથા તેમના મિત્ર વર્તુળ તરફથી તેમના મોબાઈલ નંબર 98250 78000 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમની સૌથી શ્રેષ્ઠ કામગીરીમાં એઈડસ જનજાગૃતિ માટે રેડલાઇટ એરિયામાં તેમણે કરેલી કામગીરીને ઉત્તમ ગણવામાં આવે છે. એઈડ્સ રોગના ડરને કારણે ઘણા યુવાનોને માનસિક સધિયારો આપ્યો છે
1950 અને 1960ના દાયકાના પ્રારંભમાં વિવિધ સફળ ચલચિત્રોની અભિનેત્રી: તેમની પ્રથમ ફિલ્મ બસંત (1942) બોક્સ ઓફિસ પર સફળ નિવડી અને 1947 માં રાજકપૂર સાથે ફિલ્મ નિલકમલ કરી હતી
બોમ્બે ટોકીઝની 1949 માં આવેલી ફિલ્મ ‘મહલ’થી તેમનો સિતારો ચમકી ગયો, હૃદયની ગંભીર બિમારીને કારણે માત્ર 36 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું : મધુબાલાને હોલીવૂડની ફિલ્મો બહુ જ ગમતી હતી, તેમનું અંગ્રેજી બહુ જ સારૂં હતું
બોલીવુડની સૌથી સ્વરૂપવાન, રૂપાણી, નમણી કલાકાર એટલે મધુબાલા. તેમનું મુળનામ મુમતાઝ જહાન બેગમ દેહલવી હતું. બોમ્બે ટોકીઝના દેવીકારાણીએ તેમનું નામ મધુબાલા રાખ્યું હતું. 14 ફેબ્રુઆરી 1933 દિલ્હી ખાતે જન્મ થયો હતો. 1950નો અને 1960ના પ્રારંભના દશકાની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ગણાતી હતી. આજે પણ જ્યારે અભિનેત્રીની ચર્ચા થાય ત્યારે મધુબાલાનું પ્રથમ આવે છે. તેમના સમયની અભિનેત્રી નરગીશ, મીનાકુમારી સાથે જ મધુબાલાએ સુંદર ફિલ્મો કરીને નામ રોશન કર્યું હતું. તેમનું માત્ર 36 વર્ષની વયે હૃદયની બિમારીને કારણે મુંબઇ ખાતે 23 ફેબ્રુઆરી 1969ના રોજ અવસાન થયું હતું. તેમની બોલીવુડ યાત્રાના સફળ વર્ષો 1942 થી 1969 રહ્યા હતાં.
તેઓ મૂળ અફઘાનિસ્તાનના કાબૂલ નવાબી પરિવારના હતાં. દિલ્હીમાં પિતાની નોકરી ગુમાવતા પરિવાર મુંબઇ આવી ગયો હતો. માત્ર 9 વર્ષની વયથી જ મધુબાલાએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1942માં વિખ્યાત અભિનેત્રી મુમતાઝ શાંતિની પુત્રી તરીકે ફિલ્મ ‘બસંત’માં પ્રથમવાર ફિલ્મી પડદે ચમકી ત્યારે તેઓ માત્ર 9 વર્ષની હતી. અભિનેત્રી દેવીકારાણી તેના કામથી પ્રભાવિત થયા અને તેનું નામ મધુબાલા રાખવાની સલાહ પણ આપી હતી. મધુબાલાએ ટૂંક સમયમાં જ વિશ્ર્વયનીયતા ઉભી કરીને અદાકાર તરીકેની પ્રતિષ્ઠા મેળવી હતી.
1947માં કેદાર શર્મા નિર્મિત રાજકપુર સાથેની તેમની ફિલ્મ ‘નિલકમલ’માં અભિનેત્રી તરીકે કામ કર્યું ત્યારે તેની વય માત્ર 14 વર્ષની હતી. આ ફિલ્મ બાદ તેની સુંદરતા વધતા એ જમાનામાં સૌથી શ્રેષ્ઠ સ્વરૂપવાન અભિનેત્રી બનવા લાગીને 1949માં માત્ર 16 વર્ષની વયે અશોક કુમાર સાથે બોલીવૂડની પ્રથમ થ્રિલર ફિલ્મ ‘મહલ’માં કામ કર્યું. જેનુ ગીત ‘આયેગા.આનેવાલાઆયેગા’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ફિલ્મથી બે સુપરસ્ટારો બોલીવુડને મળ્યા જેમાં એક મધુબાલા અને બીજા ગાયિકા લત્તા મંગેશકર. મહલ ફિલ્મએ જમાનામાં ખૂબ જ સફળ રહી હતી.
મહલ ફિલ્મ બાદ 1950માં મધુબાલાને લોહીની ઉલ્ટીઓ થવાને કારણે હૃદયમાં કાણાનું નિદાન થયું ને તેના ચાહકોમાં ગમની લાગણી છવાઇ ગઇ હતી. તે સમયે હૃદયની શસ્ત્રક્રિયા બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ ન હતી. જો કે મધુબાલાએ પોતાની માંદગી ફિલ્મ ઉદ્યોગથી ઘણા વર્ષો છુપાવી હતી. 1954માં એસ.એસ.વાસનની ફિલ્મ ‘બહુત દિન હુવે’ના સેટ પર લોહીની ઉલ્ટી થતાં અખબારોમાં હેડલાઇનમાં ન્યૂઝ બન્યાને નિર્માતા દંપતિએ તે સાજી ન થઇ ત્યાં સુધી તેમની સેવા કરી હતી. આવા સમયમાાં પણ તેને કામ ચાલુ રાખીને એ-ગ્રેડની અભિનેત્રી સ્થાપિત થઇ હતી.
મધુબાલનો પરિવાર પણ તેની આરોગ્ય સમસ્યાને લઇને તેમની ખૂબ સાર-સંભાળ લેતા હતાં. શૂટીંગમાં પણ ઘરેથી જ જમવાનું અને પાણી આવતા હતાં. 1950ના દશકામાં માંદગીને બાદ કરતાં તેમણે ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં પરદેશ, બેકસૂર, તરાના, બાદલ, સંગદિલ, અરમાન, અમર, શિરી ફરહાદ, રાજ હક, ગેટવે ઓફ ઇન્ડિયા, હાવરા બ્રીજ, મી.એન્ડ મિસીસ પપ, એક સાલ, કાલાપાની, ચલતી કા નામ ગાડી, ઇન્સાન જાગ ઉઠા, બરસાત કી રાત જેવી ઘણી ફિલ્મોને તેના અભિનય વડે સફળ બનાવી હતી. 1960 પ્રારંભના દશકામાં જાલીનોટ, બરસાત કી રાત, પાસપોર્ટ, મુગલે આઝમ, ઝુમરૂ, બોયફ્રેંડ, હાફ ટીકીટ, શરાબી જેવી ફિલ્મો કરી હતી. તેમની ‘જ્વાલા’ ફિલ્મ તેના મૃત્યુના બે વર્ષ બાદ 1971માં રીલીઝ થઇ હતી.
1950ના પ્રારંભિક કાળમાં ફિલ્મમાં સૌથી વધુ માંગ ધરાવતી અભિનેત્રી મધુબાલા હતી. અંગ્રેજી ફિલ્મોનો જબ્બર શોખ હતો. તેનું પોતાનું અંગ્રેજી પણ સારૂ હતું. 1952ના અંગ્રેજી મેગેઝીનમાં આખા પાનાના ફોટા સાથે ‘ધ બિગેસ્ટ સ્ટાર ઇન ધ વર્લ્ડ’ શિર્ષક સાથે લેખ છપાયો હતો. મધુબાલાને અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાની તક પણ મળી પણ તેના પિતાની નારાજગી હોવાથી તેણે ફિલ્મ ન કરી. 18 વર્ષની મધુબાલા થયા બાદ 24 સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. વિવેચકો એમ પણ કહેતા કે તેની સુંદરતા તેના અભિનય કરતાં વધુ છે. તે ગમે તે ફિલ્મોમાં કામ કરવા રાજી થવા પાછળ તે પરિવારનો એકમાત્ર ટેકો હતી.
તે પડકારરૂપ ભૂમિકા સાથે વધુ પ્રતિષ્ઠિત ફિલ્મોમાં દેખાવાની મહત્વકાંક્ષી ધરાવતી હતી. તેમણે ફિલ્મ બિરાજબહુ (1954)માં વિખ્યાત ડાયરેક્ટર બિમલ રોયની ફિલ્મમાં કામ કર્યું હતું. પહેલા કામીન કૌશલ લેવાના હતા પણ મધુબાલાને પસંદ કરી હતી. મધુબાલાએ અશોકકુમાર, રાજકપૂર, રહેમાન, પ્રદિપ કુમાર, શમ્મી કપૂર, દિલીપ કુમાર, દેવાનંદ, સુનિલ દત્ત જેવા વિવિધ અભિનેતા સાથે અને કામિની કૌશલ, સુરૈયા, ગીતા બાલી, નલિની જયવંત અને નિમ્મી જેવી અભિનેત્રી સાથે પણ કામ કર્યું હતું.
ફિલ્મ જગતના મહાન નિર્માતા નિર્દેશક મહેબુબ ખાન (અમર), ગુરૂદત્ત (શ્રી એન્ડ શ્રીમતી 55), કમાલ અમરોહી (મહલ) કે.આસિફ (મુગલ એ આઝમ)માં કામ કર્યું હતું, તેઓએ પોતે પણ 1955માં ફિલ્મ ‘નાતા’ બનાવી હતી. જેમાં પોતે ભૂમિકા પણ ભજવી હતી. મધુબાલાએ ઐતિહાસિક ત્રણ સફળ ફિલ્મો કરી જેમાં શિરી, ફરહાદ, રાજ હઠ અને મોગલે આઝમ હતી જે ત્રણેય સફળ ફિલ્મોમાં રહી હતી.
મધુબાલા અને દિલિપ કુમાર વચ્ચે લાંબો સમય સુધી પ્રણય રહ્યો હતો. જવાર ભાટા, હર સિંગાર અને તરાના જેવી ફિલ્મો કરીને બોલીવૂડની સૌથી શ્રેષ્ઠ રોમેન્ટિક જોડી હતી. ઇન્સાનિયત, નયાદૌર જેવી ફિલ્મો દિલિપ કુમાર સાથે કરી તે ગાળામાં મધુબાલાના પિતાની નારાજગીને કારણે બંને વચ્ચે સંબંધ તૂટ્યો હતો. જો કે બાદ 1958માં ચલતી નામ ગાડી અને 1961માં ઝુમરૂ ફિલ્મ કિશોર કુમાર સાથે કરી હતી એ ગાળામાં જ 1960માં તેમણે કિશોર દા સાથે લગ્ન કર્યા હતાં. જો કે બહુ ટૂંકાગાળામાં મધુબાલા પોતાના ઘરે પાછી ફરી ગઇ હતી.
આજગાળામાં તબિયત બગડતા લંડન સારવાર લીધી હતી ને ડોક્ટરે આરામની સલાહ સાથે ઓપરેશન ન કરાવવાની સલાહ આપતા તેનું મૃત્યુ નજીક જ છે, એવી વાત કરતા તે ઉદાસ થઇ ગઇ હતી. આવી માંદગીમાં પણ 1966માં રાજકપૂર સાથે ફિલ્મ ‘ચાલાક’ કરી પણ પૂરી ન કરી શકી તબિયત લથડતી હોવાથી ફિલ્મ અધૂરી જ રહી હતી. 1969માં ‘ફર્જ ઔર ઇશ્ક’માં દિગ્દર્શકન કરવાનું નક્કી કર્યું પણ ફિલ્મ ના બની કારણકે ફિલ્મના આરંભ બાદ તબિયત બગડતા 23 ફેબુ્ર.1969ના મધુબાલાનું અવસાન થયું હતું. મધુબાલા એક આગવી પ્રતિભા હતી પણ ‘જબ દિલ હી ટૂટ ગયા, હમ જીકે ક્યાં કરેંગે’ જેવી જીંદગીને કારણે ક્યારેય પોતાની રીતે જીવન ના જીવી શકી.
ફિલ્મ ‘મહલ’થી મધુબાલા ચમકી
1942માં બાલ કલાકારથી ‘બસંત’ ફિલ્મમાં ચમકનાર મધુબાલા માત્ર 14 વર્ષની વયે રાજકપૂર સામે ફિલ્મ ‘નિલકમલ’માં ચમકી હતી. 1949માં આવેલી બોલીવૂડની પ્રથમ થ્રિલર ફિલ્મ ‘મહલ’માં અશોક કુમાર સાથે ચમકી ગઇ હતી, ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. એક વાત એ પણ છે કે મહલ ફિલ્મ આવી એ પહેલા તેને અગાઉ 20 જેટલી ફિલ્મો કરી હતી. તેમણે 1942થી 1969 વચ્ચે 74 ફિલ્મોમાં કામ કર્યું હતું. દિલિપ કુમાર સાથે તેમની રોમેન્ટિક જોડી જામતી હતી. 2004 ‘મુઘલ-એ-આઝમ’નો ડિજીટલી કલર ભાગ આવતા સિનેમાંમાં ફરી પ્રેક્ષકો જોવા આવતાને તેમના મૃત્યુ બાદ 35 વર્ષ પછી પણ ફિલ્મ અને મધુબાલા સફળ બની ગયા હતાં. મધુબાલાને તેના હૃદય ની ગંભીર બિમારી સાથે લગ્નજીવનમાં હતાશા જ મળી હતી.
મધુબાલાની સફળ ફિલ્મો
- મુઘલ-એ- આઝમ
- રાજહઠ
- શિરી-ફરહાદ
- બાદલ
- હાફ ટીકીટ
- હાવરા બ્રિજ
- સંગદિલ
- નિરાલા
- ઝુમરૂ
- મહલ
- અમર
- નિલકમલ
- ચલતી કા નામ ગાડી
- ગેટ વે ઓફ ઇન્ડિયા
- મિ.એન્ડ મિસીસ-55
- દુલારી