પંચનાથ મંદિર ગૌશાળાના ગોપાલદાસ બાપુનુ બે દિવસ સારવાર બાદ મૃત્યુ
સોમનાથના કુંભારવાડામાં આવેલ પંચનાથ મંદિર ગૌશાળશના ગોપાલદાસ બાપુ ઉ.75ની તબીયત અચાનક લથડી, તાવ જેવું પણ જણાયું તાબડતોબ 108ને જાણ કરાઈ અને મારતી સાયરને તે શેરી સાંકડી હોવાથી સોમનાથ મંદિર પાસે ઉભી રહી અને પગે ચાલીને બાપુના મંદિર સુધી પહોચી પરંતુ બાપુ શરીર વજન અને કોરોના સંભવીતતા હોઈ તેને એમ્બ્યુલન્સ સુધી ઓળી-ઝોળી એટલે કે ઝોળામાં નાખી લઈ જવા પડે તેમ હતા. 108ના બે માણસો તો હતા જ પરંતુ આવા ઝોળો લઈ જવા વધુ ત્રણ માણસોની સામો છેડો પકડવા અને વચ્ચેથી શરીર ન ઢસડાય તે માટે હાથ દેવા માણસોની જરૂર પડી તે સમયે દૂર દૂરથી લોકો આ ઘટના જોઈરહ્યા હતા પણ આ કામમાં પડવાથી પોતાને કોરોના લાગી જાય તે ‘જાન હૈ તો જહાન હૈ’ સુત્રનું પોતાને અનુકુળ અથઘટન કરી કોઈ મદદ કરવા તૈયાર નહોતુ ઉલટાનું સેંકડોના ટોળા જે દૂર હતા તે પણ વીખાઈ જવા માંડય.
આ પ્રસંગે વેણેશ્ર્વર ગૌશાળાના સેવાભાવી સંદીપ જેઠવા હાજર હતા. તેમણે ઉપાડવા માટેની કીટ અને તે વિભાગના માણસોને મોકલવા ઠેર ઠેર ફર્યા પરંતુ કયાંયથી આ કામ રૂબરૂ આવવા મદદ જ ન મળી જયારે બીજી બાજુ બાપુનું ઓકીસજન 45 ટકા હતુ અને વધુ વિલંબ પોસાય તેમ ન હતો આજુબાજુની શેરીઓનાં નાકેથી લોકો દૂર દૂરથી જોઈ લાઈવ પોઝીશન વાકેફ રહેતા હતા પણ મદદ માટે તો નહીં જ આખરે 108ના બે કર્મચારીઓ ગૌશાળા સેવકો-મિત્રો સંદીપ જેઠવા, હાર્દિક જેઠવા વિશાલ ટાંક એ બધાયે લુગડાના જાડા ઓછાડમાં ઝોળામાં બાપુને સુવડાવી સોમનાથ મંદિર પાસે ઉભેલી એબ્બ્યુલન્સ સુધી પહોચાડયા અને પસાર થયેલો આ આખોય રસ્તો કે જે રસ્તામાં આ ઘટના જોવા માણસો હતા શેરી રસ્તામાંથી બાપુ ઝોળો પસાર થતા મોટાભાગનાવે ઘનાં દરવાજા બારી બારણા બંધ કરી પોતાની ઉંચી અગાશીઓમાંથી સ્વ સાવચેતી સાથે આદ્રશ્ય જોયું. હોસ્પિટલમાં તા.22 એપ્રીલથી બે દિવસ સારવારમાં રહ્યા અને સંદીપભાઈના જણાવ્યા મુજબ અંદરથી અમને કહેવાયું તબીયત સારી છે. અને પછી એમ પણ કહેવાયું કે બાપુનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે.આ ગોપાલદાસ બાપુ કુટુંબ કબીલા વગર માત્ર એકલાજ રહેતા હતા. જેની ડેડ બોડીને કોરોનાપ્રોટોકલ પેક કરી શબ વાહીનીથી સોમનાથ સ્મશાન ગૃહે પહોચાડાઈ જયાં ગૌશાળાના સેવકો સંદીપ જેઠવા, ઢગી દોડેજા, સંજય ચાવડા અને ઘનશ્યામ લોહાણાએ તેઓનાં સ્વજન બની હિન્દુ સંસ્કાર મુજબ ફકત ચાર જ જણાએ અગ્નિ સંસ્કાર કર્યો.આમ કોરોના કાળમા કોઈ કોઈનું નથી રે તેમ કેટલાક લોકો દર્દીઓથી દૂર ભાગે છે.પણ આ નવજવાનોએ હિંમતપૂર્વક જે જરૂરી હતુ તેમાં વિલંબ કર્યા વગર જાનની પરવા કર્યા વગર માનવ સેવા બજાવી.