સંસ્થાના આધ્ય સ્થાપક વિઠ્ઠલભાઈ રાદડીયા દ્વારા સ્થાપિત સંસ્થાઓની પ્રતિકૃતિ પ્રોજેકટમાં રજૂ કરાઈ
ગુજરાત રાજયનાં યુવા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ રાજકોટમાં ગોંડલ રોડ પર ચાલતી જે.આર. ભાલાળા લેઉવા પટેલ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલયમાં તા.૯ અને ૧૦ ફેબ્રુ.ના રોજ છાત્રાલય અને શાળાના સંયુકત ઉપક્રમે એકસ્પો ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ. આ પ્રદર્શનમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીની બહેનોએ ધાર્મિક, સામાજીક, કાયદાવિષયક આયુર્વેદને લગતા તેમજ સંસ્થાના આદ્ય સ્થાપક વિઠલભાઈ રાદડીયા દ્વારા સ્થાપિત સંસ્થાઓનું પ્રતિકૃતિ પ્રોજેકટ દ્વારા રજૂ કરેલ હતી.
આ પ્રોજેકટમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની બહેનો દ્વારા ભારત, ભાષાવિજ્ઞાન, આર્ટ એન્ડ ક્રાફટ તથા ચારધામને લગતા પ્રોજેકટ તૈયાર કરેલા હતા.ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા બહેનોએ ટ્રાફીક સેન્સ, મોબાઈલનો દૂપયોગ, બેટીબચાવો બેટી પઢાવો, કચ્છ દર્શન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાપ્રોજેકટ તૈયાર કરેલ હતા.
જયારે કોલેજમાં વિવિધ વિધાશાખામાં અભ્યાસ કરતાઅને છાત્રાલયમાં રહેતા બહેનોએ ફેશન ડિઝાઈન, ઈન્ટીરીયર ડિઝાઈન, મેડિકલ વિભાગ, હડપ્પીય સંસ્કૃતિ અને મહિલાના અધિકારો વગેરે બાબતોનાં પ્રોજેકટ તૈયાર કરી તેની સમજ આપી હતી.