• રાષ્ટ્રીય અધ્યક્ષ  બન્યાં બાદ  પ્રથમ વખત રાજકોટ આવી રહેલા જે.પી.નડ્ડાને આવકારવા શહેર ભાજપમાં અનેરો થનગનાટ: સી.આર. પાટીલ સહિત સંગઠનના  તમામ હોદેદારો પણ રાજકોટમાં ધામા નાખશે

વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના સફળ અને યશસ્વી  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે  રાજકોટની મુલાકાતે  આવી રહ્યા છે રાષ્ટ્રીય  પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ પ્રથમવાર રાજકોટ પધારી રહેલા જે.પી. નડ્ડાને  ફુલડે વધારવા શહેર ભાજપના કાર્યકરોમા જબ્બરદસ્ત  ઉત્સાહ જોવા મળીરહ્યો છે. એરપોર્ટ પર જ મહિલા મોરચા અને યુવામોરચા દ્વારા નડ્ડાનું  શાનદાર સ્વાગત કરવામાં આવશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત આખુ મંત્રી મંડળ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત આખુ સંગઠન  માળખુ કાલે રાજકોટનું મહેમાન બનશે.તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજકોટ ખાતેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રચારનું રણશીંગુ ફૂંકશે આવતીકાલે મંગળવારે  બપોરે 1  કલાકે તેઓનું રાજકોટ  એરપોર્ટ ખાતે આગમન થશે જયાં શહેર ભાજપ મહિલામોરચા અને શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા તેઓનું એરપોર્ટ પર સ્વાગત કરવામા આવશે. પુષ્પ વર્ષા, તરણેતરની છત્રી, રાસમંડળીઓની રમઝટ સાથે જે.પી. નડ્ડાને આવકારવામાં આવશે એરપોર્ટથી લઈ સભાસ્થળ અર્થાત રેસકોર્ષ મેદાન  સુધી રાષ્ટ્રીય  અધ્યક્ષને આવકારવામાં આવશે જોકે રોડ શો  યોજાશે નહી.

DSC 2595

બપોરે ર કલાકે ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતેથી રાજયભરના  ભાજપના ચૂંટાયેલા સભ્યોને સંબોધન કરશે.જેમા ભાજપના સાંસદ રાજયસભાના સાંસદ  ધારાસભ્યો, મહાપાલીકાના સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલીકાઓનાં પ્રતિનિધિઓને સંબોધીત કરવામાં આવશે. આવતીકાલે જ ઓલ ઈન્ડીયા મેયર કોન્ફરન્સ હોવાના કારણે આ સંમેલનમાં રાજયની આઠ મહાપાલીકાના મેયર તથા ડેપ્યુટી મેયર હાજર રહી શકશે નહી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સી.આર. પાટીલ સહિત સંગઠનના તમામ હોદેદારો રાજકોટના મહેમાન બનશે.રાજકોટમા જન પ્રતિનિધિઓનાં સંમેલનને સંબોધ્યા બાદ જે.પી.નડ્ડા, મોરબી જવા રવાના થશે.મોરબી ખાતે તેઓ વિશાળ  રોડ શો યોજાશે જે પૂર્ણ થયા બાદ ફરી રાજકોટ પરત ફરશે અને રાજકોટથી ગાંધીનગર જશે જયાં સંગઠનના હોદેદારો અને મુખ્યમંત્રી સાથે બેઠક  કરે તેવીસંભાવના  પણ જણાય રહી છે.

DSC 2593

આ તકે વધુમાં કમલેશ મિરાણીએ જણાવેલ કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હોય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ, સૌનો પ્રયાસ મંત્રને સાકાર  કરી રહેલી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ડબલ એન્જીનની ભાજપ સરકારથી ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે.ત્યારે રાજકોટ મહાનગર ખાતે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ્ા જે.પી. નડૃાજીની ઉપસ્થિતમાં જન પ્રતિનિધિ સંમેલન યોજાઈ રહયુ છે જેમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ ભાજપ ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આજથી આ સંમેલનને સફળ બનાવવા પ્રદેશ ભાજપના આગેવાનો વિનોદભાઈ ચાવડા, ભાર્ગવભાઈ ભટૃ, ઝવેરીભાઈ ઠકરાર, અભયસંહભાઈ ચૌહાણ સહીતના અગ્રણીઓ રાજકોટમાં ઉપસ્થિત રહી વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડશે ત્યારે આવતીકાલે   બપોરે 1:00 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જન પ્રતિનિધિ સંમેલનમાં  રેસકોર્ષ ખાતે ભવ્ય વોટરપ્રુફ ડોમ   તૈયાર કરવામાં આવેલ છે અને સંમેલન માટે વિવિધ સમિતિઓ જેમ કે મુખ્ય સમિતિ, ગ્રાઉન્ડ,લાઈટ, માઈક ,મંડપ સમિતિ, વી.વી.આઈ.પી. વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, પાર્કીગ સમિતિ , મીડીયા સમિતિ , સુશોભન સમિતિ , ભોજન સમિતિ સોશ્યલ મીડીયા સમિતિ , વી.વી.આઈ.પી. પાર્કીંગ સમિતિ , વી.વી.આઈ.પી. ભોજન સમિતિ, સાંસ્કૃતીક સમિતિ , સ્ટેજ સમિતિ ,એરપોર્ટ સમિતિ , સાહિત્ય વિતરણ સમિતિની રચના કરી જવાબદારીઓની સોંપણી કરવામાં આવેલ છે, આ સમિતિઓમાં પ00 વધુ કાર્યર્ક્તાઓનો સમાવેશ કરી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.  જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સતત માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે.

DSC 2597

ત્યારે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સ્થળ મુલાકાતે વિનોદભાઈ ચાવડા, કમલેશ મિરાણી, અરવીંદ રૈયાણી, રામભાઈ મોકરીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડો.પ્રદિપ ડવ, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી ભાર્ગવભાઈ ભટૃ, ઝવેરીભાઈ ઠકરાર, અભયસિહ ચૌહાણ સહીતના આગેવાનો ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહયા હતા.

જે.પી.નડ્ડાને સત્કારવા યુવા મોરચા અને મહિલા મોરચાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કાલે જન પ્રતિનિધિ સંમેલનમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગર ખાતે આવી રહેલ છે. ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જે.પી.નડ્ડા સૌપ્રથમ વખત રાજકોટ મહાનગરના આંગણે આવી રહેલ હોય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા તેમને શાનદાર રીતે સત્કારવા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં યુવા મોરચાની બેઠક યોજાઇ હતી તેમજ આજે સાંજે 5.00 કલાકે મહિલા મોરચાની બેઠક યોજાશે.

આ તકે યુવા મોરચાના 1 હજારથી વધુ યુવાનો એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહેશે તેમજ મહિલા મોરચા દ્વારા શહેરના તમામ વોર્ડમાંથી બહોળી સંખ્યાઓ બહેનો ડ્રેસકોડ સાથે તેમજ ભારતીય પરંપરા મુજબ ગરબાઓ, રાસની રમઝટ અને ખેસ ટોપી અને હાથમાં ભારતીય જનતા પાર્ટીની ઝંડીઓ લઇ એરપોર્ટ ખાતે જે.પી. નડ્ડાનું ભવ્ય સ્વાગત કરશે. કાર્યાલય ખાતે બેઠકનો ધમધમાટ ચાલુ છે ત્યારે પ્રદેશ ભાજપમાંથી આગેવાનો સતત કાર્યાલય ખાતે બેઠકોને સંબોધી રહ્યા છે.

ઝવેરીભાઇ ઠકરાર, કમલેશ મિરાણી, અભયસિંહ ચૌહાણ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ યુવા મોરચાના કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, મહિલા મોરચાના પ્રભારી જ્યોતીબેન વાછાણીના માર્ગદર્શન હેઠળ કિરણબેન માકડીયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.