- હાઇજમ્પ, રીલે રેસ, દોડ, પોલ વોલ્ટ, જેવેલિન થ્રો, ત્રિપલ જમ્પ, ગોળા ફેંક, ચક્ર ફેંક સહિતની રમતોમાં રમતવીરો એ છલકાવ્યું કૌવત
- યુનિવર્સિટીના એથ્લેટિકસ ગ્રાઉન્ડ ઉપર 74 થી વધુ કોલેજોએ ભાગ લીધો: આજે સમાપન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસમાં શુકવારથી ખેલકૂદ રમતોત્સવોના પ્રારંભ થયો છે. ખેલકૂદ રમતોત્સવના પ્રથમ દિવસે કુલ 27 વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઇ હતી.
પોલ વોલ્ટ, જવેલીન થ્રો, 100 મીટર શોટપુર, 100 મીટર હર્ડલ્સ, 110 મીટર હડલ્સ, 800 મીટર હાઇ જમ્પ, ડિસ્ક થ્રો, લોન્ગ જમ્પ, 10,000 મીટર રીલે દોડ સહિતની રમતોનો સમાવેશ થાય છે. 26 સ્પર્ધાઓથી ર1 સ્પર્ધાઓના પરિણામ જાહેર થઇ ગયા છે.
આ ખેલ મહોત્સવમાં બહેનોની ગોળા ફેંક સ્પર્ધામાં 30 વર્ષ જુનો રેકોડૃ તૂટયો હતો. ગોળા ફેંક સ્પર્ધામાં અગાઉ 9.49 મીટરનો રેકોર્ડ કિર્તીબેન મકવાણાના નામે હતો. જે રેકોર્ડ જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજની વિદ્યાર્થીની પાદરીયા ખુશીએ તોડી નાખ્યો હતો. પાદરીયા ખુશીએ 10.08 મીટર દૂર ગોળા ફેંકી નવો રેકોર્ડ બનાવ્યો છે. જે 30 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
તમામ સ્પર્ધાઓમાં પ્રથમ- દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને અનુક્રમે રૂ. 2500, 1500 અને 1000 કેશ પ્રાઇઝ ઉપરાંત ટ્રોફી તેમજ સર્ટીફીકેટ આગામી માર્ચ- એપ્રિલમાં તેમની કોલેજ પર મોકલી આપવામાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એપ્લેટિક ગ્રાઉન્ડ મીટ ખાતે દરદબા ભેર એથ્લેટિક પ્રારંભ થયો હતો.
જેમાં ચીફ ગેસ્ટ તરીકે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ગીરીશ ભીમાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના ભૂતપૂર્વ ખેલાડી બી.પી. જાડેજા કે જેઓએ 1980 માં પ કી.મી. અને 10 કી.મી. હોડમાં રેકોર્ડ બનાવ્યો હતો.
આ ઉપરાંત અન્ય એક ભૂતપૂર્વ ખેલાડી ભરતભાઇ કનેત કે જેઓએ 1981માં લોંન્ગ જમ્પમાં રેકોર્ડ બનાવ્યો હતો. આ બન્ને ખેલાડીઓના રેકોડ આજ સુધી કોઇ તોડી શકયું નથી.
તેઓ એથ્લેટિક મીટના પ્રારંભ વખતે ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. આ વખતે સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલકુદ મહોત્સવમાં 74 કોલેજનાન 220 વિઘાર્થીઓ અને 197 વિઘાથીનીઓએ ભાગ લીધો છે.
જેમાં ગઇ કાલે સવારથી જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આજે સાંજે 6 વાગ્યે ખેલ મહોત્સવનું સમાનપન થશે. જેમાં વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.
બે વર્ષના કોચીંગે ખુશીને સફળતા અપાવી તેનું મને ગૌરવ છે: કોચ ડો. ભાલીયા
‘અબતક’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં કોચ ડો. એ.આર. ભાલીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખેલ મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં અલગ અલગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ કૌવત બતાવી રહ્યા છે. જેમાં ગોળા ફેંકમાં ખુશી પાદરીયાએ 10.08 મીટર ફેંકી નવો રેકોર્ડ સાર્થિક કર્યો છે.
ખુશી મારી પાસે છેલ્લા બે વર્ષથી ટ્રેનીંગ લઇ રહી છે. તે સ્કુલ ગેમ નેશનલ રમી ચૂકી છે. ગુજરાતમાં ચક્ર ફેંકમાં સ્ટેટ લેવલ પર પ્રથમ આવી છે. એસો. ઇન્ડીયા જેવી અનેક સ્પર્ધામાં રમી ચૂકી છે. તેની રમત પ્રત્યેન લગન તેને ખુબ જ આગળ લઇ જશે. અને ગુજરાત અને દેશનું નામ રોશન કરશે.
ખેલ મહોત્સવની 12 સ્પર્ધામાં પરિણામ
- 100 મીટર દોડ (વીમેન)
- ભાર્ગવી પાટડિયા – કુંડલીયા કોલેજ
- જૈમિની કડવાલા – ડો. કે.વી. કોલેજ – જામનગર
- પાયલ ઓલાકિયા – સદગુરૂ મહિલા બી.એડ. કોલેજ
- 10 હજાર મીટર દોડ (મેન)
- જયેશ સરવૈયા – જસાણી કોલેજ
- જયરાજસિંહ જાડેજા – શાંતિ નિકેતન કોલેજ
- પ્રશાંત બગડા – એચ.એન. શુકલ આઇ.ટી. એન્ડ મેનેજમેન્ટ કોલેજ
- 4+400 મીટર રીલે (વીમેન)
- એમ.વી.એમ. આટર્સ કોલેજ
- એલ.એમ. વોરા – આર્ટસ- સાયલા
- એમ.પી. શાહ ગવમેન્ટ કોલેજ – સુરેન્દ્રનગર
- 4+400 મીટર (મેન)
- જે.જે. કુંડલિયા આર્ટસ – કોમર્સ કોલેજ
- પી.ડી.એમ. કોલેજ
- એ.આર. એસ. સખીડા આર્ટસ – કોમર્સ કોલેજ – લીંબડી
- પોલ વોલ્ટ (મેન)
- જયરાજ બાવળિયા – શ્રી આર્ટસ કોમર્સ કોલેજ – અમરાપુર
- મેહુલ શેખ – ગવર્મેન્ટ આર્ટસ કોમર્સ કોલેજ – મુળી
- પોલ વોલ્ટ (વીમેન)
- કાજલ દદુકિયા – વોરા કોમર્સ મેનેજમેન્ટ આઇ.ટી. કોલેજ
- જવેલીન થ્રો (વીમેન)
- દ્રષ્ટિ રંગાણી – શ્રી મહિલા કોલેજ – ખામટા
- ખુશી મેર – નવયુગ કોલેજ – મોરબી
- જાગુ ભેડા – કમાણી કોલેજ – અમરેલી
- જેવેલિન થ્રો (મેન)
- વિજય ઢોરિયા – એમ.પી. શાહ ગવમેન્ટ કોલેજ- સાવરકુંડલા
- યુવરાજ મેતા – મ્યુ. આર્ટસ કોમર્સ કોલેજ- ઉપલેટા
- નીલેશ વસાણી – ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજયુકેશન
- 100 મીટર દોડ (મેન)
- હેન્સી ચોવટીયા – મ્યુ. આર્ટસ કોમર્સ કોલેજ – ઉપલેટા
- ભાર્ગવ બાંભણિયા – ગિતાંજલી કોલેજ
- સંજય મકવાણા – હેરમા આર્ટસ કોલેજ – સતાપર
- 100 મીટર દોડ (વીમેન)
- ગાયત્રી પટેલ – એમ.વી. એમ. આર્ટસ કોલેજ
- કાજલ દુદકિયા – એમ.વી. એમ. આર્ટસ કોલેજ
- રિશિતા બારોટ- પી.એસ. હીરપરા મહિલા કોલેજ – જેતપુર
- હાઇ જમ્પ
- કાજલ બારૈયા – ગવમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ – જાફરાબાદ
- રાજલ દુમાલિયા – વોરા આર્ટસ કોમર્સ કોલેજ – સાયલા
- નેહલ ડોલાશિા – બી.આર.એસ. કોલેજ – ડુમિયાણી
- શોટ પુટ (વીમેન) (ગોળા ફેંક)
- ખુશી પાદરિયા – જે.જે. કુંડલીયા કોલેજ
- દ્રષ્ટિ કાવડિયા – કેવીબી કોલેજ અમરેલી
- બંસી બોદર – યુ.એલ.ડી. મહિલા કોલેજ – ગોંડલ
- 110 એમ હરડલ (મેન)
- કારંગીયા અક્ષય – (H.&HB KoTAK INSTITITE OF SCIENCE)
- માલકિયા આભલ – ગર્વમેન્ટ આર્ટ કોલેજ- ચોટીલા
- જાડેજા શકિતસિંહ – ડીકેવી કોલેજ- જામનગર
- ડિસ્ક થ્રો (મેન)
- જાવીયા રોનક – ટી.એન. રાઓ કોલેજ – રાજકોટ
- સોવત સિઘ્ધાંત – સી.યુ. શાહ કોમર્સ કોલેજ- વઢવાણ
- બેલીમ સકીલ – વી.ડી. કનકાઇ આર્ટ કોલેજ – સાવરકુંડલા
- ડિસ્ક થ્રો (વુમન)
- પાડરીયા ખુશી- જે.જે. કુંડરીયા કોલેજ
- મેર ખુશી – એમ.પી. શાહ ગર્વમેન્ટ કોલેજ – સુરેન્દ્રનગર
- કાવડિયા દ્રષ્ટિ – કે.પી. ધોળકીયા ઇન્કોટેક મહિલા કોલેજ
- લોંગ જમ્પ (વુમન)
- પટેલ ગાયત્રી- એવીએમ આર્ટસ કોલેજ
- પાધરીયા શ્રઘ્ધા – એમ.એમ.એમ. કોલેજ – અમરેલી
- દુમડીયા હેતલ – એમ.પી. શાહ ગર્વમેન્ટ કોલેજ – સુરેન્દ્રનગર
- શોટ પુટ (મેન્સ)
- ચાવડા કેવલ – ગીતાંજલી કોલેજ
- જાડેજા દિવ્યરાજસિંહ – ગારડી કોલેજ – ધ્રોલ
- સુરુ હેમાંગદાન – જે.જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
- હાઇ જમ્પ (મેન્સ)
- બાંભણિયા ભાર્ગવ – ગીતાંજલી કોલેજ
- મેંદપરા આશિષ – હરીવંદના કોલેજ
- ચાવડા આલવિરા – મ્યુ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા
- હાઇ જંપ (વુમન)
- બારૈયા કાલજ – ગર્વમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ – જાફરાબાદ
- ડુમલીયા રાજલ- પીયે એલ.એમ. વોરા કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ – સાયલા
- ડોબારીયા નેહલ – બી.આર.એમ. કોલેજ – ડુમીયાની
- 800 મી (મેન)
- પારલીયા બુધ – એઆરએસ સખીદા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ – લીંબડી
- સરીયા વીશાલ – જે.જે. કુંડલિયા કોમર્સ
- કોલેજ – રાજકોટ
- ચૌહાણ મહેન્દ્ર – ડી.એચે. કોલેજ