- ગૂજરાત જ નહીં, અન્ય રાજ્યોમાં પણ ધરાવે છે લોક ચાહના
- 1974થી શરૂઆત કરીને 45 વર્ષથી જાળવ્યો છે ગ્રાહકોનો વિશ્ર્વાસ
સજી ધજીને સુંદર દેખાવવું એ દરેક સ્ત્રીને ગમતું હોય છે. કોઇ પણ તહેવાર હોય કે પ્રસંગ તેમાં કલોધિંગ્સ ખૂબ જ મહત્વનું હોય છે. ફેશન ની દુનિયામાં ગુંજતું નામ એટલે જે કામદાર. આજની જનરેશન પ્રમાણે દરેક યુવતીઓને પોતાની પસંદના ફેશનેબલ આઉટફીટ મળી જાય એટલે કંઇ પણ ઓછું ન આવે.જે.કામદાર પેઢીની શરૂઆત 1974માં ગોંડલ ખાતે થઈ હતી. જયારે આજે રાજકોટના 150 ફીટ રીંગ રોડ પર જે. કામદારનો વિશાળ શો રૂમ પણ ધરાવે છે. જે.કામદારમાં દરેક પ્રકારના આઇટફિટની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ છે. 1974થી શરુઆત કરીને 45 વર્ષ કરતા પણ વઘુ વર્ષોથી જે. કામદાર ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે.
જે.કામદારમાં એથનીક્ વેર, દરેક પ્રકારની અવનવી સાડીની રેન્જ, ગાઉન્સ, ચણ્યા ચોલી, લહેંગા, ચોલી, અને ડ્રેસ મટિરિયલ્સ વગેરે જેવા આઉટફીટની અદ્યતન વેરાયટીઝની શ્રેણી ગ્રાહકોને પીરસવામાં આવે છે.આ સિવાય ડિઝાઇનર દુપટ્ટા, ચોલી, ફક્ત તહેવારો જ નહી પરંતું વેડિંગ સેરેમનીના દરેક પ્રસંગને અનુરુપ ફેશનેબલ ગરમેન્ટ્સ માટે જે. કામદાર ગ્રાહકોની પહેલી પસંદ છે. આફ્ટર સેલ્સ સર્વિસ તથા ગુણવત્તા સભર પ્રોડક્ટ્સ એ જે.કામદારની મુખ્ય લાક્ષણિકતા છે. તેમજ સૌરાષ્ટ્ર ભરનાં વિવિધ શહેરોમાંથી લોકો ખાસ ખરીદી કરવા જે કામદાર માં આવતા હોય છે. જે કામદાર ફક્ત ભારત જ નહીં બહારના દેશોમાં પણ નિકાસ કરે છે. જે કામદાર ઓનલાઇન પણ ગ્રાહકને તેના મનગમતા ગારર્મેન્ટ્સ પોહચડતું રહે છે.
45 વર્ષથી ઉતરોત્તર ગ્રાહકોનો વિશ્ર્વાસ જે. કામદારને મળતો રહ્યો છે : જગદીશભાઈ
“1974થી શરૂઆત કરીને અત્યાર સુધીમાં અમે ગ્રાહકોને અવનવી વેરાયટીઝ પીરસતાં આવ્યા છીએ.અમે વેડિંગ સીઝન માટે ખાસ કરીને ઘરચોળા, પટોળા તેમજ અવનવી બાંધણીની વિશાળ રેન્જમાં વધારો કરતાં જ રહીએ છીએ. એમાં પણ ખાસ કરીને કોરોના પછી લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારો મળી રહ્યો છે. ગોંડલથી જુના શોરૂમ થી શરૂઆત કરીને આજે રાજકોટના આ શોરૂમમાં પણ ગ્રાહકોનો અવિરત પ્રેમ અમને મળતો રહ્યો છે. ફેસ્ટિલ સીઝનને અનુરૂપ ડિઝાઇનર ક્રોપ ટોપ, ચણિયા ચોલીની બેસ્ટ રેન્જ અમે લાવતાં રહીએ છીએ. કોરોના કાળ પછીની આ પહેલી દિવાળી છે તેમજ તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો સહપરિવાર શોપિંગ કરવા આવતા હોય છે.
જેમાં દરેક જનરેશની માંગને ધ્યાનમાં રાખીને તહેવારને અનુરુપ વિવિઘ પ્રકારના ફેશનેબલ આઉટફિટ ગ્રાહકોને જે. કામદારોમાં મળી રહે છે. અમે સમયની માંગ ને ધ્યનમાં રાખીને દરેક પ્રકારના આઉટફિટનો અઢળક સ્ટોક ગ્રાહકોને પીરસતા આવ્યા છીએ.. ફક્ત રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ,બરોડા, સુરત,અંકલેશ્વર જેવા ગુજરાતના મેગાસિટી તેમજ બહારના રાજ્યોમાંથી પણ ગ્રાહકો અહીંયા શોપિંગ કરવા માટે આવતા હોય છે. ગ્રાહકોની માંગને આધારે દરેક પ્રકારની સુવિધા,સર્વિસ અને ચોઈસ જે કામદાર દ્વારા આપવામાં આવે છે એ જે. કામદારની ખાસિયત છે”