સાંબા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાને ફરી સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં BSFના 4 જવાન શહીદ થયા છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયાં છે. ઘાયલ જવાનોને જમ્મુના સતવારી સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર રાત્રે લગભગ 10:30 વાગ્યાથી રામગઢ સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ શરૂ કરાયું, જે બુધવારે સવારે 4:30 વાગ્યા સુધી ચાલ્યું હતું.
BSF મુજબ સાંબા સેકટરના રામગઢમાં બાબા ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ જૂનિયર ઓફિસર અને એક કોન્સ્ટેબલ શહીદ થયાં છે. જેમાં સબ ઈન્સ્પેકટર રજનીશ કુમાર, ASI રામ નિવાસ, ASI જતિંદર સિંહ અને હવાલદાર હંસ રાજ સામેલ છે.બાબા ચમલિયાલને પાકિસ્તાન રેન્જર્સ ચાદર ચડાવે છે.
રામગઢમાં બાબા ચમલિયાલની દરગાહ પર દર વર્ષે 26 જૂને ઉર્સ મનાવવામાં આવે છે. દર વર્ષે પરંપરા મુજબ પાકિસ્તાન રેન્જર્સ અહીં ચાદર ચડાવે છે. ચાદવ ચડાવવા આવેલાં પાકિસ્તાન રેન્જર્સને BSFના જવાન ઉર્સવાળા દિવસે શરબત પીવડાવે છે