જમ્મુ અને કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે મુલાકાત લેવાના છે ત્યારે જમ્મુ અને કશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એસકેયુએસટી-જમ્મુના કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીના શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના છઠ્ઠા દિનપ્રતિદિનમાં હાજરી આપી છે.
આ દરમિયાન તેઓ શ્રીનગરને લેહ-લદ્દાખ સાથે જોડનારી ટુ-લેન જોજિલા ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ ટનલ એશિયાની સૌથી લાંબી ટનલ હશે અને એને બનાવવા માટે સાત વર્ષ જેટલો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ ટનલના પ્રોજેક્ટ પાછળ 6,809 કરોડ રૂ.નો ખર્ચ થશે.
ગુરુવારથી શરૃ થયેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય અભિયાનો સ્થગિત રાખવાનો નિર્ણય કેન્દ્રની મોદી સરકારે લીધો છે. જોકે આ સીઝફાયર સાથે શરત પણ રાખવામાં આવી છે કે જો આતંકવાદીઓ તરફથી કોઇ હુમલો થશે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. જોકે એકતરફી સંઘર્ષ વિરામ છતાં પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
યુદ્ધવિરામની જાહેરાત પછી પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના આર.એસ. પુરા સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)નો એક જવાન શહિદ થઈ ગયો હતો. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી આખી રાત ફાયરિંગ થયું હતું. આ વખતે પાકિસ્તાન રેન્જર્સે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા જેમાં 2 નાગરિકો પણ ઘાયલ થયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com