કુપવાડાના માછીલ સેક્ટરમાં સેનાએ વધુ એક સફળતા મેળવી છે. આ સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરી દરમિયાન સેનાએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. હાલ સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. બીએસએફએ જણાવ્યું છે કે, પાકિસ્તાન તરફથી સતત ચાર દિવસથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચાર દિવસમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયર વાયોલન્સમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો છે.
કાશ્મીરમાં લશ્કર-એ-તોઈબાનો નવો કમાન્ડર બન્યો જીનત
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ સાથેના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોઈબાના કમાન્ડર અબુ ઈસ્માઈલને ઠાર કર્યા પછી હવે જીનત ઉલ ઈસ્લામને તેમનો નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. ખાનગી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીનત દક્ષિણ કાશ્મીરના શોપિયામાં આવેલા સુગન જાનીપુરાનો છે. આવું પહેલી વખત થયું કે, લશ્કરે કાશ્મીરના કોઈ સ્થાનિકને કમાન્ડરની કમાન સોંપી છે.