જે.કે. વેલનેસ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે લોઠડા ગામે પંચામૃત સેવાયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, વેકિસનેશન કેમ્પ, માસ્ક વિતરણ તથા ચકલીના માળા પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ સહિતના સેવાકાર્યો યોજાશે.
જે.કે. ફાઉન્ડેશનના ચેરમેન જયંતિલાલ કે. સરધારા, વા.ચેરમેન સંજય વી. પડારીયા, સેક્રેટરી હરેશ વી. પડારીયા, અમીતભાઇ ખુંટ, શીવાભાઇ નસીત, જતીનભાઇ ગઢીયા, નિમેશભાઇ આસોદરીયા, સુરેશભાઇ દુધાગરા, કેતનભાઇ સગપરીયા, નીરવ સાવલીયા, પિયંક ખુંટ, નિશાંત નસીત, પાર્થ કાછડીયા અને અશોકભાઇ ગજેરાના માર્ગદર્શનમાં આયોજનની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યા છે. સંતો મહંતો અને મુખ્ય મહેમાનોના આર્શીવચન સાથે કાર્યક્રમ ઉદઘાટન થશે.
લોઠડા ગામે સિલ્વર કોમ્પલેક્ષ ખાતે કાર્યક્રમ યોજાશે. આ સેવાયજ્ઞમાં નામાંકિત ડોકટરો, વકિલો, ગર્વમેન્ટ કોન્ટ્રાકટરો, ઉઘોગપતિઓ હાજરી આપશે.આ ઉપરાંત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, સદભાવના વૃઘ્ધાશ્રમ, સરગમ કલબ, પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ વગેરે સેવાકીય સંસ્થાઓને સન્માનીત કરાશે. આ ઉપરાંત રકતદાન કરનાર દાતાઓને મહામુલી ગિફટ આપી પ્રોત્સાહીત કરાશે. અંદાજે 1000 થી વધુ લોકો વેકિસનનો લાભ લે મળે તે માટે આરોગ્ય વિભાગની 10 ડોકટરની ટીમ ખડેપગે રહેશે.ભવ્યાતિભવ્ય સેવાયજ્ઞમાં સમાજ શ્રેષ્ઠીઓ, સામાજીક આગેવાનો, અધિકારીઓ વગેરે ઉ5સ્થિત રહેશે.